________________
૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ છે? એનું નામ સમ્યગ્દર્શન છે. ઝીણી વાત છે ભાઈ. આહાહા ! (શ્રોતાઃ- ગુરુ તો મહાન ઉપકારી છે અને પૃથક તો કેમ કહેવાય?) એનાથી જુદો, વાણી ને ગુરુદેવ એ અન્ય દ્રવ્ય છે, એ તો અન્ય દ્રવ્ય છે, પણ તેની માન્યતાનો ભાવ જે છે એ પણ રાગ તે અન્ય દ્રવ્ય છે. આહાહાહા !
ભાઈ ! મૂળ ચીજ, અત્યારે તો મુશ્કેલી થઈ પડી લોકોને, સત્ય વાતને ખોટી ઠરાવવી ને ખોટીને સત્ય ઠરાવવી એ. આહાહા! “અસ્ય આત્મા નિર્વિકલ્પ વિજ્ઞાનઘન જે તત્ત્વ વસ્તુ એને અનેરા દ્રવ્યો, એનાથી અનેરા દ્રવ્યો, દ્રવ્યાન્તર છે ને? દ્રવ્યાન્તર એટલે પોતાના દ્રવ્યથી અનેરા દ્રવ્યો. આહાહાહા ! “અસ્ય આત્મા એ સ્વદ્રવ્ય થયું અને એને દ્રવ્યાન્તરેભ્યઃ, પોતાથી જેટલા અનેરા પુણ્ય ને પાપ, રાગ ને દયાદાન કામ ક્રોધ કે દેવ ગુરુ શાસ્ત્ર આદિ કે નવતત્ત્વના ભેદનો ભાવ એ પણ અન્ય દ્રવ્યમાં જાય છે. આહાહા ! છે કે નહીં એમાં જુવો ને? ( શ્રોતાઃ- ઘર છોડીને દૂર દૂરથી અહીં આવીએ છીએ.) કોણે છોડ્યું છે ઘર? કોને કહેવું ઘર? ઘર હતું કે દિ' ન્યાં? ગ્વાલિયરમાં ઘર છે? આહાહા ! ઘર તો અહીં “અસ્ય આત્માનમઃ” એ ઘર છે. આહાહા ! ભજનમાં નથી આવ્યું? અબ તુમ કબહુ ન નિજ ઘર આયે “અબ તુમ કબહુ ન નિજઘર આયે, પર ઘર ભમત નામ અનેક ધરાયે” મૈ ક્રોધી ને મેં રાગી ને મેં પુણવંત મેં લક્ષ્મીવંત ને મેં બાયડીવાળો કુટુંબવાળો એવા અનેક નામો અજ્ઞાનપણે ધરાવ્યા, પણ કભી આ નિજઘર ભગવાન અસ્ય આત્માનમઃ જ્યાં અસ્ય આત્મનઃનિર્વિકલ્પ વિજ્ઞાનઘન નિજ ઘર. આહાહાહા ! કહો દેવીલાલજી! આવું છે કામ, બાપુ શું થાય?
એના જ્ઞાનમાં પહેલો આવો નિર્ણય તો કરે, અનુભવ પછી. આહાહાહા ! એના વિકલ્પ સહિતના નિર્ણયમાં પણ આવું પરમ સત્ય જે દ્રવ્ય કાયમ નિર્વિકલ્પ વિજ્ઞાનઘન એ અન્ય દ્રવ્યોથી પૃથક છે. એના ભેદોથી પણ એ પૃથક છે. આહાહાહા ! પર્યાયનો ભેદ છે એનાથી પણ અભેદ વસ્તુ પૃથક છે. ભાઈ આ તો વીતરાગ માર્ગ છે બાપુ! આ કોઈ કલ્પિત આરપારથી કહ્યું એ નથી ભાઈ. આહાહાહા ! અરેરે ! જનમ-મરણ કરીને ચોરાશી લાખ યોનિમાં એક એક યોનિમાં અનંત અવતાર કર્યા, એ અવતારના દુઃખો સાંભળે, આહાહાહા ! દેખનારને રૂદન આવે એવા દુઃખો સહન કર્યા પ્રભુ, પણ આ વર્તમાન જરી આ માણસપણું મળ્યુંને આ મળ્યુંને આ મળ્યુંને ભૂલી ગયો થઈ રહ્યું. આહાહા! આહાહા! ભાઈ ! જનમ-મરણનાં દુઃખો એને મટાડવા હોય તો તેનો એક ઉપાય આ છે કે જે ચીજમાં જનમ મરણ તો નથી, જનમ-મરણના કારણરૂપ ભાવ તો નથી પણ જેના દ્રવ્યમાં વર્તમાન એક સમયની પર્યાય પણ જેમાં નથી. આહાહાહા ! એવું જે સ્વદ્રવ્ય અભેદ નિર્વિકલ્પ એટલે અભેદ, નિર્વિકલ્પ જ્ઞાનઘન, એને અનેરા નવનાં ભેદોથી પણ ભિન્ન પૃથક શ્રદ્ધવો, પૃથક દેખવો એટલે કે શ્રદ્ધવો. આરે ! ભાષા તો ટૂંકી પણ ભાવ બાપા. અરે દુઃખી છે જુઓને, કાલ પરમ દિ' નો સાંભળ્યું ઓલું રીક્ષા પંદર વીસ હજારની રીક્ષા નવી લીધી અને હવે કમાવા માટે બેઠા સાત જણા, છ જણા જુવાન ને એક છોડી, કચ્ચરઘાણ બધું માથે બસ ફરી ગઈ, ચાર ને છોડી તો તરત મરી ગયા બે ને ઈસ્પીતાલમાં લઈ ગયા ત્યાં મરી ગયા. આખી પંદર-વીસ હજારની ગઈ, કમાવા માટે કરી હતી ત્યાં એ પોતે બધાય મરી ગયા એમાં. આ દશા તો જુઓ બાપુ, આહા! એવા ભવ પ્રભુ અનંતવાર કર્યા છે