Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૧૦૨
શીલપદેશમાલા ગ્રંથને ચાલીસ હજાર સાધુઓ, પંચાવન હજાર સાવીઓ, સાત ને અડસઠ ચૌદપૂર્વધરે, બે હજાર ને બસે અવધિજ્ઞાનીઓ, સત્તરસને પચાસ મન:પર્યવજ્ઞાનીઓ, બે હજાર નવસે વૈક્રિયલબ્ધિવાળા, ચૌદસો વાદ લબ્ધિવાળા, એક લાખ ને એંશી હજાર શ્રાવકે, ત્રણ લાખને સિત્તેર હજાર શ્રાવિકાઓ- આટલે સંપૂર્ણ પરિવાર શ્રીમલ્લિજિનના શાસનમાં જાણ. કરોડો દેથી સેવા કરવા યોગ્ય અને ચતુર્વિધ સંઘથી યુક્ત શ્રીમલ્લિતીર્થકર પૃથ્વીને પવિત્ર કરી રહ્યા હતા. કુમાર અવસ્થાનું અને કેવલજ્ઞાન અવસ્થામાં રહેલું ચારિત્રપર્યાય સુધીનું આયુષ્ય મળીને મલ્લિનાથ પ્રભુનું સંપૂર્ણ આયુષ્ય પંચાવન હજાર વર્ષ જેટલું હતું. પાંચસે સાધુઓ અને પાંચસે સાધ્વીઓની સાથે એક માસનું અનશન કરીને, સમેતશિખરે જઈને, ફાગણ સુદ બારશે ભરણી નક્ષત્રમાં શુકલેશ્યાવડે ઓગણીસમા શ્રી મલ્લિતીર્થકર મોક્ષ પામ્યા. તે જ પ્રમાણે આસન ચલાયમાન થવાથી અવધિજ્ઞાનથી જાણીને સર્વ ઈદ્રો નિર્વાણ મહોત્સવ કરવાની ઈચ્છાથી ભેગા થયા. તેમણે માયરહિત મનુષ્યમાં શિરેમણિ એવા મલિલપ્રભુનું ક્ષણવાર નારકીજીવોને પણ સુખ આપનારું મોક્ષકલ્યાણક ઉજવ્યું. પછી કઈ જાતનો ઉપદ્રવ ન થાય એ માટે તેમણે પ્રભુની દાઢાઓ અને દાંતે લીધા. પછી તેમણે નંદીશ્વર દ્વીપમાં જઈને અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો. પછી મોક્ષના અભિલાષી તેમણે પોતપોતાના વિમાનમાં માણુવક સ્તંભની ઉપર વજના ડાબલાઓમાં પ્રભુની દાઢાએ મૂકી. અરનાથ પ્રભુના નિર્વાણ પછી હજાર ક્રોડ વર્ષ ગયા પછી શ્રીમલ્લિતીર્થકરને મેક્ષની પ્રાપ્તિ થઈ.
અહે! આપણામાં રહેવા છતાં અન્ય તીર્થકથી ચઢિયાતું, તીર્થકરની લક્ષમીથી પ્રિય થનારું અને શીલથી ઉજજવલ એવું મલ્લિપ્રભુનું ચરિત્ર હે ઉત્તમ મુનિઓ ! વિસ્મિત હદયવાળા બનીને સાંભળો. આ પ્રમાણે જેમ અવશ્ય મેક્ષમાં જનારા પણ મલ્લિજિને શીલને ઉત્કૃષ્ટપણે પાળ્યું, તેમ અન્ય ભવ્ય જીવે કપટ વિના સતત શીલનું પાલન કરવું જોઈએ. (૪૦)
- ગૃહસ્થપણામાં શીલની દઢતા વિષે બે દષ્ટાંતે કહીને હવે ચારિત્રીની શીલસંબંધી દઢતાને કહે છે -
સો વાર મો, ગરારિરિરિરિશે.
जस्सजवि बंभवए, जयंमि वजेइ जसढक्का ॥ ४१ ॥ ગાથાથ-આશ્ચર્યકારી ચારિત્રથી શેભાવાળા જેમની બ્રહ્મચર્યવ્રત સંબંધી જયલેરી આજે પણ જગતમાં (==ણ લોકમાં) વગાડવામાં આવે છે તે સ્થૂલભદ્ર જય પામે.
૧. અથવાથd એટલે કર્તવ્ય અવસ્થામાં રહેલું, પ્રભુને કેવલજ્ઞાન થાય ત્યારથી કર્તવ્ય અવસ્થા થાય છે, આથી કર્તવ્ય અવસ્થામાં રહેલું એટલે કેવલજ્ઞાન અવસ્થામાં રહેલું. મલિજિનને દીક્ષાના દિવસે જ કેવલજ્ઞાન થયું છે. માટે કેવલજ્ઞાન અને ચારિત્રને પર્યાય ભિન્ન નથી=એક જ છે. માટે અહીં કહ્યું કે કેવલજ્ઞાન સંસ્થામાં રહેલું ચારિત્રપર્યાય સુધીનું આયુષ્ય... “