Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
४६
શીલપદેશમાલા ગ્રંથને, ગયે. જેમ ક્ષીણ થયેલા મંત્રવાદીઓ દુષ્ટભૂતને મંત્રથી વશ ન કરી શકે તેમ શ્રેણિકપુત્ર તેને વશમાં લાવવા સમર્થ ન થયા. જેમ જાંગુલીનું વચન સાંભળીને સર્પ શાંત થઈ જાય તેમ હાથી નંદિષણનું વચન સાંભળીને પૂર્વભવને યાદ કરીને જાણે ચિત્રમાં આલેખાયેલું હોય તેમ શાંત થઈ ગયે. બાળક જેમ બકરા ઉપર બેશે તેમ નંદિષેણ તે હાથી ઉપર બેસીને સહેલાઈથી તેને આલાનસ્તંભ પાસે લઈ આવ્યો. તેને સુંદરલક્ષણેથી પૂર્ણ જાણે બીજે યુવરાજ હોય તે જાણીને શ્રેણિક રાજાએ પટ્ટહસ્તી કર્યો.
એકવાર અંતઃપુર અને પુત્રના સમૂહથી યુક્ત શ્રેણિક રાજા ગુણશિલ નામના ઉદ્યાનમાં શ્રી મહાવીર પ્રભુને વંદન કરવા ગયે. ભગવાનની (દાન–શીલ-તપ-ભાવ એ) ચાર પ્રકારની કણ માટે અમૃત સમાન દેશના સાંભળીને અભયકુમાર વગેરેએ ગૃહસ્થધર્મના સારને મેળવ્યું. શ્રેણિકને પૂછીને કોઈ પણ રીતે વ્રતલેવાની ઈચ્છાથી શ્રી વીર પ્રભુની પાસે જતા શ્રેષ્ઠ બુદ્ધિવાળા નંદિષેણને આકાશમાં રહેલી દેવીએ સ્પષ્ટ કહ્યુંઃ હે વત્સ! શું ભેગફલવાળું કર્મ ભગવ્યા વિના ક્ષય પામે ? અર્થાત્ ન પામે. આથી તું સમયની રાહ જો, બેટી ઉતાવળ ન કર. ચારિત્રાવરણીય કર્મને ઘરમાં જ ( રહીને) ખપાવ. સાધુના માર્ગમાં રહેલા મને કર્મ શું કરશે ? એ પ્રમાણે ધીરતાનું આલંબન લઈને નંદિષેણુ શ્રીવીરપ્રભુની પાસે ગયે. પ્રભુએ પણ તેને ચારિત્ર લેવાને નિષેધ કર્યો. પણ તે આગ્રહથી અટક્યો નહિ. હાથીના બે દાંત આગળના ભાગમાં જ હોય છે, પાછળ નહિ. હર્ષથી દીક્ષા લઈને તે પ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા. અતિશયદુસહ તપથી પોતાના શરીરને કૃશ કરી નાખ્યું. ઉત્પન્ન થતી ભેગેચ્છાને બળાત્કારથી નિરોધ કરવાની ઈચ્છાવાળા તેમણે શ્મશાન વગેરેમાં વિશેષ કરીને ઘેર આતાપના કરવા લાગ્યા. આમ છતાં ઇંદ્રિયરૂપી ચેર વિકારરૂપ અરણ્યની અતિશય સન્મુખ આવવા લાગ્યા. આથી માની એવા તેમણે આપઘાતને વિચાર કર્યો. શસ્ત્રથી શરીરને કાપવા લાગ્યા એટલે દેવીએ શાને બુઠું કરી દીધું. અગ્નિમાં પડવા લાગ્યા એટલે દેવીએ અગ્નિને ઠંડે કરી દીધો. ઝેરને ખાવા લાગ્યા એટલે દેવીએ ઝેરને શક્તિહીન કરી નાખ્યું. લટકીને ગળે ફાંસો ખાવા લાગ્યા ત્યારે દેવીએ બંધનને પાંદડાની જેમ છેદી નાખ્યું. પર્વત ઉપરથી પડવા લાગ્યા ત્યારે દેવીએ પકડીને આદરપૂર્વક કહ્યું? આ સંસારમાં શું કર્મને ભોગવ્યા વિના કઈ ખપાવવા સમર્થ થાય છે? ભોગવવા ગ્ય કર્મ તીર્થંકરને પણ અવશ્ય ભેગવવું જ પડે છે. તેથી તમે નિરર્થક જ પ્રયત્ન કરો છો. મારા વચનને કેમ યાદ કરતા નથી ?
અતિશય તપ કરનારા તે એકવાર છઠુતપના પારણે અજાણથી એકલા વેશ્યાના ઘરમાં પ્રવેશ્યા. ધર્મલાભ એ પ્રમાણે કહીને મુનિ જેટલામાં પાછા ફરી રહ્યા હતા તેટલામાં વેશ્યાએ હસીને આ પ્રમાણે કહ્યું અમારે ધર્મલાભનું કામ નથી, અને તે કેવલ ધનલાભ થાઓ.
૧. જાંગુલી=સર્પના ઝેરને ઉતારવાને મંત્ર જાણનાર.