Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૨૭ સેવાતા ધર્મ, કામ અને અર્થના વિસ્તારો વાંછિત ભેગને આપે છે, અન્યથા તે નિષ્કલ બને છે. રાગરૂપી ઘણા વિષથી અંધ બનેલા ગુણવાનના ગુણો નાશ પામે છે. ગુરુએના ઉપદેશે તેમના કાનમાં પ્રવેશતા નથી. હે રાજેદ્ર! આપના શત્રુઓ ઉદ્યમવાળા થાય છે. તેથી હે પ્રભુ! આસક્તિને છેડે અને હવેથી રાજ્યની ચિંતા કરે. રાજાએ કહ્યું : હે મંત્રી ! સાંભળો, તમે અજ્ઞાન છે એથી આ પ્રમાણે કહો છે. ઝકા ખાતે નિદ્રાળુ માણસ શું તળાઈની (=ગાદલાની) રાહ જુએ છે? પાણીની તૃષાવાળો પાણી મેળવીને શું અમૃત માટે રાહ જુએ છે? એ પ્રમાણે સ્ત્રીમાં આસક્ત થયેલ મનુષ્ય શું અન્ય કાર્યમાં અનુરાગવાળો થાય? જ્યાં સુધી આ સ્ત્રી મારી આંખ સામે છે=જીવે છે ત્યાં સુધી તમારે મારો જીવ જાણો. મારે રાજ્યચિંતાનું પ્રયોજન નથી. આ પ્રમાણે રાજાને રાજ્યચિતાથી વિમુખ જાણીને મંત્રી વગેરે ભેગા થઈને જેટલામાં કંઈક પરસ્પર મંત્રણ કરતા હતા તેટલામાં સવારના સમયે લક્ષમીરાણીને ઉલટી થઈ. તેથી રાજાએ જલદી ચિકિત્સકને લાવ્યા. ચિકિત્સક ઉપાયોથી ઘણી ચિકિત્સા કરી રહ્યા હતા તેટલામાં સૂર્યોદય થતાં તે ઓચિંતી મરણ પામી. રાજાનું શરીર તત્કાલ વધતી મૂર્છાથી વિહલ બનીને પૃથ્વીતલ ઉપર પડયું અને કાષ્ઠની જેમ નિચેતન બની ગયું. ચંદનના પાણીનું તેના ઉપર સિંચન કરવામાં આવ્યું અને પંખાઓથી હવા નાખવામાં આવી. આનાથી તે ચૈતન્યને પામ્ય અને ઉન્મત્ત બાળકની જેમ રડવા માંડ્યો. હે પ્રિયા ! તું
ક્યાં ગઈ છે? મને ઉત્તર આપ. આવા હાસ્યને લાંબે કાળ સહન કરવા હું સમર્થ નથી. આ પ્રમાણે વિલાપ કરતા અને તેના પડખાને નહિ છોડતા તેને કેઈએ કહ્યું? આ મરી જ ગયેલી છે. આથી એને અગ્નિ સંસ્કાર કરે. ગુસ્સે થયેલા રાજાએ કહ્યું? આ કયે દુષ્ટ કટુ શબ્દોથી ટાંકણીની જેમ મારા કોંને છોલે છે? રે રે! પાપી ! પિતાના પુત્ર વગેરે લેકનો અગ્નિસંસ્કાર કરે. આ મારી પ્રાણપ્રિયા તે સો વર્ષ સુધી
આવશે. આથી જે અમંગલ વચન બેલશે તે મારો શત્રુ છે. આ પ્રમાણે બોલતા પણ રાજાની ઉપેક્ષા કરીને તેને અગ્નિસંસ્કાર કર્યો. લક્ષમી રાણીમાં જ ચિત્તવાળો અને હવે વિશેષ કરીને તેને નહિ તે રાજા ઇંદ્રિયોના સંચારને રોકનાર ગાત્મા જેવો થયો. રાજાએ જ્યાં સુધી પ્રાણપ્રિયાની વિશેષ શુદ્ધિ (=ક્યાં છે એવી વિશેષ માહિતી) નહિ મેળવું ત્યાં સુધી ભેજન નહિ કરું એવી પ્રતિજ્ઞા કરી. રાજાએ ભજનનો ત્યાગ કર્યો તેને દશ દિવસ થઈ ગયા.
(રાજાને કોઈ પણ રીતે ભોજન કરાવવું જોઈએ એવા આશયથી) મંત્રીઓએ કેઈક પુરુષને શિખવાડીને રાજાની પાસે મોકલ્યો. તેણે રાજાને કહ્યું : હે દેવ! આજે હું આપને વધામણી આપું છું કે ભાગ્યથી પ્રિયાની શુદ્ધિ (કયાં છે એવી માહિતી) મળી છે. રાજાએ હર્ષમાં આવીને પૂછયું કયાં છે? પુરુષે દેવભાષામાં કહ્યું: હે દેવ!