Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
હાથીનું માંસ ખાતા હતા.] ત્યાં તાપસાએ મુનિને કહ્યું: હણાયેલા ઘણા ધાન્યજીવાથી શું? હણેલા એક હાથી શ્રેષ્ઠ છે, જેથી લાંખા કાળ પસાર કરી શકાય. [અર્થાત્ ધાન્યનું ભાજન કરવાના બદલે હાથીના માંસનુ` ભાજન કરવુ' જોઇએ. કારણ કે ધાન્યના ભેાજનમાં ધાન્યના અનેક જીવા મરે છે. હાથીના માંસમાં એક જ હાથી મરે છે. એક હાથી મારીને મેળવેલું માંસ ઘણા વખત સુધી ચાલે છે. આમ હાથીનુ માંસ ખાવામાં હિંસા એછી થાય.] તાપસાએ આ પ્રમાણે કહ્યું એટલે પાંચસે મુનિએથી પરિવરેલા આ કમુનિ જે દિશામાં હાથી લેાઢાની સાંકળેાથી બાંધેલા છે તે દિશા તરફ ગયા. તે હાથીએ ભક્તિથી નમ્ર લાકેથી વંદાતા મુનિને જોઇને કમ લઘુતાથી નમવાની ભાવના કરી. અયસ્કાંત મણિ (=લેાચુ ખક) સમાન મહિષના દર્શીનથી જતેની સાંકળે। તૂટીને પાપની જેમ દૂર પડી ગઈ. (હાથી મુનિ તરફ દોડવો.) હાથીને આવતા જોઈને લોકો પલાયન થઈ ગયા. ગમે તેટલા પવન હોય તો પણ મેરુ સ્થિર રહે તેમ મુનિ ભય પામ્યા વિના સ્થિર રહ્યા. હાથીએ મસ્તક નમાવીને મુનિના ચરણાને સ્પર્શી સ્પર્શીને પ્રણામ કર્યા, અને પરમ સુખને પ્રાપ્ત કર્યું. મુનિના અતિશય પ્રભાવ જોઈને તાપસે ગુસ્સે થયા. પણ આર્દ્ર ક મહર્ષિએ તે બધાને પ્રતિખાધ પમાડ્યો. તેથી સ`વેગ અને નિવેદથી યુક્ત તેમણે વીરજિનને નમીને મેાક્ષની ઈચ્છાથી ચારિત્ર લીધું.
૪૩
ત્યાં અભયકુમાર સહિત શ્રેણિકરાજાએ આર્દ્ર મુનિને વંદન કર્યું.. આ કમુનિએ રાજાને ધર્મલાભરૂપ આશીર્વાદ આપ્યા. રાજાએ કુશળતા પૂછીને મુનિને કહ્યું: હું મહિષ હાથીના બંધનથી છૂટવાના આશ્ચર્યકારી પ્રસંગ સાંભળવાને ઈચ્છુ છુ. મુનિએ કહ્યુંઃ હે મહારાજ! હાથીનું બંધનથી છૂટવુ એ આશ્ચર્યકારી નથી, પણ સૂતરના તાંતણાઓના બંધનથી છૂટવું એ મને અતિશય દુષ્કર લાગે છે. શ્રેણિકે પૂછ્યું: તે કેવી રીતે? આથી મુનિએ રેટિયાના અને સૂતરના તાંતણાના પ્રસંગ વિસ્તારથી કહ્યો. તથા ધ પ્રાપ્તિમાં ઉપકારી હાવાથી અભયકુમારની પ્રશ ંસા કરી. નિષ્ઠાણુવત્સલ એવા તેં મને પ્રતિબંધ પમાડ્યો એમ કહીને સઘળા વૃત્તાંત અભયકુમારને જણાવીને ધમ લાભરૂપ આશીર્વાદ આપ્યા. આ પ્રમાણે આ મુનિનું આશ્ચયકારી ચરિત્ર સાંભળીને શ્રેણિક અને અભયકુમાર સહિત સ લેાકેા હર્ષ પામ્યા. પછી બધા પોતાના ઘરે ગયા. આ કમુનિએ રાજગૃહનગરમાં જિનેન્દ્ર શ્રી વીરસ્વામીને વંદન કર્યુ. પછી પોતાના મનુષ્યભવને સફળ કરીને અને સર્વ કર્મીના નાશ કરીને આકમુનિ મેક્ષ પામ્યા. વિશુદ્ધ સવેગથી દીક્ષા લીધી હાવા છતાં અને તે જ ભવમાં મેાક્ષમાં જનારા હેાવા છતાં આકમુનિ ચાવીશ વર્ષો સુધી ગૃહવાસમાં રહ્યા. ખરેખર ! વિષયા ભય‘કર છે ! [૩૦]
સામાન્ય માનવની વાત દૂર રહી, તીથ કરના હસ્તે દીક્ષિત બનેલાને પણ સ્રી– સ'ગથી દાષ થાય એમ જણાવે છેઃ