________________
८
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સ્વતંત્ર શોભીત. જેને રાગના નિમિત્તની અવલંબનની જરૂર નથી. આહાહાહા ! એ રીતે અખંડ પ્રતાપિત સ્વતંત્ર સ્વાધીન પર્યાય એક પ્રભુત્વગુણની થાય એવી રીતે અનંતાગુણની પ્રભુત્વ ગુણને કા૨ણે પોતાનું પણ સ્વરૂપ એવું છે માટે, આહાહાહા ! સ્વતંત્રપણે, સ્વાધીનપણે, જેનો કોઇ પ્રતાપ ખંડ કરી શકે નહીં એવી ગુણની પર્યાયનું પરિણમન સ્વતંત્ર પોતાથી થાય છે. આહાહા ! એને વ્યવહા૨થી આ થાય ને નિમિત્તથી આ થાય, એ વસ્તુના સ્વરૂપમાં નથી. સમજાણું કાંઇ ? આહાહાહા ! આવી વસ્તુ છે. સાંભળવી કઠણ પડે પહેલી તો. આહાહા ! બાપુ ! પ્રભુ ! તું છો આવો ને ? તું છે એની વાત હાલે છે એ. આહાહા ! એ ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રભુ એની શાન શ્રદ્ધા થઇ અને પછી લીનતા પૂર્ણ થઇ ગઇ, એને પછી અપૂર્ણતા જે શુદ્ધતાનો અંશ અને અશુદ્ધતા એ છે નહીં, તેથી એને વ્યવહારનય છે નહીં, એથી વ્યવહારનું પ્રયોજન પણ જાણવું રહ્યું નથી. આહાહાહા ! સમજાણું કાંઇ ? ( શ્રોતાઃ- ૧૯ મી વાર વાત થઇ ) હા ! ૧૯મી વાર સાચી વાત છે. ૧૯મી વા૨ છે. ૧૯ વા૨ એમાં છોટાભાઈ કહે છે અમારે ચુડાવાળા કે આ ફેરી પહેલી ગાથાથી બહુ સારું ચાલે છે એમ કહે છે. ૧૯મી વા૨, છોટાભાઈ ! એ કહેતા'તા અંદર આવીને કહેતા હતા. માર્ગ આવો બાપા! આહાહા ! એ ભગવાને કહ્યો છે એમ છે કાંઈ ભગવાને કર્યો નથી આ કાંઈ. પોતાનું કર્યું પણ ૫૨નું કાંઈ કર્યું નથી એ તો એ એની ચીજ સ્વતંત્ર છે. ભગવાન તો એમ કહે છે કે તારા સ્વરૂપની પ્રાપ્તિ માટે તારો ગુણ એવો છે કે અમારી અપેક્ષા વિના તારું પરિણમન થાય એવો તારો ગુણ છે. આહાહા !
અમે દેવ ગુરુ ને શાસ્ત્ર જે ૫૨ છીએ અને ૫૨ની અપેક્ષાથી તારામાં કાંઇ રાગ થાય એ સ્વભાવ તારો છે જ નહીં. આહાહાહા ! ત્યારે ? કે એને થાય છે ને ? કે થાય છે તેને જાણવાની પર્યાય સ્વ૫૨પ્રકાશમાં જાણે છે. આહાહાહા ! ( શ્રોતાઃ- વ્યવહારે પ્રચાર પ્રસાર કર્યો પછી એનું ફળ આવ્યું ને ?) પ્રચાર-પ્રસાર કાંઇ ન મળે. એ તો પહેલું એટલું આવ્યું કે આ આત્મા તે શાન છે એવો ભેદ આવ્યો એટલી વાત. એ એને અનુસરવું નથી. અનુસ૨વાનું અભેદને છે. અને પછી પણ જ્યારે પર્યાયમાં પૂર્ણતા નથી. ત્યાં સુધી અપૂર્ણ શુદ્ધતા ને અશુદ્ધતાનો અંશ હારે છે, જુદા જુદા અંશ છે. આહાહા ! એને જાણેલો પ્રયોજનવાન છે, એટલે કે તે વખતે તેવું જ જ્ઞાન, એ રાગ છે ને અશુદ્ધતા છે, એની અપેક્ષા રાખ્યા વિના, જ્ઞાનનો પર્યાય પણ સ્વતંત્ર સ્વથી જેની અખંડતાના સ્વતંત્રતાથી શોભાયમાન જેની પર્યાય છે એને કોઇ રાગ છે માટે એનું જ્ઞાન થાય એવી પણ અપેક્ષા નથી. આહાહાહા! સમજાણું કાંઇ? એની તે સમયની જ્ઞાનની પર્યાય સ્વપ૨પ્રકાશકપણે તે કાળે તે જ પ્રકારની ઉત્પન્ન થવાની સ્વતંત્રથી શોભે છે. એને કોઇ રાગ છે માટે સ્વ૫૨પ્રકાશક પર્યાય થઇ એમ નથી. આહાહાહાહા ! આ વસ્તુ તત્ત્વજ્ઞાન ચીજ જ કોઇ જુદી છે. આહાહા ! આ તો મહા ઊંડો પાતાળનો કૂવો, પાતાળનાં પાણી એ આ પાર આવે એવું છે ? ( શ્રોતાઃ– એ અવાવરું થઇ ગયો તો ) અવાવો. આહાહા ! જનડામાં કહ્યું હતું ને પાતાળમાં પાણી તરત તૈયા૨ હતું. બહુ ખોદયું, ઘણું ખોદયું નીકળ્યું નહીં, એક ચા૨ તસુની પથ્થ૨ની ઓલી રહી ગઇ પાતાળને અને તૂટવાની. તો થાકી ગયા તો વિયા ગ્યા ઘરે, પાણી નીકળ્યું નહીં. એમાં એક આવી જાન, જાન સમજ્યાને દુલ્હા લગ્ન દસ વાગ્યાનું ટાણું દસ સાડા દસ કે હવે અહીં કૂવો છે ને આપણે અહિંયા આરામ કરીએ અહીંયા નાસ્તા કરે ને લાડવા ખાય ને જાન આ લગન
જ