Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૪ર
શીલેાપદેશમાલા ગ્રંથના
હાવાથી મારી કઈ ગતિ થશે? પછી શ્રીમતીની રજા લઈને મુનિવેશ પહેરીને પવનની જેમ ( અપ્રતિબદ્ધપણે ) વિહાર કર્યાં. આ કમુનિએ એકવાર રાજગૃહનગરના માર્ગમાં પેાતાના પાંચસે સામતાને જોઈને ઓળખી લીધા. તે સામંતા ચારી કરીને પેાતાના નિર્વાહ કરતા હતા. આથી મુનિએ તેમને પૂછ્યું: પેટને પૂરવાના બીજા ઉપાચા હાવા છતાં તમેાએ આ શે ધંધા શરૂ કર્યાં છે ? તેમણે પણ મુનિને આ પ્રમાણે કહ્યુંઃ જ્યારથી આપે અમને વનમાં મૂકી દીધા ત્યારથી અમે શરમથી સ્વામીને પેાતાનું સુખ બતાવતા નથી. આપને જ શેાધતા અમે આટલી ભૂમિ સુધી આવ્યા છીએ. જીવનનિર્વાહના બીજો ઉપાય ન મળવાથી ચારીથી જીવીએ છીએ. મુનિએ કહ્યું : હે ભદ્રો! સાંભળેા, તમે ભવ્ય છે, તેથી હું તમને મળ્યા છું. માટે પોતે આચરેલા પાપની આલેાચના કરીને ધર્મને આદરો. મુનિની ધર્મમય દેશના સાંભળીને પુણ્યશાલી તે રાજપુત્રાએ સ'સારરૂપી સમુદ્રથી તારનારી દીક્ષા લીધી.
ઃ
તેમનાથી યુક્ત આદ્રમુનિ મહાવીર ભગવાનને વંદન કરવા રાજગૃહનગર તરફ ગયા. રસ્તામાં મળેલા ગાશાળાએ તેમની સાથે વિવાદ શરૂ કર્યાં. તેણે કહ્યું : અહા ! માત્ર કષ્ટ જ જેનું ફૂલ છે તેવા આ તપ નિરક કરવામાં આવે છે, કારણ કે સુખ અને દુઃખ વગેરે ભાગવવામાં ૧નિયતિ જ પ્રમાણ છે. જીવ સેંકડા ઉપાયાથી જે કાને સાધી શકતા નથી તે કાર્ય નિયતિબળથી સહેલાઈથી થઈ જતું દેખાય છે. આદ્રકમુનિએ કહ્યું : જેમ તેમ ન એલ. નિયતિ અને પુરુષાર્થ એ બંનેથી કા સિદ્ધિ થાય છે. જેમકે-થાળીમાં રહેલું ભાજન કર્મથી પ્રાપ્ત થયું છે. થાળીમાં રહેલું તે ભાજન જ્યાં સુધી હાથ મુખમાં ન મેલે ત્યાં સુધી સુખમાં પેશતુ' નથી. અથવા કાઇક કાર્ય નિયતિથી થાય છે અને કાઇક કાર્ય પુરુષાથ થી થાય છે. આથી કાર્ય નિયતિ અને પુરુષા એ ઉભયસ્વરૂપ જ છે, કયારેય એકસ્વરૂપ નથી જ. કહ્યું છે કે—“ભાગ્યનુ ખળ અચિંત્ય છે’ નિયતિનું ખળ અચિંત્ય છે, અને પુરુષાનું બળ પણ અચિંત્ય છે. ખાદેલા ફૂવા વગેરેમાં કયારેક આકાશમાંથી પાણી પડે છે તેા ચારેક પાતાળમાંથી પણ પણી આવે છે. '' આ પ્રમાણે આ કમુનિએ દુષ્ટાત્મા ગાશાળાને નિરુત્તર કર્યાં. કૌતુકવાળા દેવા, વિદ્યાધરા અને ગધાએ તેમની સ્તુતિ કરી.
હવે મુનિ હસ્તિતાપસેાના આશ્રમમાં આવ્યા. તે આશ્રમમાં જીવદયાના આભાસથી ધર્માંમાં ભ્રાન્તિવાળા તાપસેા રહેતા હતા. અર્થાત્ તે તાપસેા જીવહિંસાને પણ અજ્ઞાનતાથી જીવદયા માનતા હતા. તે આશ્રમ હાથીના માંસથી ભરેલું હતું. [કારણ કે તે તાપસે
૧ નિયતિ એટલે ભવિતવ્યતા. જે કાળે જે થવાનું હેાય તે થાય તેને ભવિતવ્યતા કહેવામાં આવે છે. બધું જ ભવિતવ્યતા પ્રમાણે થાય છે, પ્રયત્ન કરવા નિરર્થીક છે એમ માનનાર નિયતિવાદી કહેવાય. ગૈાશાળા નિયતિવાદી હતા. આથી તેણે પાતાના નિયતિવાદનું સમન કરવા મુનિની સાથે વાદ શરૂ કર્યાં.