________________
૧૧
શ્લોક – ૬ મહીને પાંચ હજારનું વ્યાજ આવે એ આ રીતે વાપરી નાંખે. પાંચ લાખ પડ્યા છે. આવે છે બપોરે વારંવાર શની-રવિ આવે છે. એકાંતરે આવે છે ૪ર વર્ષે સંતોષ કર્યો અને અહીં તો તમારે કરોડો રૂપિયાને પચાસ પચાસ લાખ હોય દસ લાખ હોય વીસ લાખ તોય સખ (સંતોષ) નથી ક્યાંય એવો દાખલો બેસાડયો માળે. ગાંધી કુટુંબમાં બીજા પૈસાવાળા ઘણા છે હિરાલાલ ને ચંપકલાલ ને ફલાણા ભાઈ આપણે ત્રણ ભાઈ, કરેલું પોતે દુકાનનું પછી બે ભાઈએ તો પછી આવેલા, ભલે આવ્યા બાપા ભાઈ આ બધું તારું છે, અને ત્રીજો ભાગ આવે ને મને ચોથો આપો, વસ્તુ હોય એમાંથી મને ચોથો આપો. પણ હવે હું દુકાને બિલકુલ આવવાનો નથી. દુકાન મારે માટે બંધ છે. નિવૃત્તિ કરી અને ત્યાં ઘરે વાંચન બસ - શાસ્ત્રનું વાંચન. વાંચન સવારે શરૂ થાય
ત્યાં આવે રમેશના ભજનો આ તો ઘાટકોપરવાળા ઘાતકી ખંડ યાદ આવે છે. એ ઘાટકોપર, ઘાટકોપર છે ને? રમેશ સવારથી બેસે.
ગુરુજી મારા ચેતનને મને સમજાવો આવું કરીને શરૂ કરે. ગુરુજી મારા ચેતનને સમજાવો એ પદ શરૂ કરે આખોદિ' આ કાંઇ લેવા દેવા ધંધો વેપાર કાંઇ નહીં. અરે બાપુ ! કરવા જેવું આ છે અરે જાવું છે ક્યાં ભાઈ, આ બધાં સંયોગો છુટી જાશે બાપુ, આ ક્યાં તારા છે? આહાહા ! રાગનો સંયોગીભાવ પણ પ્રભુ તારો નથી, તો આ ચીજ ક્યાંથી આવી, તું ક્યાં રોકાઈ ગ્યો ? કોને સાચવવા?આહાહા ! જેને સાચવવો તો એને સાચવવો નથી ને જેને સાચવી શકતો નથી તેને સાચવવામાં રોકાઇ ગ્યો. અને આમાં સાચવી શકે છે ત્યાં આવતો નથી. આહાહા ! અહીં કહે છે, જ્યાં આગળ ભગવાન આત્મા પૂર્ણ ચૈતન્ય ચમત્કારનું જ્યાં જ્ઞાન થયું સમ્યગ્દર્શન થયું અને ચારિત્રની પૂર્ણતા જ્યાં થઇ ગઈ પછી અપૂર્ણતા છે નહીં, એથી અપૂર્ણતાને જાણતાં જ્ઞાનને વ્યવહાર કહેવામાં આવતો હતો, છે તો એ પોતાનો સ્વપરપ્રકાશક પર્યાય, પણ પરની અપેક્ષાએ એને વ્યવહાર જાણે છે એમ કહેવામાં આવતો હતો, એ પૂર્ણ દશા જ્યાં થઈ, ત્યારે એ વ્યવહાર રહ્યો નહીં. તેથી જાણેલો પ્રયોજનવાન એને છે નહીં. આહાહા ! એકલો અનુભવ આનંદનો, કેવળજ્ઞાન !! વિશેષ કહેવાશે.
(શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ.).
નિશ્ચય સમકિતનું સ્વરૂપ કહે છે. સત્યદર્શન, સમ્યગ્દર્શન જે આત્માનો પૂર્ણ નિર્વિકલ્પ વસ્તુ એનો જે અનુભવ એમાં થતી પ્રતીત એવું જે નિશ્ચય સમ્યગ્દર્શન એની વ્યાખ્યા છે. આહાહ !
(
શ્લોક - ૬ )
(શાર્દૂત્રવિક્રીડિત) एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक् । सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं तन्मुक्त्वा नवतत्त्वसन्ततिमिमामात्मायमेकोऽस्तु नः।।६।।