________________
શ્લોક – ૬ મૂકવો) અમલમાં મૂકવો અંદરમાં શ્રદ્ધા જ્ઞાન કરવી તે. સ્વદ્રવ્યમાં પર દ્રવ્યના અભાવથી સ્વ દ્રવ્ય ટકી રહ્યું છે. અરે જેનામાં એક સમયની પર્યાય પણ નથી, એવું દ્રવ્ય સ્વથી ટકી રહ્યું છે. એને પર્યાય છે માટે એ દ્રવ્ય ટકી રહ્યું છે એમ પણ જ્યાં નથી. આહાહાહા! આવી વાત!
(શ્રોતા- ક્યાંય છે નહીં) આહાહાહા ! એ બાપુ અહીં તો ધોળા-ધોળા પીળા ફરે આમ શરીર આમ પૈસા ને આબરૂ ને પચાસ પચાસ સાંઈઠ વર્ષની ઉંમરૂ થઈ હોયને જાણે ઘણું કર્યું હોય એમ આમ ધંધા કર્યા ને અમે આમ કર્યા ધૂળેય કર્યા નથી, કર્યા છે બધા પાપના નર્કમાં જવાના છે. કર્યા છે એ નરકમાં ને નિગોદ જવાના છે બધા. એય, તમારો આવ્યો છે ને? ભત્રીજો ફકિરચંદ! આહાહા ! પર વિના ચાલતું નથી એમ જે કહેનાર છે, એને પરમાત્માનો એવો પોકાર છે કે પરના અભાવથી જ તું નભાવી રહ્યો છો તું. પર વિના જ તેં ચલાવ્યું છે. આહાહાહાહા ! તું જે સ્વપણે છો એ પરપણે અભાવરૂપે જ તે નભાવ્યું છે તારું. પરની હૈયાતીથી તેં તારું નભાવ્યું છે એમ નથી ધનાલાલજી!
(શ્રોતા- રૂપિયા રોજ શાક લાવવા જોઈએ કે નહીં?) કોણ શાક લાવે ને કોણ દે. આહાહા ! શાક તો છોકરાઓનેય મળે છે. નાના બાળકને કયાં એની પાસે પૈસા છે? આહાહા ! પણ એ તો અભાવ સ્વરૂપ છે. શાક અને પૈસાના ભાવમાં આત્મા નથી અને પોતાના ભાવમાં એ નથી. આહાહા ! ' અરે એને કયાં ખબર છે પોતાની તત્ત્વ સત ભંગીમાં પહેલી ભંગી એ છે સ્વપણે છે ને પરપણે નથી. આહાહાહા ! પરપણે નથી તે રીતે જ એણે નભાવ્યું છે, પર છે માટે પરપણે પોતે પણ છે એમ નથી. આહાહાહા ! સમજાણું કાંઈ? વાત ફેર છે બધો બાપુ ખબર છે કે અમે તો દુનિયા બધી જાણી છે આખી, અબજોપતિથી માંડી ને રાંક ગરીબ માણસને જોયા છે. આહાહા ! સમજાણું કાંઈ? આહાહાહા ! (શ્રોતા:- વકિલાત થઈ?) વકીલાતેય આ જાતની ધંધાની કરી હતી દુકાનમાં, પાંચ વર્ષ દુકાન ચલાવી હતી. ૧૭ વર્ષની ઉંમરથી રર વર્ષ, પણ એ તો ૬૬ વર્ષ પહેલાંની વાત છે. કાલે અમારે આવ્યા પાલેજવાળા આવ્યા'તા. શ્વેતામ્બર હતા ગયા હશે કાંઈક હશે, પાલીતાણા. પાલેજ ને મિયાંગામ, બેય ગામવાળા આવ્યા હતાં. અમને તો આળખે ને અમારી દુકાન ત્યાં હતી ને. હજી દુકાન છે ને હજી અમારે કુંવરજીભાઈની અમારા ભાગીદાર હતા ફઈના દિકરા ને એની દુકાન છે, મોટી દુકાન છે, ત્રણ છોકરા છે, પાંત્રીસ ચાલીસ લાખ રૂપિયા છે ત્રણ ચાર લાખની પેદાશ છે. ધૂળની પેદાશ છે રખડી મરવાના છે બધા. આહાહા ! એ દુકાનમાં હું હતો મારી પિતાજીની દુકાન હતી. થડામાં હું બેસતો, ભાગીદાર નો હોય ત્યારે હું બેસતો, ભાગીદાર હોય તો હું મારું અંદરમાં વાંચન કરતો. હું તો પહેલેથી ૧૮ વર્ષની ઉંમર હતી શ્વેતામ્બરનાં શાસ્ત્રો સ્થાનકવાસી હતા ને શ્વેતાંબરના શાસ્ત્રો વાંચતો. ઘરની દુકાન સ્વતંત્ર હતી. અરેરે! એ સ્વતંત્ર નહીં બાપુ.
સ્વતંત્ર તો ભગવાન અહીં જે નિર્વિકલ્પ વસ્તુ અભેદ છે જે એ સ્વતંત્ર છે. આહાહાહા ! અને એનામાં પ્રભુત્વ નામનો એક ગુણ છે, ભગવાન આત્મામાં ધ્રુવ નિત્ય. આહાહાહા ! એને પર દ્રવ્યથી પૃથક માનતાં, એની માન્યતામાં પ્રભુત્વ ગુણની પર્યાય પણ આવે. આહાહાહાહા ! એ સમ્યગ્દર્શનમાં શ્રદ્ધા ગુણની પર્યાય, એમાં પ્રભુત્વગુણની પર્યાય પણ અંદર આવે, અનંતી