________________
૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અનંતી પર્યાયોનો પિંડ તે અંદર સમ્યગ્દર્શન. આહાહાહા ! એ સમ્યગ્દર્શનમાં ઈશ્વરતા આવી મારી સ્વતંત્ર દશા હું સ્વતંત્રપણે માનનારો મારી પર્યાય પણ સ્વતંત્ર છે. કોઈની અપેક્ષાથી નથી, મારી પર્યાયને કોઈ હેતુ નથી માટે ઉત્પન્ન થઈ છે. આહાહા ! એ સમ્યગ્દર્શનની પર્યાય તે સમયે ૫૨ની અપેક્ષા રાખ્યા વિના, ફકત સ્વદ્રવ્યનાં લક્ષમાં હતું એટલું, એ સમ્યગ્દર્શનની પર્યાયને ૫૨ની કોઈ અપેક્ષા નથી કે આ વ્યવહા૨ હતો ને દેવ-ગુરુ માન્યા માટે સમ્યગ્દર્શન થયું, એથી અન્ય દ્રવ્યથી પૃથક કહ્યું છે. અન્ય દ્રવ્યની સહાય અને નિમિત્તથી થાય છે, એમ છે નહીં કાંઈ. આહાહાહા!
કેવો છે આત્મા ? પોતાના ગુણ પર્યાયોમાં વ્યાપનારો છે. શું કહે છે ઈ ? સમુચ્ચય વાત છે હજી પહેલી. છે આત્મા જે વસ્તુ એ પોતાના ગુણો ને પોતાની વિકારી અવિકારી પર્યાય એમાં વ્યાપનારો છે. એટલું જ, અસ્તિત્વ હજી તો સિદ્ધ કરે છે. એમાંથી શુદ્ધનયે ભિન્ન બતાવ્યો એમ કહે છે. શું કહ્યું એ ? કે વસ્તુ જે છે ભગવાન આત્મા એના જેટલા ગુણો છે અને જેટલી એની પર્યાય છે વિકારી કે અવિકારી, એ દ્રવ્ય પોતે ગુણ પર્યાયમાં વ્યાપેલું છે, ૫૨માં નહીં, ૫૨માં નહીં, ૫૨ને લઈને નહીં. પોતાના ગુણો જે ધ્રુવ ત્રિકાળ અને વર્તમાન પ્રગટ થતી પર્યાય વિકૃત કે અવિકૃત એનાથી ગુણ પર્યાયમાં જ તે રહેલો છે વસ્તુ તરીકે.
હજી વિષય તરીકે શુદ્ધનયનો એ પછી બતાવે છે, આ તો એ વસ્તુ આવી છે કે જેને ૫૨માં વ્યાપવું તો છે નહીં, ૫૨થી પોતામાં વ્યાપવું એવું છે નહિ. આહાહાહા! એટલે ? વિકારી અવસ્થાપણે આત્મા પરિણમે છે. વ્યાપક એ પોતાથી પરિણમે છે. એને કોઈ બીજી ચીજ છે માટે વિકારીપણે પરિણમે છે એમ નથી. આહાહાહા ! એ પોતે જ ગુણ પર્યાયમાં પરિણમના૨ો વસ્તુ ભગવાન. આહાહાહા ! ભલે વિકા૨૫ણે પરિણમે પણ પોતે, દ્રવ્ય પોતે, દ્રવ્ય પોતે ગુણને પર્યાયમાં વ્યાપેલું છે. એમાં કોઈ અન્ય દ્રવ્ય વ્યાપ્યું છે, આવ્યું છે, પ્રસર્યુ છે (એમ નથી. ). આહાહા ! બાપુ મારગડા વીતરાગના ! આહાહાહા ! જુદી જાત છે ભાઈ. આહાહા ! એને પહેલો ૫૨ દ્રવ્યથી જુદો બતાવ્યો. અહીં તો હજી, ગુણ પર્યાયમાં વ્યાપે છે, એમાં, હજી તો વિકા૨માં વ્યાપે છે ગુણમાં રહે છે, એમ બતાવ્યું. એના સિવાયના બીજા ૫૨ દ્રવ્યો છે, એમાં એ વ્યાપતો નથી એટલું અહીંયા સિદ્ધ કર્યું.
હવે અહીંયા ૫રમાર્થ બતાવવા આહાહા... પોતાના ગુણ પર્યાયમાં વ્યાપનારો, વળી કેવો છે ? એમાંથી જે ભગવાન આત્મા વસ્તુ છે એના ત્રિકાળી ગુણોમાં રહે છે. અને એની વર્તમાન પર્યાયમાં છે. એટલી વાત સિધ્ધ કરી. હજી સમ્યગ્દર્શન ને ઈ પછી કહેશે.
હવે તેને શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. આહાહાહા ! એ વસ્તુ પોતે ત્રિકાળી ગુણમાં ને વર્તમાન પર્યાયમાં રહેલો છે વ્યાપેલો છે, પ્રસરેલો છે ગુણ પર્યાયપણે થયેલો છે, એવા આત્માને શુદ્ઘનયથી એટલે નિર્વિકલ્પ વસ્તુની દૃષ્ટિથી જોઈએ તો, આહાહા.... એકપણામાં વ્યાપનારો છે. નિશ્ચિત કરવામાં આવ્યો છે. એકરૂપ ત્રિકાળ છે. એના ગુણના પર્યાયનાં ભેદો પણ જેમાંથી નીકળી ગયા ( છે ). આહાહાહા ! આવી વાત છે.
બે વાત કરી કે એક તો અનેરા દ્રવ્યથી ભિન્ન છે એ તો વસ્તુનું સ્વરૂપ પહેલું સમ્યગ્દર્શનનો વિષય બતાવ્યો. પણ છતાં એ વસ્તુ છે, એ પોતાના ગુણ પર્યાયમાં વ્યાપેલી છે. એ વસ્તુ ભલે