Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ અને સર્વ સસરાઓને કહીને હસ્તિનાપુર ગયે. શ્રીષેણરાજાએ શંખ ઉપર રાજ્યધુરાને નાખીને દીક્ષા લીધી અને શુભધ્યાનથી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. એકવાર હસ્તિનાપુર પધારેલા શ્રીષેણ કેવલીએ સુવર્ણકમલ ઉપર બેસીને ધર્મદેશના આપી. શંખરાજા અંતઃપુર સહિત ત્યાં વંદન કરવા આવ્યો. ધર્મ સાંભળીને વૈરાગ્યને પામેલા તેણે કેવલીને પૂછયું : હે સ્વામી! સત્ય વિચારથી (=પરમાર્થથી) સંસાર અસાર છે, તે પણ મારે યશોમતી વિષે પ્રેમનું બંધન શા માટે છે? કેવલજ્ઞાનરૂપી પ્રકાશથી ચરાચર વિશ્વને જાણનારા કેવલી ભગવંતે તેમને પૂર્વભવને સંબંધ અનુબંધ (=પરંપરા) સહિત કહ્યો. હે રાજન! ધનના ભવમાં એ તમારી ધનવતી નામની પ્રિયા હતી. બીજા ભવમાં તમે બંને પહેલા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્રીજા ભવમાં તમે ચિત્રગતિ થયા અને એ (તમારી પ્રિયા) રત્નાવતી થઈ. ચોથા ભવમાં તમે બંને માટેન્દ્ર દેવલોકમાં ગયા. પાંચમા ભવમાં તમે અપરાજિત રાજકુમાર થયા, અને એ પ્રીતિમતી (તમારી પ્રિયા) થઈ. છઠ્ઠા ભવમાં તમે બંને આરણ દેવલોકમાં ગયા. સાતમા ભવમાં એ તમારી યશોમતી નામની પત્ની થઈ છે. આઠમા ભાવમાં અપરાજિત વિમાનમાં તમે બંને દેવ થશે. ત્યાંથી ચ્યવીને તમે ભરતક્ષેત્રમાં યાદવકુળમાં જન્મ પામીને બાવીસમાં નેમિનામના તીર્થકર થશે. આ યશોમતી રામતી નામની કન્યા થશે. તમારા પ્રત્યે જ અનુરાગવાળી તે પરણ્યા વિના દીક્ષા લઈને પછી મુક્તિમાં જશે. આથી આ પ્રેમનો આવેગ જાગતે છે, ( ઊંઘતે નથી), અને બંનેને નવમા ભાવમાં મુક્તિના ફલરૂપે પરિણમશે. પૂર્વભવમાં તમારા જે બે નાના બંધુઓ હતા તે આ બે બંધુઓ અને મતિપ્રભ મંત્રી એ ત્રણ તમારા ગણધર થશે. પછી શંખરાજાએ પુત્ર કંડરીકને રાજ્ય ઉપર બેસાડીને પ્રિયા, નાના બે બંધુઓ અને મંત્રીની સાથે દીક્ષા લીધી. વિશ્વને શાંતિ આપવામાં સમર્થ આ શંખમુનિ કેઈ અપૂર્વ શંખ હતે, કે જે શંખતપરૂપી તાપને પામવા છતાં રાગની સહાય ન લીધી. અરિહંતભક્તિ આદિથી વિશસ્થાનકની આરાધના કરીને શંખમુનિએ તીર્થકર નામ કર્મને શુદ્ધ (=ઢ) નિકાચિત કર્યું. વૈરાગ્યને વહન કરતા, આસક્તિરહિત અને શુદ્ધતાને ધારણ કરતા શંખમુનિ શંખની જેમ શોભતા હતા, પણ અંદર (=અંતરમાં) વક્રતાથી રહિત હતા. સંલેખના કરીને ભાવના, ક્ષમાપના, દુષ્કૃતગહ, અનશન, ચાર શરણને સ્વીકાર અને પંચપરમેષ્ઠીને નમસ્કાર આ છ પ્રકારે આરાધના કરવાપૂર્વક અંતરંગ શત્રુઓને ક્ષય કર્યો. પછી મમતારહિત બનેલા તે મુનિએ પાદપપગમનને સ્વીકાર કર્યો. શંખમુનિ મૃત્યુ પામીને યશોમતી આદિની સાથે અપરાજિત નામના અનુત્તર વિમાનમાં ગયા.
૧. શંખના પક્ષમાં રાગ એટલે રંગ. ભૌતિક શંખ તાપને સહન કરે તે તેને રાગ=રંગ બદલાઈ જાય છે, પણ ભગવાન તપરૂપી તાપને સહન કરવા છતાં રાગને આધીન બનતા નથી.
૨. શંખ અદર વક્ર હોય છે.