Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
શીલા પદેશમલા ગ્રંથને આ પશુઓને મુક્ત કરાવ્યા, તેમ અતિશય દુઃખી થયેલા માતા-પિતા ઉપર અનુગ્રહ કેમ કરતા નથી? નેમિપ્રભુએ કહ્યું હું માતા-પિતાને દુઃખરૂપી સમુદ્રમાંથી ઉદ્ધાર કરવાની ઈચ્છાવાળો જ છું, તેથી હે કૃષ્ણ! નિરર્થક મુંઝાઓ નહિ. મારા આ પ્રયત્ન ઉદ્ધાર માટે છે. આ પ્રમાણે માતા-પિતાને અને બંધુઓને પિતાના વ્રત લેવાના મનોરથને કહ્યો. પછી રડતા સર્વ યાદવેની ઉપેક્ષા કરીને સ્વામી ઘરે ગયા. હવે લેકાંતિક દેએ પ્રભુને વિનંતિ કરી કે, જગતના જીવોના હિતના આધાર હે સ્વામિન્ ! તીર્થને પ્રવર્તાવે. ઇંદ્રના વચનથી ઘુંભક દેએ લાવીને મૂકેલા સુવર્ણથી (=સેનામહોરોથી) પ્રભુએ (લેનારની) ઈચ્છા પ્રમાણે વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું.
વરને પિતાની ઈચ્છા પ્રમાણે પાછા ગયેલા જાણીને વ્યાકુલ બનેલી રામતી તૂટેલી હારલતાની જેમ પૃથ્વી ઉપર પડી. સખિજનથી શીતલ ઉપાયથી ચેતનાને પમાડાયેલી રાજીમતી જાણે પોતાનું બધું જ લુંટાઈ ગયું હોય તેમ વારંવાર વિલાપ કરવા લાગી. વિધાતાએ મને શા માટે સઈ? અથવા હું ગર્ભાવસ્થામાં જ કેમ ન હરણ કરાઈ? હું શા માટે યૌવનને પામી? હા હા ! હું બાલ્યાવસ્થામાં પણ કેમ ન મરી ગઈ? જે નેમિને વિધાતાએ મારા માટે ન સર્યાં હતા તે મને તે બતાવ્યા શા માટે? નિધિનું દર્શન ન થાય એ સારું છે કે જેથી નિધિના અપહરણનું દુઃખ ન થાય. આ પ્રમાણે પોતાની નિંદા કરતી અને પ્રેમથી પ્રભુને યાદ કરતી તે વારંવાર મૂછ પામી, આકંદન કર્યું અને ભૂમિપીઠ ઉપર આળોટી. હવે દુખી થયેલી સખીઓએ કહ્યું: નેમિના વિષે તારો આગ્રહ નકામે છે. હે સખિ ! જેણે તને કઈ જ કારણ વિના છેડી દીધી છે તે નક્કી નીરસ (તારા ઉપર રાગથી રહિત) છે. રૂપ અને પરાક્રમથી યુક્ત અને ક્ષત્રિય છે. માટે અનુરૂપ વરથી જન્મને સફલ કર. ચઢાવેલાં ભવાંથી ભયંકર ભ્રકુટીવાળી રામતી બેલી: અહા! પાપિણીઓ દૂર જાઓ, તમારા આ વચનને ધિક્કાર થાઓ! મનપ્રિય હોવાથી મેં સ્વેચ્છાએ નેમિને વર કર્યા છે. તેથી હાથી ઉપરથી ઉતરીને ગધેડા ઉપર કેવી રીતે બેસું? જે કે નેમિએ હાથથી મારે આદર કર્યો નથી, તે પણ હવે પછી તે આ મારા ધર્માચાર્ય પણ થાઓ. અન્ય વરની સાથે વિવાહ કરવા માટે અનુરોધ કરતા સ્વજનોની ઉપેક્ષા કરીને પતિવ્રતા રાજીમતી નેમિને દીક્ષાકાલની રાહ જોવા લાગી. - વાર્ષિક દાન પછી નેમિના ભાવને જાણનારા ઈદ્રોએ આવીને પ્રભુને તીર્થોદકથી નવડાવ્યા. પછી દેવેએ બનાવેલી અને હજાર રાજાએથી ઉપાડી શકાય તેવી ઉત્તરકુરા નામની શિબિકામાં પ્રભુ આરૂઢ થયા. સધર્મેદ્ર અને ઈશાનંદ્ર બે બાજુ ચામર ધારણ કર્યા. સનસ્કુમાર ઈંદ્ર છત્ર ધારણ કર્યું. બીજા ઈદ્રોએ રચેલાં અષ્ટમંગલેને ધારણ કર્યા. સ્થિર આશયવાળા શ્રીનેમિ રાજમહેલથી ચાલ્યા. તેમની પાછળ માતા-પિતા, ભાઈ-બહેન, સુર–અસુર અને રાજાઓ ચાલ્યા. શિવાદેવી વગેરે સ્ત્રીઓએ ગદ્દગદ વાણીથી મંગલ ગીતે