________________
૨૯
ખાસ વિનંતી
પુસ્તક શુદ્ધ છપાય અને એમાં ભૂલ રહેવા ન પામે એ માટે પૂરેપૂરી ચીવટ રાખવા છતાં અને બે વ્યક્તિઓની નજરે મુફ તપાસાય એવી ગોઠવણ પણ કરવા છતાં, સરતચૂક અથવા મુદ્રણદોષના કારણે, પુસ્તકમાં ભૂલો રહી જવા પામી જ છે. એ ભૂલે વાચકેના ધ્યાનમાં આવે એ માટે પુસ્તકને અંતે શુદ્ધિપત્રક આપવામાં આવ્યું છે. તેથી, પુસ્તકને ઉપયોગ કરતાં અગાઉ, એ ભૂલોને સુધારી લેવાની ખાસ વિનંતિ છે
એક વધુ ભૂલ : પૂ. ર૧૫ માં ૧૪મી લીટીમાં તા. ૧૨-૧-૧૮૨૪ છપાયું છે, તે તા. ૧૨-૧-૧૮૬૪ સુધારવું.
કારણને ખુલાસો : આ પુસ્તકના ૧૩૫ મા પૃષ્ઠમાં, સને ૧૯૦૭ની સાલમાં, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના તે વખતના પ્રમુખ શેઠશ્રી લાલભાઈ દલપતભાઈને સમેતશિખર જવું પડયું હતું તેના કારણ અંગે આ પ્રમાણે મોઘમ લખવામાં આવ્યું છે: “સને ૧૯૦૭ની સાલમાં, શ્રી સમેતશિખર તીર્થ અંગે કઈક એવો ગહન-જટિલ પ્રશ્ન ઊભું થયું હતું કે, જેનું નિરાકરણ કરવા માટે ખુદ પેઢીના પ્રમુખ શેઠશ્રી લાલભાઈ દલપતભાઈને જાતે જ ત્યાં જવું પડ્યું હતું અને રોકાવું પડયું હતું.” પણ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભઈએ પોતાના જીવનનાં સંસ્મરણેની, અંગ્રેજીમાં, જે છૂટી છૂટી ને કરેલી છે, તેના આધારે, શેઠશ્રી કસ્તૂરભાઈના અમૃત મહોત્સવ પ્રસંગે મેં પોતે જ લખેલ એમના પરિચયમાં, શેઠશ્રી લાલભાઈને સમેતશિખર શા કારણે જવું પડયું હતું, તે અંગે આ પ્રમાણે ઉલેખ કર્યો છે :
સને ૧૯૦૮ માં રાજસત્તાએ સમેતશિખર તીર્થ ઉપર બંગલાઓ બાંધવાની પરવાનગી આપ્યાની વાત આવી. સંધમાં ભારે સંભ જાગ્યો. આવે વખતે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ ચૂપ કેમ બેસી રહે ? તરત જ લાલભાઈ શેઠ ત્યાં પહોંચ્યા અને બીજાઓને સાથે મેળવીને એ વાતને રોકવામાં સફળતા મેળવી.” (પૃ. ૭) આ ઘટના ૧૯૦૮ માં નહીં પણ ૧૯૦૭માં બની હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org