Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
શીલપદેશમાલા ગ્રંથને ગાથાર્થ-જે વિષયાસક્ત પણ પુરુષ કે સ્ત્રીને ગુરુ તરીકે આદર કરાય છે તે પરસ્ત્રીગામીઓએ અને વેશ્યાઓએ શે અપરાધ કર્યો છે?
ટીકાથ– જે વિષયમાં આસક્ત પણ વ્યાસ, વિશ્વામિત્ર અને વસિષ્ઠ બ્રાહ્મણ વગેરે પુરુષને અથવા વિષયમાં આસક્ત બનેલી પણ પાર્વતી અને અરુંધતી વગેરે સ્ત્રીને ગુરુ તરીકે આદર કરાય છે તો પરીગામી પુરુષોએ અને વેશ્યાઓએ શે અપરાધ કર્યો છે? (જેથી તેમને ગુરુ તરીકે ન માનવા.) કારણ કે ગુણની દષ્ટિએ એ બધામાં કઈ ભેદ નથી. આ પ્રમાણે મિથ્યાત્વીઓનો આ ઉપહાસ છે. કહ્યું છે કે–“ જે સરાગી દેવ હેય, અબ્રહ્મચારી પણ ગુરુ હોય અને દયાહીન પણ ધમ હોય, તો તો ખેદની વાત છે કે આ જગત વિનાશ પામ્યું છે. ” (લે. શા. પ્ર. ૨. ગા. ૧૪) આ પ્રમાણે લોકિક દેવાનું અને ગુરુઓનું શીલ રહિતપણું જાણવું. તેમનું શીલરહિતપણું (તેમના) શાસ્ત્રોમાં કહેલી યુક્તિઓથી જ અમે જણાવ્યું છે. સ્વમતમાં (જૈનમતમાં) પણ બધા જ દેવો અને તાપસ અવિરત હેવાથી જ દુશીલતાનું ભાજન છે. આથી આમાં આગમન વિરેાધ નથી. [૨] હવે ચેથા વ્રતનો ભંગ થતાં બાકીના ચાર વ્રતોને પણ ભંગ થાય એમ કહે છે?
मेहुणसनारूढो, नवलक्ख हणेइ सुहुमजीवाणं ।
રય ગાથમવયાગો, હિંસા જીવામિદ રરૂ ગાથાર્થ – અબ્રહ્મનું સેવન કરનાર પુરુષ ઉત્કૃષ્ટથી નવ લાખ સૂકમજીને હણે છે, આવા આગમના વચનથી શીલનાં ભંગમાં પહેલી જીવહિંસા થાય છે, અર્થાત્ શીલભંગ કરનારે પહેલાં જ પ્રાણાતિપાત વિરમણવ્રતની વિરાધના કરી.
ટીકાથ- સૂક્ષમ એટલે કેવલજ્ઞાનીથી જ જાણી શકાય તેવા સૂક્ષમજી. અબ્રહ્મનું સેવન કરનાર પુરુષ ઉત્કૃષ્ટથી નવલાખ સૂરમજીવોને હણે છે. આગમમાં કહ્યું છે કે“સ્ત્રીની યોનિમાં એક, બે, ત્રણ યાવત્ ઉત્કૃષ્ટથી લક્ષપૃથકત્વ(=બે લાખથી નવલાખ) બેઈદ્રિય જીવે ઉત્પન્ન થાય છે. ૧. પુરુષની સાથે સ્ત્રીને સંગ થતાં તે જીવો નાશ પામે છે. જેમ વાંસની નળીમાં તપેલા લોઢાનો સળિયો નાખવામાં આવે તો વાંસનો નાશ થાય છે, તેમ પુરુષની સાથે સ્ત્રીને સંયોગ થતાં સ્ત્રીની યોનિમાં ઉત્પન્ન થયેલા બેઈદ્રિય જીને વિનાશ થાય છે. ૨. એક મનુષ્ય ભોગવેલી નારીના ગર્ભમાં ગર્ભાજપ ચેંદ્રિય મનુષ્પો એક વખતે ઉત્કૃષ્ટથી નવલખ ઉત્પન્ન થાય છે. તે નવલાખમાંથી એક અથવા બેને સંતાનપણે જન્મ થાય છે, બાકીના બધા ત્યાં જ એમને એમ વિનાશ પામે છે. ૩. વળી (ભગવતીસૂત્ર શ. ૨ ઉ. ૫ માં) કહ્યું છે કે-હેભગવંત! મૈથુન સેવનાર પ્રાણુ કે અસંયમ કરે છે? હે ગૌતમ! જેમ