Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
શીલપદેશમાલા ગ્રંથન ચેથા-પાંચમા વ્રતને ભંગ કેવી રીતે થાય તે જણાવે છે -
अब्बंभ पयर्ड चिय, अपरिग्गहियस्स कामिणी नेय ।
इय सीलबज्जियाणं, कत्थ वयं पंचवयमूलं ॥२५॥ ગાથાથ-ટીકા-શીલભંગમાં ચેથા વ્રતને ભંગ તે સ્પષ્ટ જ છે. પરિગ્રહ રહિતને શી હતી જ નથી, તે તેને ઉપભેગ ક્યાંથી હોય? અર્થાત્ પરિગ્રહ વિરમણ વ્રતના ભંગ વિના સ્ત્રી પણ ન રાખી શકાય. આ પ્રમાણે શીલરહિત છને પાંચત્રનું મૂળ એવું શીલવત ક્યાંથી હોય? અર્થાત્ શીલને ભંગ થતાં પાંચે ય વ્રતને ભંગ થાય છે. [૨૫]. વિષયાસક્ત જીવ ગુરુ ન હોઈ શકે એ ઉપદેશ આપે છે –
ता कह विसयपसत्ता, हवंति गुरुणो तहा पुणो तेहिं ।
મા વિનાના ગાળા, મળિય કશો અરે રદ્દા ગાથાથ-ટીકાથ-તેથી વિષયમાં આસક્ત છ ગુરુ કેવી રીતે હોય? કારણકે એક વ્રતના ભંગમાં સર્વત્રને ભંગ થાય છે અને જે શીલવંત હોય તે જ ગુરુ સેવવા લાયક છે. તથા દુરશીલ તે ગુરુઓએ જિનાજ્ઞા ભાંગી છે. કારણકે શારામાં આ (=હવે પછીની ગાથામાં કહેવાશે તે) કહ્યું છે. [૨૬] શાસ્ત્રમાં શું કહ્યું છે તે કહે છે -
न हु किंचि अणुनायं, पडिसिद्धं वावि जिणवरिंदेहिं ।
मुत्तुं मेहुणभावं, न तं विणा रागदोसेहि ॥२७॥ ગાથાથ-તીર્થકરોએ સાવદ્યરૂપ કઈ પણ કાર્યની એકાંતે અનુજ્ઞા આપી નથી, અને એકાંતે નિષેધ પણ કર્યો નથી. પણ મૈથુનને એકાંતે નિષેધ કર્યો છે. કારણકે મૈથુન રાગદ્વેષ વિના થતું નથી.
ટીકાથ-જે નિર્વાહ ન થાય તે સાવવનો પણ સ્વીકાર કર્યો છે, અર્થાત્ સાવવા પણ કાર્ય કરવાની અનુજ્ઞા આપી છે. તાત્પર્ય કે અનુજ્ઞાત અને નિષિદ્ધ એ બંને ય સર્વત્રતમાં ઉત્સર્ગ અને અપવાદથી સંમત પણ છે અને અસંમત પણ છે. સૂરિઓમાં ઉત્તમ પૂજ્યશ્રી જિનવલભસૂરિએ કહ્યું છે કે-“નિર્દોષ આહાર આદિથી જ્યારે સાધુન નિર્વાહ થઈ શકતો હોય તેવા અવસરે પણ દેષિત આહાર આદિનું દાન આપનાર અને લેનાર બંનેને અહિતકારી છે. નિર્દોષ આહાર આદિથી નિર્વાહ ન થતું હોય ત્યારે (માંદગી આદિમાં) દેષિત આહાર આદિનું દાન આપનાર અને લેનાર બંનેને હિતકર છે. આ વિષે રોગીનું દષ્ટાંત છે, જ્વરાદિથી પીડાતા રેગીને ઘેબર વગેરે આપનાર વૈદ્ય જેમ