________________
૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ “એ” એતત્ એટલે “એ” એવ એટલે “જ' તે જ, તે જ, આહાહા... નિશ્ચયથી સમ્યગ્દર્શન છે. ચીમનભાઈ ! આહાહાહા ! આ ભવના નાશનો આ ઉપાય છે. આહાહાહા ! પ્રથમ એ બીજવું છે, પછી જ્ઞાનીને રાગાદિ હોય, અશુભ રાત્રેય હોય પણ એનાથી તેનું જ્ઞાન પૃથક કામ કરે છે. આહાહા! સમજાયું કાંઈ ? તે જ નિયમથી એટલે નિશ્ચયથી, તે નિયમ જ છે. તે નિશ્ચય એને સમ્યગ્દર્શન કહેવું છે. દેવ-ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ને નવતત્ત્વની ભેજવાળી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન નહીં. આહાહા ! ધર્મનું પહેલું પગથિયું એ નહીં. આહાહાહા !
પ્રભુ તે તને કેવી રીતે ઓળખાવ્યો જગત પાસે? આ હું આબરૂવાળો છું ને, પૈસાવાળો છું, સાંઈઠ વર્ષવાળો, વીસ વર્ષથી આ ધંધો માંડ્યો એમાંથી મારા બાહુબળે પૈસા ભેગા કર્યા ને આમ તારે દેખાડવું છે બધાને? આહાહા ! કે તારે તને દેખવો છે? આહાહા ! મને આટલું આવડયું અને મને આટલું આવડે છે ને એમ તારે દેખાડવું છે? કે તને, તને જ દેખવો છે? હું? આહાહા ! તે જ આહાહાહા ! “એતત્ એવ” નિયમથી સમ્યગ્દર્શન છે. આહાહાહા ! ત્યારે કોઈ કહે આ તો એક સમ્યગ્દર્શનની જ વાત થઈ. એમાં આવે છે ને એમાં, મોક્ષમાર્ગ તો દર્શન-જ્ઞાનચારિત્ર ત્રણ છે. આ કળશના અર્થમાં આવે છે. મોક્ષમાર્ગ તો ત્રણ છે, અને અહીંયા તો તમે એક સમ્યગ્દર્શનની વાત અનુભવની કરો છો. શું કીધું? મોક્ષમાર્ગ તો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણ છે, અને તમે અહીં એક માર્ગ પૂર્ણાનંદનો નાથ એને સમ્યગ્દર્શનને જ્ઞાન કરીને તેને મોક્ષમાર્ગ કહો છો તો બાપુ! ભગવાન ! તારી મહિમા સાંભળ નાથ ! તું પૂર્ણાનંદનો નાથ છો એની દૃષ્ટિ થઈ ત્યાં જ્ઞાન થયું એનું સ્વરૂપનું આચરણ પણ ભેગું છે. આહાહા! હીરાભાઈ ! આવી વાતું છે. (શ્રોતા- એ તો અંદરની વાત થઈ ને ક્રિયાની વાતો તો કાંઈ આવી નહિ) ક્રિયાની કીધી ને? ક્રિયાનો ભૂકો ઉડાડ્યોને ! રાગની ક્રિયા થઈ એ પરદ્રવ્ય છે, એનાથી ભિન્ન છે. દયા–દાન-વ્રત ભક્તિનાં પરિણામ, બ્રહ્મચર્યના પરિણામ, શરીરથી બ્રહ્મચર્ય પાળવું ને આ ને તે, એ બધો રાગ તે પરદ્રવ્ય છે, એ સ્વદ્રવ્યમાં નથી, એ સ્વદ્રવ્ય સ્વપણે છે ને પર દ્રવ્યપણે નથી. આહાહાહા ! આવી વાતું કઠણ બહુ બાપુ ! બહારના બધા પીળા લીલા ધોળા આમ દેખાય બધા એમાં પચીસ પચાસ લાખ રૂપિયા ને કરોડ બે કરોડ રૂપિયા થયા હોય. આહાહા ! (શ્રોતાઃ- રૂપિયા વગર નહીં ચાલે) રૂપિયા વિના, સ્વદ્રવ્ય પર દ્રવ્યના અભાવથી જ ચલાવ્યું છે. શું કીધું? એ દસની સાલમાં પ્રશ્ન થયો હતો બોટાદ, નટુભાઈ હતા નાગરભાઈના મોટાભાઈ એ સ્વામીનારાયણ(પંથના) હતા. ને આ હતા નાગરભાઈ પણ પછી તો બધા પ્રેમમાં આવતા. દસની સાલમાં મ્યુનીસીપાલીટીમાં વ્યાખ્યાન ચાલતું હતું. એમાં એણે એ પ્રશ્ન કર્યો હતો વ્યાખ્યાનમાં મહારાજ! પણ કાંઈ પૈસા વિના ચાલે છે આ શાક લાવવું. ભાઈ ! તમે એક વાર આ વાત સાંભળો, આમ સ્વામીનારાયણ પાળતા પણ પછી તો આની કોર પ્રેમ થઈ ગયો વાત વાતમાં કુટુંબને બધાને અત્યારે તો બધાને પ્રેમ છે, આનીકોર એના નાનાભાઈ તો અહીં જ રહેતાં.
ભાઈ ! આ આંગળી એ આ આંગળી વિના ચલાવ્યું છે. આના અભાવથી આ વસ્તુ છે. આના ભાવથી છે ને આ બધાના અભાવથી છે. એમ આત્મા પોતે પોતાનો અંદર ભાવ, સ્વથી કર્યો છે ને પરના અભાવથી કર્યો છે. (શ્રોતા – એ તો રીત બતાવી પણ એને અમલમાં કેમ