________________
શ્લોક – ૬ કર્મનાં નિમિત્તનાં સંબંધે વિકારી પર્યાય પોતાથી થઈ ને તેમાં એ વ્યાપેલો છે. એટલું તો એનું દ્રવ્ય અને પર્યાયનું પરથી ભિન્નપણું એટલું સિદ્ધ કર્યું. હુજી હવે એમાંથી જે ગુણ ને પર્યાયમાં વ્યાપેલો રહેલો ભેદમાં છે, તેને “શુદ્ધનયત: પવછત્વે નિયત” શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. આહાહાહા ! પણ એને ભેદના ભાવથી ભિન્ન, એકપણું ત્રિકાળી છે તેને શુદ્ધનયથી એકપણે બતાવ્યો છે. સમજાણું કાંઈ? આવી ચીજ છે, દેવીલાલજી!
પર દ્રવ્ય તો બીજી ચીજ છે ઉપસ્થિત છે એટલું છે. અને પોતે પોતાના અનંત ગુણોમાં અને એની પર્યાયમાં નૈમિત્તિક વિકારી દશા, એમાં એ પોતે વ્યાપેલો છે, રહેલો છે. એનું આખું સ્વરૂપ આ રીતે કહ્યું. સમજાણું કાંઈ? હવે એમાંથી આહાહાહા... નિર્વિકલ્પ એકરૂપ વસ્તુ શુદ્ધનયે જે બતાવી છે, તેમાં આ ભેદો છે નહીં. (શ્રોતાઃ- દ્રવ્ય-ગુણ-પર્યાય અને બધાં ભેદ એકમેકમાં હશે.) ત્રણ એ કીધુંને. એટલી વસ્તુ છે એટલું. હવે એ શુદ્ધનયનો વિષય શું? એ ત્રણ નહીં. એ તો એક ચીજ બતાવી કે આ વસ્તુ જગતથી નિરાળી, પોતાના ગુણ પર્યાયમાં વ્યાપેલી બસ એટલું. હવે એમાં શુદ્ધનય તે નિર્વિકલ્પ ચીજ શું? આવા પ્રકારમાં રહેલો હોવા છતાં, નિર્વિકલ્પ વિજ્ઞાનઘન સ્વરૂપ જે છે તે એકરૂપ છે, તે એ વસ્તુ છે. આહાહાહા!
બાપુ! આ તો અલૌકિક માર્ગ છે આ તો અપૂર્વ વાતો છે. પૂર્વે કોઈ દિ' સાંભળી નથી, અને સાંભળી હોય તો બેઠી નથી એને. આહાહાહા ! સાંભળી નથી એમ જ કીધું છે, ચોથી ગાથામાં રાગથી પૃથક પ્રભુ છે તે વાત તેં સાંભળી નથી. આહાહા ! એ દયા-દાન-વ્રત ને ભક્તિ ને પૂજા ને જાત્રાનો ભાવ રાગ છે એ તો, એમાં એ વ્યાપેલો છે એ પર્યાયથી, વસ્તુ તરીકે જોઈએ તો તેનાથી તે ભિન્ન છે. આહાહા ! એની વસ્તુ તરીકે જોઈએ તો તે એની પર્યાયમાં રાગ છે. પણ હવે જ્યારે વસ્તુ અખંડ જોઈએ તો, નિર્વિકલ્પ વસ્તુમાં તે ગુણના ભેદો ને પર્યાયના ભેદો નિર્વિકલ્પ અભેદમાં એ નથી. એ શુદ્ધનયનો વિષય નિર્વિકલ્પ ચીજ છે એકલી. આહાહાહા ! જે “અસ્ય આત્મન” કહ્યું હતું તે. આહાહા! કેવળીઓનાં વિરહ પડ્યા પણ કેવળીની વાણી સંતોએ રાખી છે. એ વાણીનો ભાવ સમજવો બહુ અલૌકિક વાત છે. વાણી તો જડ એ તો નહીં કહે કે મારું આ સ્વરૂપ છે, એમ કહેશે વાણી? આહાહા !
અહીં કહે છે, પ્રભુ એકવાર સાંભળ. બે અસ્તિત્વ સિદ્ધ કર્યા. એક તો તું પોતે ગુણ ને પર્યાયમાં વ્યાપેલો છે, એવો પણ તું છો. હવે એમાંથી પરથી તો જુદો, ૫રમાં તો વ્યાપેલો નથી ને પરથી તું તારામાં વ્યાપેલો છે એમેય નથી. સમજાણું કાંઈ? આહાહાહા ! મિથ્યાત્વ અને રાગ-દ્વેષનાં પર્યાયમાં પરિણમેલો વ્યાપેલો. આહાહા!તું એમાં આવ્યો છો, વ્યાપેલો તું છો. હવે એમાંથી અભેદ વસ્તુ જે સમ્યગ્દર્શનનો વિષય, શુદ્ધનયનો વિષય, ઓલો તો પ્રમાણનો વિષય કિધો પણ હવે એમાંથી જે પ્રમાણ છે તે પૂજ્ય નથી. એમાં નિશ્ચયનય તે પૂજ્ય છે. એ નિશ્ચય નયનો વિષય તો નિર્વિકલ્પ વસ્તુ માત્ર પોતે, એમાં ગુણી આ ને ગુણ આ એવો ભેદ પણ જેમાં નથી. બાપુ આ તો માર્ગ છે, આ કાંઈ વાણિયાવેડા નથી કે આ થોડા બહારમાં થઈ ગયા મોટા શેઠીયા થઈ ગયાને થઈ ગયા આ, એ શેઠ? નાણાવટીપણું હલાવ્યું ને આમ કર્યું ને તેમ કર્યું મોઢા આગળ, આહાહા... નોકરો પચીસ પચાસ આને, આને ધૂળમાંય નથી બાપા ! ભાઈ ! બધાં ભૂતાવળ છે. (શ્રોતા:- ધૂળમાં નથી પણ પૈસામાં છે.) પૈસા ધૂળ નથી તો શું છે ઈ ?