________________
૨૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ માટીના પિંડલા છે પૃથ્વીકાય છે. આહાહા!
એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિયપણું એ વ્યવહારનયે છે. પૈસાવાળાપણું તો એનામાં વ્યવહારનયેય નથી. એ તો અસભૂતનયથી માને છે, માને. આ તો એનામાં છે. એકેન્દ્રિય, બે ઇન્દ્રિયપણું, છતાં એ જીવ નથી. જીવ તો અંદર જ્ઞાનસ્વરૂપ તે જીવ છે. કારણકે એકેન્દ્રિયપણે જો જીવ સ્વરૂપ હોય તો કાયમ રહેવું જોઈએ. આહાહાહા ! સમજાણું કાંઈ? આહાહાહા ! એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઈન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય, માણસ, દેવ, ઢોર નારકી, આહાહા... એ કાંઈ જીવ નથી, પર્યાયમાં છે. પણ એ જીવ નથી. જીવ તો એકલો જ્ઞાનસ્વરૂપ છે તે જીવ છે. આહાહા ! સમજાણું કાંઈ?
પોતાના ગુણ પર્યાયમાં વ્યાપેલો છે, છતાં હવે શુદ્ધનયથી એકત્વ નિયતસ્ય-શુદ્ધનયથી તો એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. આહાહાહા! ભૂતાર્થનયથી ત્રિકાળી સત્ય વસ્તુને દેખનાર જાણનારના નયથી તે તો ત્રિકાળી એકરૂપ છે તેમ પ્રસિદ્ધ કરાવ્યું છે. આહાહા ! વાત એવી છે ભાઈ ! આ કાંઈ વાદ-વિવાદ એમાં શાસ્ત્રના મોટા ભણેલા પંડિત હોય ને તો આ વાત બેસેને એવું આંહી છે નહીં. (શ્રોતા:- આ તો, વાદ-વિવાદ કરવાની નિયમસારમાં ના પાડી છે) આહાહા !નિયમસારમાં તો ના જ પાડી છે બાપુ! જ્ઞાનનિધિને પામીને એકલો ખાજે. સ્વસમય ને પરસમયમાં વાદ ન કરીશ બાપુ એવી કોઈ ચીજ છે. એવી એ કોઈ ચીજ છે કે એને હવે અનેક અપેક્ષાથી જોતાં વ્યવહારની વાતો વીતરાગે કરી છે, એ પણ સંસારનું કારણ છે હવે તું શી રીતે (નક્કી કરીશ ભાઈ). આહાહાહા!
અહીંયા તો ભગવાન આત્મા એક તો એ સિદ્ધ કરે છે, કે એ આત્મા છે એ પ્રમાણ આખું દ્રવ્ય ને પર્યાય એ શરીરમાં વ્યાપેલું નથી, કર્મમાં વ્યાપેલું નથી, પરદ્રવ્યમાં વ્યાપેલું નથી, એ વ્યાપ્યું હોય તો તેના ગુણ અને પર્યાયમાં વ્યાપેલું છે બસ આટલું, સમજાણું કાંઈ? આહાહાહા ! હવે એને પર દ્રવ્યમાં વ્યાપેલું નથી અને પોતાના ગુણ પર્યાયમાં વ્યાપેલું છે એ તો પ્રમાણનો વિષય થયો, પણ હવે શુદ્ધનયનો વિષય એને એમાંથી બતાવવો છે. આહાહા ! એકરૂપ નિર્વિકલ્પ વસ્તુ જે શુદ્ધનયનો વિષય છે, જે સમ્યગ્દર્શનનો વિષય. આહાહા ! સમ્યગ્દર્શનનો વિષય દ્રવ્ય ને ગુણ, પર્યાયમાં વ્યાપેલું દ્રવ્ય એ વિષય એનો છે જ નહીં. (શ્રોતા- એ પ્રમાણનું દ્રવ્ય છે.) આહાહાહા ! પોતાના ગુણમાં પર્યાયમાં વ્યાપેલો છતાં શુદ્ધનયથી એકપણામાં, “શુદ્ધનયતઃ એકત્વે નિયતસ્ય' નિર્વિકલ્પ વિજ્ઞાનઘનને એણે બતાવ્યો શુદ્ધનયે. ગુણ ને પર્યાયમાં વ્યાપેલો એ વસ્તુનું પ્રમાણ છે, પણ સમ્યગ્દર્શનનો વિષય ને શુદ્ધનયથી એને જોતાં, એકરૂપે એ વસ્તુ છે. સમજાણું કાંઈ? આવી વાતું. ઉપદેશ સાંભળવો કઠણ પડે અને આ તે ક્યાંનો હશે ઉપદેશ ભગવાનનો હશે? આ તે? અરે બાપુ એણે સાંભળ્યો નથી ભાઈ ! વીતરાગ જિનેશ્વરદેવ એનો ઉપદેશ કેવો છે ભાઈ, એ તો અલૌકિક વાત છે. આહાહા !
શુદ્ધનયથી એકપણામાં વ્યાપેલો છે. વળી કેવો છે એ તો સમુચ્ચય કીધું, હવે કેવો છે? ‘પૂ–જ્ઞાન ધનરી’ પૂર્ણજ્ઞાનઘન છે. એકપણે નિશ્ચિત કરવામાં આવ્યો પણ હજી શું એ ચીજ છે ત્યારે ? કે પૂર્ણ જ્ઞાનઘન છે. પૂર્ણજ્ઞાનનો પૂંજ છે, એકલો અભેદ એની સાથે અનંતા ગુણો સાથે લેવા જ્ઞાનની પ્રધાનતાથી વાત કરી છે. પૂર્ણ જ્ઞાન, પર્યાયેય નહીં. આહાહા ! પૂર્ણજ્ઞાન પૂર્ણજ્ઞાન