Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૭૫
હજાર રાજાઓ, બે હજાર રથ, સે હાથી, પાંચ હજાર અથવો, સેળ હજાર પાયદળ લશ્કર- આટલું સૈન્ય ગોઠવાયું. ચક્રના અંતે (=ચકની પરિધિમાં) સવા છ હજાર રાજાઓ રહ્યા. ચક્રની મધ્યમાં પાંચ હજાર રાજાઓની સાથે જરાસંધ રહ્યો. ચક્રના પૃષ્ઠભાગમાં કૌરવ અને ગાંધાર રાજાઓનું સૈન્ય રહ્યું. ચકબૂહની બહાર વિવિધ વ્યુહ રચીને રહેલા રાજાઓ યુદ્ધ માટે યાદવેશ્વરેને ઈચ્છતા રહ્યા. તે સાંભળીને યુદ્ધરૂપી સમુદ્રમાં માછલા સમાન યાદવેએ પણ ચક્રવ્યુહને જીતવાની ઈચ્છાથી ગરુડબૂહની રચના કરી. ચક્રવ્યુહની મધ્યમાં અર્ધકેટિ (=પચાસ લાખ) કુમારોને રાખ્યા. ચક્રવ્યુહના મસ્તકે કૃષ્ણ અને બલભદ્ર રહ્યા. તેમની ચારે બાજુ સર્વ રાજાએ તેવી રીતે રહ્યા કે જેથી તે જોઈને પણ શત્રુઓનું અતિશય અભિમાન ઓગળી જાય. ઇ અવધિજ્ઞાનથી જાણીને શ્રીનેમિકુમાર માટે દિવ્યશથી અલંકૃત અને માતલિસારથિવાળા પોતાના રથને મોકલ્યા.
હવે યુદ્ધ કરવા માટે બંને પક્ષના સેનાધિપતિઓ સામસામે આવ્યા. યુદ્ધના મેદાનમાં ત્રણ લેકને આશ્ચર્ય પમાડનારું કે લાહલવાળું યુદ્ધ શરૂ થયું. વીર પુરુષોએ કરેલા પરસ્પર તલવારના ઘાથી અગ્નિ ઉત્પન્ન થયે. તે જ અગ્નિને વીર પુરુષના શરીરના લેહીના તરંગેએ શાંત કર્યો. પાયદળસૈન્યના પૃથ્વી ઉપર પડતા પગોથી ઉડતી ધૂળથી અંધકાર ફેલાયે, અને તૂટતા કેયૂરના રત્નસમૂહથી ક્ષણવારમાં પ્રકાશ પણ થયે. ચતુરંગી સેનાના વિનાશથી ફેલાતા લેહીના તરંગથી જાણે લાલ કરાયેલ હોય તેવો સૂર્ય અસ્તાચલ પર્વતના શિખર ઉપર આવ્યું. ત્યાં રણમેદાનમાં છેદાયેલ મસ્તકવાળા અને અતિભયંકર ધડે લેહીથી તુષ્ટ થયેલા વેતાલની જેમ ચારે બાજુ નૃત્ય કરવા લાગ્યા. તે વખતે ત્યાં સુભટના સિંહનાથી ચારે બાજુ પૂરાયેલા આકાશમાં નારદ તાળીઓ પાડીને નાચવા લાગ્યા. જિતમેળવનારા યાદ નચ લય એ અવાજ કરતા યુદ્ધથી નિવૃત્ત થયા. જેને સેનાધિપતિ હણાયો છે એવું જરાસંધનું સૈન્ય પણ યુદ્ધથી નિવૃત્ત થયું.
બીજા દિવસે જરાસંધે દમષના પુત્ર શિશુપાલને સેનાપતિ બનાવ્યું. તેણે સ્મિત કરીને કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ! તું ગોકુલનું રક્ષણ કર. ઈત્યાદિ બેલતા તેનું મસ્તક કૃષ્ણ જેમ કુંભાર ચક્રમાં રહેલા ઘડાને દેરાથી કાપી નાખે તેમ, તલવારથી કાપી નાખ્યું. જરાસંધે રામના દશપુત્રને મારી નાખ્યા ત્યારે રામે પણ દેડીને જરાસંધના અઠ્ઠાવીસ પુત્રને મારી નાખ્યા. વળી કૃષ્ણ જરાસંધના એગણસિતેર પુત્રોને મારી નાખ્યા. પુત્રવધના રેષથી અંધ બનેલે જરાસંધ પણ દેડ્યો. તેણે ગદાથી રામને હણ્યા. આથી લેહીની ઉલટી કરતા રામ પૃથ્વી ઉપર પડ્યા. તેણે કૃષ્ણરૂપી સૂર્યને દઢ લોખંડના
૧ જે કે અહીં માત્ર રાવઃ એ જ પ્રયોગ છે. એટલે એનાથી કૃષ્ણરૂપી સૂર્ય એ અર્થ ન નીકળે, પણ બારૂપી દુર્દિન એવી જે ઉપમા છે તેને બંધ બેસતી કરવા મેં કૃષ્ણરૂપી સય એવો અર્થ કર્યો છે.