________________
શ્લોક – ૬
પ્રવચન નં. ૫૪ શ્લોક -૬ તા. ૧૦-૮-૭૮ ગુરૂવાર, શ્રાવણ સુદ-૬ સં. ૨૫૦૪
एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक् । सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं
तन्मुक्त्वा नवतत्त्वसन्ततिमिमामात्मायमेकोऽस्तु नः।।६।। “નઃ” નો અર્થ અમને છે. “નઃ” નો અર્થ નકાર નથી, “નઃ” નો અર્થ અમને છે, અમને નવતત્ત્વની પરિપાટી છોડીને એક ભગવાન આત્મા પ્રાપ્ત હો. આહાહા! કેમ કે નવતત્ત્વનો અનાદિ અભ્યાસ એ મિથ્યાત્વ છે. એક સ્વરૂપ જે ચૈતન્ય નિર્વિકલ્પ વસ્તુ માત્ર એને છોડીને નવ પ્રકારનાં તત્ત્વોનો અનુભવ અનાદિનો એ મિથ્યાત્વભાવ છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં તો કહ્યું છે કે નવતત્ત્વનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન. એ તો બીજી વાત છે, ત્યાં નવતત્વમાં એકવચન છે. એકરૂપ આત્માને જાણે છે એમાં નવતત્ત્વની શ્રદ્ધા એમાં ભેગી આવી જાય છે. સ્વનું પૂર્ણ સ્વરૂપ નિર્વિકલ્પ, નિર્વિકલ્પ અભેદ જ્ઞાનઘન વસ્તુ એનો અનુભવ થતાં, સમ્યગ્દર્શન થતાં એમાં બીજા તત્ત્વો નથી એવું અંદર જ્ઞાન થઇને શ્રદ્ધા આવી જાય છે એટલી વાત. ત્યાં એકવચન છે, અને આ નવ તો અનેક પ્રકાર છે. નવનાં અનેક પ્રકારનો અનુભવ તે મિથ્યાત્વ છે. અને નવનો એકપણે જે અભ્યાસ સ્વરૂપ તરફની દૃષ્ટિ થઇને આઠ એમાં નથી એવું જે શ્રદ્ધા સહિત જ્ઞાન થાય, એને નવતત્ત્વની શ્રદ્ધાનું સમ્યગ્દર્શન કહ્યું છે, અરે! આવી વાતું ભાઈ ! મૂળ વાત એવી કઠણ અપરિચિત અભ્યાસ નહીં.
એટલે અહીં કહે છે. આ આત્માનમ્ શ્લોકાર્થ “આ આત્માને” મચ માત્મ: આત્માની મોજૂદગી નિર્વિકલ્પ સ્વરૂપ આહાહાહા... એમ સિદ્ધ કર્યું પહેલું સર્ચ શાત્મન:નિર્વિકલ્પ ચૈતન્ય માત્ર પ્રભુ એવો જે આત્મા આહાહા અન્ય દ્રવ્યોથી જુદો શ્રદ્ધવો, “મર્ચ માત્મ:” નિર્વિકલ્પ વિજ્ઞાનઘન પ્રભુ. એ અસ્તિથી વાત કરી. અને અન્ય દ્રવ્યથી પૃથક દેખવો એ પરથી નાસ્તિ. આહાહા ! છે? “ગાત્મન” આ તો અધ્યાત્મના મંત્રો છે, પ્રભુ ! આ કોઈ સાધારણ વાત કથા વાર્તા નથી. આહા!
ભગવાન આત્મા એ વસ્તુ તરીકે જ્ઞાયકભાવ તરીકે નિર્વિકલ્પ અભેદ સ્વરૂપ તરીકે જે વસ્તુ છે એને “ગર્ચ માત્મન” ‘આ’ આત્મા એમ કહ્યો છે. આહાહા ! એવા આત્માને “યત્ રૂદ દ્રવ્યાન્તરેગ્ય: પૃથક્ નમ્” અન્ય દ્રવ્યોથી જુદો “ય ઇ” એને એનાં દ્રવ્યાંતરથી અનેરા. આહાહા ! રાગ ને નવતત્ત્વનાં ભેદ પણ અન્ય દ્રવ્ય છે કહે છે. અને તીર્થંકરદેવ, દેવગુરુ એ પણ અન્ય દ્રવ્ય છે, એની શ્રદ્ધાદિ છે, તે પણ અન્ય દ્રવ્ય છે – એ અન્ય દ્રવ્યાન્તરેમ્યો: પોતાના દ્રવ્યથી અનેરા દ્રવ્યથી પૃથક. છે? આહાહાહા ! અન્ય દ્રવ્યથી જુદો એટલે પૃથ વર્ણનમ્ દેખવો એટલે કે શ્રદ્ધવો. આહાહા !
રાગાદિના ભેદો ને નવતત્ત્વનાં જે ભેદો એ બધા પરદ્રવ્ય છે. આહાહાહા ! એનાથી પૃથક ભગવાન આત્મા, “માત્મા' પૂર્ણ નિર્વિકલ્પ વિજ્ઞાનઘન અને અન્ય દ્રવ્યોથી જુદો શ્રદ્ધવો.