Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
૩૨
શીલપદેશમાલા ગ્રંથને રાગથી અદ્વિતીય મનહર સંગીત કર્યું. બ્રહ્માની બધી ઇંદ્રિય દેવાંગનાઓના ગીત, નૃત્ય અને વાજિંત્રોથી વ્યાક્ષિત બની ગઈ, ક્ષણવારમાં કાયા હરણની જેમ ચેષ્ટારહિત બની ગઈ. હવે દેવાંગનાઓએ કહ્યું: તપને છેડીને ઈચ્છિત વરદાન માગો. દેવાંગના. ઓમાં રંભા નામની દેવાંગનાએ સારા આડંબરવાળી વાણીથી બ્રહ્માને કહ્યુંઃ આ અમે છીએ, આ બકરો છે, આ દારૂ છે. હે પ્રભુ! જે અમારા ઉપર આપની કૃપા હોય તે આ ત્રણમાંથી કોઈ એકને સ્વીકાર કરો. બ્રહ્માએ વિચાર્યું કે દેવીઓને ભેગવવામાં આવે તે તપને નાશ થાય. બકરાને જીવઘાત કરે તપસ્વીઓને ઉચિત નથી. પાણી જે દારૂ તે શિષ્ટ પુરુષોમાં અશુભ ગણાતો નથી. આથી દારૂ પીવાનું સ્વીકારીને બ્રહ્માએ નિઃશંકપણે દારૂ પીધે. પછી દારૂના ઉન્માદવાળા અને ભૂખથી ઘેરાયેલા બ્રહ્માએ બકરાને હણીને ખાધે. પછી દેવીઓને ભેગવવાની ઈચ્છા કરી. આ પ્રમાણે દેવીઓએ બ્રહ્માની પરીક્ષા કરી. હવે દેવીઓએ વિચાર્યું કે, નવા તપથી તે અમોએ એને ભ્રષ્ટ કરી દીધે છે, અર્થાત્ ન તપ કરવાનું તે બંધ કરાવી દીધું છે, પણ પૂર્વે કરેલા તપને તે કેવી રીતે વેચે ? અર્થાત્ પૂર્વે કરેલા તપને વેચી દે તેવું હવે કરવું જોઈએ. આ પ્રમાણે વિચારીને તે દેવીએ તે જ વખતે નૃત્ય કરતી કરતી દક્ષિણ દિશામાં ગઈ તેથી બ્રહ્માએ એક કોડ વર્ષના તપથી (=એક કોડ વર્ષના તપના પુણ્યથી) દક્ષિણ દિશા તરફ એક (=બીજું) મોટું કર્યું. એ પ્રમાણે (દેવી અન્ય દિશામાં ગઈ એટલે) દેવીઓના દર્શન માટે ઉત્સુક બ્રહ્માએ બીજા એક કોડવર્ષ તપથી ત્રીજું મોટું કર્યું. (ત્રીજા એક કોડ વર્ષના તપથી) ઉત્તર દિશામાં શું મેટું કર્યું. તેના અનુરાગની પરીક્ષા કરવા માટે દેવીઓ નૃત્ય કરતી કરતી આકાશમાં ગઈ. આથી બ્રહ્માએ અર્ધા કોડવર્ષના તપથી કઠોર મુખવાળું મસ્તક ઉત્પન્ન કર્યું. પછી દેવીઓ નમસ્કાર કરીને અને ઉપહાસ કરીને સ્વર્ગમાં જતી રહી. આ પ્રમાણે બ્રહ્મા ચાર મુખવાળો થયો અને સ્ત્રીના દાસપણાને પામ્યા.
(ચંદ્રની વિગત:-) ચંદ્રને જ્યારે તિષકમાં ઇંદ્ર પદવી આપવાની હતી ત્યારે ચંદ્રને નમસ્કાર કરવા સુરો અને અસુરે પરિવાર સહિત ચંદ્રની પાસે આવ્યા. આ વખતે દેવતાઓના ગુરુ બૃહસ્પતિની પત્નીના રૂપમાં ચંદ્રનું ચિત્ત આકર્ષાયું. આથી બૃહસ્પતિની પત્નીને ભેળવીને બુધને ઉત્પન્ન કર્યો. (સૂર્યની વિગતઃ-) સૂર્યના તેજને સહન નહિ કરી શકતી અને પશ્ચિમદિશામાં ઘેડીનું રૂપ ધારણ કરનારી રન્નાદેવી નામની સ્ત્રીને હંમેશા ભેગવવાની ઈચ્છાવાળા સૂર્ય વિશ્વકર્માની (=દેવોના સુથારની) પાસે પોતાનું શરીર છોલાવ્યું. (ગણપતિની વિગત:-) જો કે ગણપતિ લેકમાં
૧. પૃથ્વી ઉપર ફરતા સૂયે કોઈ રત્નાદેવી નામની રૂપવતી સ્ત્રીને જોઈ. તેથી મેહ પામેલા સૂર્ય રત્નાદેવીની પાસે ભેગની પ્રાર્થના કરી. રત્નાદેવીએ કહ્યું; હે સ્વામી ! આપનું તેજ મારાથી સહન થઈ શકતું નથી. માટે ઓછું કરો. આથી સૂયે બ્રહ્મા પાસે જઈને કહ્યુંઃ મહારાજ મારું તેજ ઓછું કરો. આથી બ્રહ્માએ સંધાડો મંગાવી તેના ઉપર સૂયને ચડાવી તેનું શરીર ઘસવા માંડવું. પછી સૂર્યે રતનદેવીને ભોગવી.