________________
શ્લોક – ૫ કોઇક આઘે જવું હશે કે સાડા દશ થઇ ગયા કે આ કૂવો છે તે ઉભું રાખ્યું ત્યાં આમ જોવેને ત્યાં પાણી ન મળે, એમાં એક જણો કહે માથે મોટા પથ્થરા પડયા છે મોટા પચ્ચીસ-પચ્ચીસ મણના નાખો ને એમાં એક પથ્થરો જ્યાં નાખ્યો ઓલી ચાર તસુ તુટીને પાણીની શેડ ઉડી અંદરથી, શેડ ઉડી આમ અંદરથી, ત્યાં તો નીચે પાણીનો પ્રવાહ છે ને નીચે પાતાળમાં જોરદાર, આહાહા.... (કૂવામાં) પાણી ભર્યું છે, એમ આત્મામાં પાણી ભર્યા છે ગુણના ઊંડા-ઊંડા. આહાહા! આ માણસ નથી કહેતા, આ માણસ પાણીવાળો છે છોકરો, પાણીવાળો એટલે તાકાતવાળો એમ ભગવાન અનંત પાણીવાળો છે. આહાહાહા ! જેના તળીયામાં પાતાળમાં પાર નથી, જેનો પાર કેવળી પામી શકે કે જ્ઞાની પામી શકે, બાકી તર્કથી મેળવી શકાય એવી એ ચીજ નથી. આહાહાહા ! એવા ચૈતન્ય ચમત્કાર માત્ર અવલોકે છે, એમ છે ને? તેમને વ્યવહારનય કાંઇપણ પ્રયોજનવાન નથી, એટલે કે એને વ્યવહારનયનો વિષય જ રહેતો નથી. આહાહાહાહા! સમજાણું કાંઈ? આવો માર્ગ છે ભાઈ !
જ્યાં સમ્યગ્દર્શન જ્ઞાન થયું પૂર્ણાનંદના નાથના એ દેદારના દર્શન થયાં. આહાહા! અદબદનાથ પોતે પ્રભુ, એની પ્રતીત અને જ્ઞાન થયાં પણ એમાં લીનતા પૂર્ણ ન થાય, ત્યાં સુધી અને શુદ્ધતા ને અશુદ્ધતાનાં અંશો, પર્યાય છે તે, વ્યવહારનયનો વિષય છે, પર્યાય છે ને શુદ્ધનો અંશ ને એ વ્યવહારનો એટલે વ્યવહારનય જાણેલો એટલે તે કાળે તે જ્ઞાનની પર્યાયની ઉત્પત્તિ, તે જ પ્રકારે સ્વપરને પ્રકાશે તેવી ઉત્પત્તિ થાય, એને એમ કહ્યું કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. પણ જ્યાં પૂર્ણ દશા થઈ, ત્યારે એને શુદ્ધતા, અપૂર્ણતા ને અશુદ્ધતા હતી એ રહી નહીં, પૂર્ણ શુદ્ધતા થઇ ગઇ, એટલે એ જ્ઞાન પણ સ્વપર પૂર્ણને પ્રકાશે એવું જ્ઞાન થઈ ગયું, અધુરાને પ્રકાશે એવું જ્ઞાન જે હતું એ ત્યાં રહ્યું નહીં. આહાહાહાહા ! કહો દેવીલાલજી! આવો માર્ગ છે. આ દિગંબર ધર્મ. આહાહા!
બીજી રીતે કહીએ, તો આ આત્માની પર્યાય જ્ઞાનની એક સમયની પર્યાય એને છ દ્રવ્ય જાણવાનો એનો સ્વભાવ છે, અને એ પર્યાય ત્યારે માની કહેવાય કે છદ્રવ્ય જાણવાનો એનો સ્વભાવ છે, અને એ પર્યાય ત્યારે માની કહેવાય કે છ દ્રવ્યો એમાં અનંત તીર્થકરો સિદ્ધો આવ્યા, નિગોદના જીવ આવ્યા સાક્ષાત્ વર્તમાન મહાવિદેહમાં બિરાજનારા એ દ્રવ્યો એમાં આવ્યા, એવા અનંતા દ્રવ્યોને એક સમયની પર્યાય ભલે શ્રુતજ્ઞાનની હોય, તે જાણવાની તાકાત રાખે છે, એટલે એક સમયની પર્યાયની જેણે પ્રતીત કરી એણે છ દ્રવ્યને માન્યા છે. પણ તે તો હુજી વ્યવહાર છે. આહાહાહાહા ! એક સમયમાં અનંતા તીર્થંકરો સિદ્ધોને માન્યા, જાણ્યા, પર્યાય એનો સ્વભાવ જ એવો છે પણ એક પર્યાયને જ્યાં સુધી માને ત્યાં સુધી તો હજી વ્યવહારનય છે એનો. આહાહાહા ! એ છૂટીને દ્રવ્યનાં આ જ્યાં ત્રિકાળ જેમાં એક એવી પર્યાયો નહીં, અનંતી અનંતી એક એક ગુણનો સંગ્રહ પડ્યો છે. એવા અનંતા ગુણોનો પ્રભુ. આહાહાહાહા! અનંતી, અનંતી, અનંતી, અનંતી, અનંતી, શક્તિઓ એટલે સંખ્યા, એની એક એક શક્તિ પ્રભુત્વ ગુણથી ભરેલી છે. આહાહાહા ! અને તેની પર્યાય પણ પ્રભુત્વગુણની પર્યાય છે. એની પ્રભુત્વ ગુણની પર્યાયને પર કોઇ ખંડ કરી શકે કે પરની અપેક્ષાથી તે પ્રભુત્વ ગુણની પર્યાય અથવા બીજા ગુણોમાં પણ પ્રભુત્વનું રૂપ છે. બીજા ગુણોની પર્યાયમાં પણ પ્રભુત્વનું રૂપ છે, પણ બીજા ગુણની