Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૦૧
અને દયાળુ છે. હે પ્રભુ! આપ ઉત્તમ દર્શનને ધારણ કરનારા છે. આપ મદરૂપી વનને નાશ કરનાર છે. હે પ્રભુ! આપના હાથ કપટનો નાશ કરનાર છે. આપ શમરૂપી ધનના ભવન છો. હે પ્રભુ! આપ સકલ જગતનું રક્ષણ કરનાર છે. આપ ભવરૂપી રોગને નાશ કરનારા છે. હે પ્રભુ! આપનું વચન પાણીવાળા વાદળાના અવાજની જેમ જયને કરનારું છે, અર્થાત્ જેમ પાણીવાળા વાદળા ગર્જના સાથે અવશ્ય વર્ષે છે, તેમ આપનું વચન અવશ્ય સફલ બને છે. (ભગવાનના ઉપદેશથી કેઈને કઈ જીવ અવશ્ય ધર્મ પામે.) હે પ્રભુ! આપ મોક્ષપદ મેળવવામાં તત્પર છે. આપ સદા કામથી (=વાસનાથી) રહિત છો. હે પ્રભુ! આપના ચરણેમાં ગણધરો નમેલા છે. આપની ગતિ ( ચાલ) ઉત્તમ હાથીના જેવી છે. હે પ્રભુ! અતિશય મદરૂપી ઘોર અંધકાર કરનારા વાદળોના સમૂહ માટે આપ પવન સમાન છે. હે પ્રભુ! આપના દાંત શ્વેત છે. ભયને નાશ કરનારા હે પ્રભુ! આપ જય પામ! જય પામે !
આ પ્રમાણે એક જ સ્વરવાળી સ્તુતિથી મલ્લિજિનેશ્વરની સ્તુતિ કરીને ઈંદ્ર ભગવાનના મુખની સામે દૃષ્ટિ રાખીને બેસી ગયે. કુંભરાજા, પ્રતિબુદ્ધિ વગેરે રાજાઓની સાથે મલ્લિજિનને પ્રદક્ષિણા આપીને અને નમીને પ્રભુની આગળ બેઠો. શ્રીમલિજિને સર્વજીની ભાષામાં પરિણમનારી, અર્થાત્ સર્વજીને પોતપોતાની ભાષામાં સમજાય તેવી, અને ભવપ્રત્યે વૈરાગ્યનું કારણ એવી દેશના આપી. પ્રતિબંધ પામેલા પ્રતિબુદ્ધિ વગેરે રાજાઓએ દીક્ષા લીધી. શ્રીકું ભરાજાએ પણ શ્રાવકધર્મને સ્વીકાર કર્યો. જેમણે ત્રિપદીને પામીને બાર અંગોની ક્ષણવારમાં રચના કરી તે ભિષગ વગેરે અઠ્ઠાવીસ ગણધરે થયા. દિવસનો થે ભાગ પ્રહર કહેવાય છે. આ એક પ્રહર પૂર્ણ થતાં શ્રીકુંભરાજા કલમખાને આઢક પ્રમાણુ બલિ લઈ આવ્યા. વાગતા વાજિંપૂર્વક પૂર્વ દ્વારથી બલિને સમવસરણમાં લઈ ગયા. દેવ અને મનુષ્યએ એ બલિને પ્રભુની આગળ આકાશમાં ત્રણવાર ઉછાળે. એ બલિમાંથી અર્ધો બલિ દેવેએ નીચે ભૂમિ ઉપર પડે એ પહેલાં જ આકાશમાં જ અદ્ધરથી લઈ લીધે. બાકી રહેલા અર્ધા બલિમાંથી અર્ધી બલિ રાજાએ લીધે. અને બાકીને બલિ સામાન્ય મનુએ લીધે. પ્રાપ્ત થયેલ બલિને માત્ર એક કણ પણ થયેલા રોગને નાશ કરે છે, અને છ મહિના સુધી નવો રેગ ન થાય. તેથી તે બધા ય છે બલિને સંગ્રહ કરવામાં તત્પર હતા. બીજા દિવસે વિશ્વસેનના ઘરમાં પરમાન્નથી પ્રભુનું પારણું થયું. ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયાં. ' શ્રીમલિજિનના તીર્થમાં હાથીના વાહનવાળો, ચારમુખવાળો અને આઠ હાથથી વિભૂષિત કુબેર નામને યક્ષ હતો. તેના જમણ ચાર હાથમાં વરદ, અભય, કુહાડી અને 'ત્રિશૂલ હતાં, ડાબા ચાર હાથમાં બીજોરું, માળા, મુદ્દગલ અને તલવાર હતાં. પ્રભુની ચાર હાથવાળી વૈટયા નામની શાસનદેવી હતી. તેના ડાબા બે હાથમાં તલવાર અને બીજોરુ હતાં, જમણા બે હાથમાં વરદ અને માળા હતાં. શ્રીમદ્વિપ્રભુથી દીક્ષિત થયેલા