Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૩૯ હવે આદ્રક રાજાએ (શ્રેણિક રાજા માટે મોતી વગેરે ભેટશું આપીને) પોતાના પુરુષોની સાથે મંત્રીને જવાની રજા આપી. આદ્રકુમારે પણ અભયકુમાર મંત્રીને મોતી વગેરે કહ્યું. રાજગૃહનગરમાં આવીને મંત્રીએ શ્રેણિકને આદ્રરાજાએ મેકલેલું ભેટશું આપ્યું અને અભયમંત્રીને સંદેશાની સાથે આદ્રકકુમારે મેકલેલું ભેટશું આપ્યું. અભયકુમારમંત્રીએ વિચાર્યું કે આ કેઈ આસન્નભવ્ય (=નજીકમાં મેક્ષમાં જનાર) જીવ છે, જિનશાસનની અતિશય ઈચ્છાવાળો છે. પૂર્વે ચારિત્રની વિરાધના કરીને અનાર્યોમાં ઉત્પન્ન થયું છે. અભવ્ય કે દૂરભવ્ય જીવ મારી સાથે મૈત્રીને ઈચ્છતું નથી. કારણ કે સમાન ધર્મવાળા જીની પરસ્પર પ્રીતિ થાય છે. તેથી તેને તીર્થંકરની પ્રતિમા અવશ્ય મેકલવી જોઈએ. તે જિનપ્રતિમાને જોઈને જાતિસ્મરણ પામીને સમ્યકત્વ પામશે. આ પ્રમાણે વિચારીને બુદ્ધિમાન અને ધર્માનુરાગી અભયકુમારે આદિનાથની પ્રતિષ્ઠિત થયેલી સેનાની પ્રતિમાને પૂજાનાં ઉપકરણે સહિત નાની પેટીમાં મૂકી. એ નાની પેટીને મોટી પેટીમાં મૂકી. તે પેટી રાજાના ભેટશુઓની સાથે આકરાજાના પુરુષના હાથમાં આપી. પેટીને ઉઘાડીને આદિનાથની પ્રતિમાને જોઈને હર્ષ થી પૂર્ણ બનેલા આકુમારે પણ ચિત્તમાં વિચાર્યું કે આ આભૂષણ કંઠમાં પહેરાય? મસ્તકે પહેરાય? કે હૃદય ઉપર ધારણ કરાય ? આને પૂર્વે મેં જોયું છે એમ વિચારતે તે જાતિસ્મરણ પામ્યો. તેણે વિચાર્યું. આ ભવથી ત્રીજા ભવે હું મગધ દેશમાં વસંતપુરનગરમાં સામાયિક નામનો કણબી હતા. મારી બંધુમતી નામની પત્ની હતી. હવે એકવાર મેં પત્નીની સાથે ધર્મ સાંભળીને વૈરાગ્યસહિત દીક્ષા લીધી. એકવાર સાદવીઓની મથે રહેલી પત્નીને જોઈને પૂર્વના અનુરાગથી મેં તેની ઈચ્છા કરી. તે જાણીને પત્નીએ આ મુનિ મારા અને પોતાના વતને ભંગ ન કરે એવા આશયથી અનશનને સ્વીકાર કર્યો. અનશનનું પાલન કરીને મૃત્યુ પામીને તે દેવલોકમાં ગઈ. આ સાંભળીને વ્રતભંગના ભયથી મેં પણ અનશન સ્વીકાર્યું. હું મરીને દેવ થયા. ત્યાંથી અનાર્યોમાં ઉત્પન્ન થયે. મારે તે ગુરુ છે અને તે બંધુ છે કે જેણે મને પ્રતિબંધ કર્યો. આ પ્રમાણે વિચારીને તેણે અભયકુમારને જેવાને મનોરથ કર્યો.
તેણે પિતાને કહ્યું હું અભયકુમારને જેવાને ઈરછુ છું. પિતાએ કહ્યુંઃ આપણે સ્વસ્થાનમાં રહીને જ શ્રેણિકની સાથે પ્રીતિ કરીએ છીએ. પિતાએ તેને રોક્યો, પણ તે સ્વયં જવા માટે ઉત્સુક હોં. આથી તે અનુરાગવાળી કુલીની જેમ જવા માટે કે રહેવા માટે સમર્થ ન બને. નહિ જોયેલા પણ અભયકુમારના ગુણેને જોયેલા હોય તેમ દઢ વિચારતે તે ઘરમાં કે વનમાં એમ ક્યાંય સ્વસ્થતાને ન પામ્યો. અન્ય કાર્યોને ત્યાગ કરીને અભયકુમારને જ ગીની જેમ એકાગ્રતાથી ચિત્તમાં ધારણ કરતા તેણે પતિની પ્રાપ્તિ માટે 'પ્રેષિતાની જેમ કષ્ટથી દિવસ પસાર કર્યો. અભયકુમારની વાત કરતે
૧. પ્રેષિતા એટલે જેને પતિ પરદેશ ગયેલ છે તેવી સ્ત્રી. જેમાં પ્રોષિતા પતિના વિરહથી કષ્ટથી દિવસ પસાર કરે તેમ આદ્રકુમારે. અભયકુમારના વિરહથી કષ્ટથી દિવસ પસાર કર્યો.