________________
શ્લોક – ૬
૧૫
એની વાત નથી. ( શ્રોતાઃ- આગળ મોટ૨ હતી ક્યાં ? તે ભવ કર્યા છે) એ મોટર નહોતી તો બીજું તું બધુંય હતું. એ વખતેય હતાં ભગવાનનાં વખતમાં તો માથે વિમાનો ચાલતા, દેવો આવતા. હવે આવતાને પણ એ. આહાહા! વિધાધરોના વિમાન હતા, મનુષ્યોનાં હતા. આહાહા ! અરે કળાબાજ બધી ચીજો હતી, નોહતી કાંઈ, ઘણી છે. આહાહા !
અહિંયા કહે છે, એ ભગવાન આત્મા નવતત્ત્વનો જે અનાદિનો જીવની સાથે અજીવ ને પુણ્ય ને પાપને આદિનો સંબંધ એવા નવતત્ત્વનો અનુભવ એ તો મિથ્યાત્વ છે. એ સમ્યગ્દર્શન ગુણ જે ત્રિકાળ છે, એનાથી ઉલટું એ પરિણમન છે. સમ્યગ્દર્શન શ્રદ્ધા નામનો ત્રિકાળી ગુણ આત્મામાં છે, પ્રગટ થાય એ પર્યાય છે તેની. શ્રદ્ધા નામનો ત્રિકાળી ભગવાન આત્મામાં એક ગુણ છે એ ગુણનું મિથ્યાત્વપણે થવું, વિપરીતરૂપે પરિણનમ છે, તેને અહીંયા મિથ્યાત્વ કહે છે. આહાહા ! એ મિથ્યાત્વના ત્યાગ માટે, આહાહાહા ! જે ભ્રમણના ભવનો, ભવનાં ભ્રમણનું કા૨ણ છે, તેવા મિથ્યાત્વના નાશને માટે ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ છે, તેને અનેરા દ્રવ્યોથી જુદો શ્રદ્ધવો. આહાહાહાહાહા ! કહો છોટાલાલજી ! આવું કલકત્તામાં ક્યાંય મળે એવું નથી કયાંય. આહાહા !( શ્રોતાઃ- ક્યાંય મળે એવું નથી ) આવી વસ્તુ છે. શબ્દો થોડા પણ બાપુ શું કહીએ ? આહાહા...
કહે છે કે, મિથ્યાત્વ શ્રદ્ધા નામના ગુણનું વિપરીત જે પરિણમન મિથ્યાત્વ છે, એ અનંતા નરક ને નિગોદના ભવનું બીજડું છે. આહાહા ! ભલે તે કહે છે કે રાગાદિ હો પણ આત્મા રાગથી ને ૫૨થી ભિન્ન છે. આહાહા ! એવો અસ્ય આત્મા, વિધમાન વસ્તુ ભગવાન આત્મા, “આ આત્મા” ‘ઈમામ ’ કહે છે આ માણસ આવ્યો એમ કહે છે ને ? આ ભગવાન આત્મા, ( શ્રોતાઃ‘આ’ એ તો પ્રત્યક્ષ છે. ) પ્રત્યક્ષ છે, આ એ પ્રત્યક્ષ છે. આહાહાહા ! ‘અસ્ય આત્માનમ્’ ગજબ છે સંતોની વાણી, દિગંબર મુનિઓની વાણી તો, આહાહાહા ! એની પાસે જગતના વિદ્વાનો બધા પાણી ભરે એવી વાણી છે. આ તે વાત છે. આહાહા ! લોકોને એની કિંમત નથી. સમજાણું કાંઈ ? એક “અસ્ય આત્મા”માં તો આખું તત્ત્વ નિર્વિકલ્પ વિજ્ઞાનયનને બતાવ્યું, અને તે પણ પ્રત્યક્ષ થાય છે એવો એ આત્મા. આહાહાહા ! કેમ કે એનામાં પ્રકાશ નામનો એક ગુણ છે, આહાહા ! એ ગુણનો ગુણ શું ? કે સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થવું તે તેનો ગુણ છે. મતિ અને શ્રુત જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ જણાય, આહાહા ! અને પ્રત્યક્ષ જાણીને જે શ્રદ્ધા થાય, આહાહાહા ! એને અહીંયા મિથ્યાત્વના નાશનું કારણ અને મોક્ષના માર્ગરૂપ કા૨ણ એવું સમ્યગ્દર્શન કહે છે. આહાહાહા!
અન્ય દ્રવ્યોથી જુદો શ્રદ્ધવો પુતત પુવૅ નિયમાત્ સમ્ય વર્શનમ છે ? એતત એવ નિયમાત આહાહા ! તે જ નિયમથી એ તત્ એવ એ જ એમ, એતત્ એવ એટલે એ જ એતત્ એટલે તે જ. આહાહા ! એટલે કે શાયક સ્વરૂપ જે ભગવાન નિર્વિકલ્પ પદાર્થ છે તેને ૫૨ દ્રવ્યથી પૃથક શ્રદ્ધવો તે જ નિશ્ચયથી સમ્યગ્દર્શન છે. આહાહા ! મોંઘુ તો છે બાપુ. બાકી શું થાય ? માર્ગ આ છે એમ એનો જ્ઞાનમાં નિર્ણય તો ક૨વો પડશે ને વળી પછી, અનુભવ પછી, પહેલો તો વિકલ્પ સહિત એણે નિર્ણયમાં આમ લેવો પડશે કે આ વસ્તુ છે એ અંદ૨માં કોઈ રાગાદિના વિકલ્પથી, નવતત્ત્વના ભેદથી પણ અભેદ નિર્વિકલ્પ ચીજ તદ્ન જુદી છે. ‘એતત્ એવ’, ‘એતત્ એવ’