Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
શીલપદેશમાલા ગ્રંથને વાળું અને પૂર્વ તરફ મુખવાળું સૂતિકાગ્રહ કર્યું. પછી સંવત નામના વાયુથી સૂતિકાગૃહને ચેતરફ એક જન સુધી શુદ્ધ કર્યું. ઊર્વિલેમાં રહેનારી આઠ દિકકુમારિકાએ પણ આસનને કંપ થવાથી મેરુપર્વતના શિખર ઉપસ્થી ત્યાં આવી સુગંધી પાણીની વૃષ્ટિથી એક જન સુધી પૃથ્વીને સિંચીને અને પુષ્પવૃષ્ટિ કરીને જિનના ગુણે ગાવા લાગી. પૂર્વ દિશાના રુચકપર્વત ઉપર રહેનારી આઠ દિકકુમારીકાઓ પણ પોતાના હાથમાં દર્પણ રાખી માંગલિક ગીત ગાતી ગાતી પૂર્વ દિશામાં ઊભી રહી. દક્ષિણ ચકપર્વતથી આવેલી આઠ દિકુમારિકાઓ હાથમાં કળશ ધારણ કરીને દક્ષિણ દિશામાં ગાયન કરતી ઊભી રહી પશ્ચિમ ચૂકપર્વતથી પણ આઠ દિકુમારીકાઓ આવીને, હાથમાં પંખો રાખીને પશ્ચિમ દિશામાં ઊભી રહીને, જિનના અને જિનમાતાના ગુણે ગાવા લાગી. ઉત્તરસ્ટચકપર્વત ઉપર રહેનારી આઠ દિકુમારિકાઓ આવીને, હાથમાં ચામર રાખીને ઉત્તર દિશામાં ઊભી રહીને, ગીતે ગાવા લાગી. વિદિશાના રુચાપર્વત ઉપર રહેનારી ચાર દિકકુમારિકાઓ હાથમાં દીપક રાખીને ઈશાન વગેરે વિદિશાઓમાં ગીત ગાતી ઊભી રહી. રૂચકદ્વીપથી ચાર દિકુમારિકાએ ભૂમિમાં ખાડે છેદીને તેમાં નાભિનાલ મૂકયું. (ખાડાને રત્ન વગેરેથી પૂરી દીધો. તેના ઉપર દૂર્વાથી (=ધ્રોથી) પીઠિકા બાંધી.) પછી જિનના જન્મગૃહથી પૂર્વ, દક્ષિણ અને ઉત્તર એ ત્રણ દિશાઓમાં ચેકથી શોભિત ત્રણ કદલીગૃહો કર્યા. તે દરેકમાં એક એક એમ ત્રણ સિંહાસન કર્યો. પછી માતાની સાથે જિનને ક્રમશઃ તે કદલીગૃહમાં પધરાવીને (પૂર્વમાં) સુગંધી લક્ષપાક તેલથી તે બંનેનું અભંગ કરીને ઉદ્દવર્તન કર્યું. પછી (દક્ષિણમાં) સ્નાન કરાવીને વસ્ત્રથી શરીર લૂછયું, બંનેને વચ્ચે તથા આભૂષણે પહેરાવ્યાં. પછી (ઉત્તરમાં) ગશીર્ષ ચંદનથી તેમ કર્યો. તે (અગ્નિથી થયેલ) ભસ્મથી રક્ષાપેટલી કરી. (એ રક્ષાપોટલી બંનેના હાથમાં બાંધી.) પ્રભુના કાનની પાસે પાષાણના બે ગેળાએ વગાડ્યા. આ પ્રમાણે ક્રમથી ભક્તિ કરીને દિકકુમારિકાઓ કુદવા લાગી, નાચવા લાગી, મંગલ ગીતે અને ભગવાનના ગુણે ગાવા લાગી.
તે વખતે સ્વર્ગમાં એકી સાથે શાશ્વતી ઘંટાઓ વાગી તથા ઇદ્રોનાં હૃદયની સાથે આસને કંપ્યાં. પછી અવધિજ્ઞાનથી જિનના જન્મને જાણીને સબમેં ક્ષણવારમાં મનનું સમાધાન કર્યું. [ અચાનક આસનને કંપ થવાથી કે એ વિઠ્ઠો છે કે જેણે મારું આસન ચલાયમાન કર્યું એવા વિચારથી સધર્મેન્દ્રને ક્રોધ આવ્યું. પણ પછી જિનજન્મના કારણે આસન ચલાયમાન થયું છે એવું જાણવામાં આવવાથી ક્રોધ શમી ગયે.] પછી સૈધ ઘંટા વગડાવી. ઘંટાના નાદથી ક્રોડે દેવો સાવધાન થઈ ગયા અને
૧. અહીં ક્રમશઃ એમ કહ્યું છે અને પૂર્વ-દક્ષિણ-ઉત્તર એ ક્રમથી ઉલ્લેખ કર્યો છે. આથી અહીં કાઉંસમાં અનુક્રમે પૂર્વ-દક્ષિણ-ઉત્તર લખ્યું છે. પણ ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રમાં દક્ષિણપૂર્વ-ઉત્તર એ ક્રમથી ઉલેખ છે.