Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૧૦૮
શીલપદેશમાલા ગ્રંથને સાધ્યા. આથી તેમણે શ્રીયકથી પણાને (=મોટાઈને) સિદ્ધ કર્યું. જેમાસું આવતાં ત્રણ સાધુઓએ ગુરુ પાસે આવીને ભવને નિગ્રહ કરવામાં કુશળ અભિગ્રહને લીધા. તે આ પ્રમાણે – એકે કહ્યું કે, હું ચાર મહિના ઉપવાસ કરીને સિંહની ગુફાના દ્વાર આગળ કાર્યોત્સર્ગમાં રહીશ. બીજા સાધુએ કહ્યું કે, હું ચાર મહિના દૃષ્ટિવિષ સર્પના બિલના દ્વાર આગળ કાર્યોત્સર્ગમાં રહીશ. ત્રીજા સાધુએ કહ્યું કે, હું ચાર મહિના ઉપવાસ કરીને કૂવાના કાંઠા ઉપર કાર્યોત્સર્ગમાં રહીશ. શ્રી સંભૂતિવિજયગુરુએ શ્રુતજ્ઞાનથી તે સાધુઓની તપશક્તિ જાણીને અનુજ્ઞા આપી. આ વખતે સ્થૂલભદ્રે કહ્યું: હે પ્રભુ! હું કેશાવેશ્યાના ઘરમાં ચિત્રશાલામાં વહૂરસવાળું ભજન કરવાપૂર્વક ચોમાસું રહીશ એવો અભિગ્રહ મારે લે છે. શ્રીસંભૂતિવિજય આચાર્ય શ્રુતજ્ઞાનના ઉપયોગથી તેમને બધી ઈદ્રિયને વશ કરવામાં સમર્થ જાણીને અનુજ્ઞા આપી. ગુરુથી રજા અપાયેલા ત્રણે સાધુઓ યક્ત સ્થાને ગયા. સ્થૂલભદ્ર કામદેવની ઈર્ષોથી કેશાના ઘરે ગયા. ઊભી થઈને જાણે કટાક્ષના સમૂહરૂપી અક્ષતેથી ચેક કરતી હોય તેમ તે બેલી: હે નાથ! મને શી આજ્ઞા છે? જે આજ્ઞા હોય તે કહે. સમતાના ભંડાર મહાત્મા સ્થૂલભદ્ર ધર્મલાભરૂ૫ આશીર્વાદ આપીને કામદેવરૂપી હાથી માટે વિધ્યાચલ સમાન કેશાની ચિત્રશાળામાં રહ્યા. ચારિત્રને સહન નહિ કરી શકનારા આ પૂર્વના સ્નેહથી મારા ઘરે આવ્યા છે એમ વિચારીને કેશા તે મુનિને પરસવાળો આહાર વહેરાવવા લાગી. નક્કી લજજાના કારણે આ મને કંઈ કહેતા નથી એમ વિચારીને કેશા બપોરના જાણે શિષ્યા હોય તેમ તેમની આગળ બેસવા લાગી. તેણે નેત્રના છેડાઓને હલાવ્યા ( કટાક્ષ કર્યા). પણ તે મુનિના મનને ન હલાવી શકી. તેણે છાતીના વસ્ત્રને ઢીલું કર્યું, પણ તે મુનિને ધ્યાનથી ઢીલા ન કરી શકી. હાવભાવપૂર્વક વિલાસે વગેરેથી તેણે કેવળ પિતાને ખેદ પમાડ્યો. આકાશમાં અક્ષરની જેમ મુનિના મનમાં જરા પણ રાગ ન પ્રગટ્યો. કેશાએ વિચાર્યું. ચેસ આ દીક્ષા સિદ્ધગવાળાથી આકર્ષાયેલામાં થઈ છે, અર્થાત્ કઈ સિદ્ધગીએ સ્થૂલભદ્રને આકર્ષીને દીક્ષા આપી છે. તેથી એ દીક્ષાના પ્રભાવથી માખણ સમાન કેમળ પણ સ્થૂલભદ્ર ક્ષણવારમાં કઠણ બની ગયા. આ પ્રમાણે વિચારીને જાણે દષ્ટિરૂપી કમળથી ગૂંછણું લેતી હોય તેવી કોશાએ લાંબા કાળના સ્નેહને યાદ કરી કરીને પૂર્વે ભગવેલા ભેગોને યાદ કરાવ્યા.
મુનિ તે કમલપત્રની જેમ નિલેપ હૃદયવાળા રહ્યા અને કેશાને જાણે ગુપ્ત આલેચના લેતી હોય તેવી માની. જેમ પાણીમાં પ્રહારો અને વિરાગી પુરુષમાં મોતી વગેરેના હાર નકામા થાય તેમ મુનિમાં વેશ્યાના તે વિકારે નકામા થયા. જેમ પર્વતમાં સિંહની ફાળો નકામી થાય તેમ કેશાના દરરોજ નવા નવા શંગારરૂપ વિકારે મહા
૧. શ્રીયકે સ્વાર્થ, પરાથર અને રાજ્યાર્થિ એ ત્રણને અથવા રાજ્યના સાત અંગને સાધ્યા, પણું સ્થૂલભદ્ર બાર અને સાધ્યા. આથી તેમણે શ્રીયકથી પોતાની મોટાઈને સિદ્ધ કરી.