________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨ દરિયો પ્રભુ એને એ જાણે, જેનું ક્ષેત્રનું માપ નથી કયાંય અંત નથી, એને પણ જાણે, જેના કાળની શરૂઆત નથી, ક્યારે? કયાં? આહાહાહાહા ! એને પણ જાણે. એવો જે જ્ઞાનનો પર્યાય એને ચૈતન્ય ચમત્કાર તરફ જ્યાં વાળ્યો. આહાહાહા ! આહાહાહા! ઝીણી વાત છે. પ્રભુ શું થાય? આ તો અનંતકાળમાં એણે એક સેકન્ડ કર્યું જ નથી. (શ્રોતા- સાંભળ્યું નથી) એવું સાંભળ્યું નથી, આ શું છે? આ તે આ? મારો નાથ અંદર ચૈતન્ય ચમત્કારથી ભરેલો, એ કોઇ વિકારને કરે ને પરનું કરે ને પરથી પોતામાં કંઇ થાય એવી એ ચીજ જ નથી. આહાહા! આહા!
જે પુરુષો, પુરુષો એટલે આત્મા, પુરુષો જ કરે એવું કાંઈ નથી. જે પુરુષો ચૈતન્યચમત્કાર-માત્ર, આહાહા! જેમાં વ્યવહારનું પરિણમન કરવું એવો તો ગુણ નથી, પણ જેમાં વર્તમાન પર્યાય છે તે તેમાં (ધ્રુવમાં) નથી. આહાહા ! જે, જે જ્ઞાનની પર્યાયે અમાપને માપમાં લઇ લીધો છે, એ પર્યાય પણ એમાં નથી. આહાહાહા! એવો જે ચૈતન્ય ચમત્કાર, આહાહા! “માત્ર”, “માત્ર' શબ્દ છે ને? ચૈતન્ય માત્ર એટલે કોઇ રાગ નહીં, વિકલ્પ નહીં, પર્યાય નહીં, ભેદ નહીં, આહાહા ! “પદ્રવ્ય ભાવોથી રહિત શુધ્ધનયના વિષયભૂત” આહાહાહા ! જેને ૧૧મી ગાથામાં ભૂતાર્થ કહ્યો, છઠ્ઠી ગાથામાં જેને જ્ઞાયક કહ્યો. આહાહાહા!ચૈતન્ય-ચમત્કારમાત્ર, પારદ્રવ્ય ભાવોથી ( રહિત) પહેલો તો અતિ કીધું, ચૈતન્ય-ચમત્કાર માત્ર વસ્તુ, વસ્તુ, વસ્તુ, વસ્તુ હવે પરદ્રવ્યોથી રહિત, નાસ્તિ કીધું. રાગાદિથી રહિત. આહાહા! “પરમ અર્થને અંતરંગમાં” આહાહા ! એવો પરમ પદાર્થ પ્રભુ, જેની શક્તિના ગુણના સંગ્રહનો માપ નથી. આહા....આ તે શું છે આ? ઓલા ક્ષેત્રનું માપ નથી, કાળનું માપ નથી, અહીં ગુણનું માપ નથી, છતાં ક્ષેત્ર તો આટલું છે, શરીર પ્રમાણે ક્ષેત્ર છે. અરે, અંગુળના અસંખ્ય ભાગમાં નિગોદનાં અનંતા જીવો, એ એક એક જીવ અનંતા અનંતા ગુણના માપથી, અમાપથી ભરેલું છે. આહાહા ! અરે બાપુ એને દ્રવ્યની શ્રધ્ધા ક્યારે થાય? આહા! અંગુળના અસંખ્યાતમાં ભાગમાં અહીં, અનંતા જીવો છે અહીં. આખા લોકમાં એટલા ભર્યા છે. ડુંગળી, પ્યાજ, લસણ એની કળી એક કટકી, (એમાં) અસંખ્ય શરીર એક શરીરમાં અનંતા જીવ એક એક જીવના અમાપ અનંતા ગુણો આ બધાનું ક્ષેત્ર નાનું છે, પણ એ ક્ષેત્રની અહીં જરૂર નથી. એના સ્વભાવના સામર્થ્યની શું ચીજ છે? સમજાણું કાંઈ? આહાહાહાહા !
એવા પરદ્રવ્ય માત્રથી (ભાવોથી) રહિત પરમ અર્થને” પરમપદાર્થ, આહાહા... ચૈતન્ય ચમત્કાર ત્રિકાળ અનંતગુણનો અમાપ વસ્તુ, પ્રભુ ! આહાહા ! એને અંતરંગમાં અવલોકે છે. અંતરંગમાં અંતર અવલોકે પર્યાયમાં, આહાહાહા... જ્ઞાનની પર્યાય એને અવલોકે છે. આહાહાહા! એ પર્યાય કેવડી અને કેટલી તાકાતવાળી કે જે અમાપગુણની શક્તિનો સંગ્રહ પ્રભુ, આહાહા.. ભાઈ ! સમ્યગ્દર્શન અને એનો વિષય અને એને જાણનારી જ્ઞાનની પર્યાય, કોઇ અલૌકિક ચીજ. અરેરે ! એવી એ ચીજ જે છે એને જે અવલોકે છે, અવલોકે છે એ પર્યાય છે. અમાપ એવો ભગવાન આત્મા એને જે જ્ઞાનની પર્યાય અવલોકે છે. (અવલોકનારી) પર્યાય, ધ્રુવ ધ્રુવને ક્યાં અવલોકે? એ પર્યાય સિદ્ધ કરી. અવલોકે છે, તેની શ્રદ્ધા કરે છે. આહાહાહા ! જે અમાપ શક્તિનો પ્રભુ સંગ્રહાલય અનંતગુણોના સંગ્રહનો આલય, સ્થાન, ધ્રુવધામ. એને જે અંતરમાં પર સન્મુખથી છુટી, સ્વસમ્મુખ થાય છે, એને ત્યારે અવલોકે છે. દરિયો મોટો ગુણનો દરિયો એને