________________
૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ છે ને કે વ્યવહા૨થી નિશ્ચય થાય પણ એ વસ્તુમાં વ્યવહા૨ છે જ નહીં, એને નિશ્ચય થાય ક્યાંથી આવ્યું? વ્યવહા૨નું પરિણમન જ નિશ્ચયનો કોઈ ગુણ નથી. આહાહા ! સમજાણું કાંઈ ? આહાહાહા ! એ તો ભગવાન વિકારના વિકલ્પ જે વ્યવહાર રત્નત્રયનો શુભાગ જેને હસ્તાવલંબ કહ્યો જિનવાણીમાં, એ પણ બંધનું કારણ છે. આહાહાહાહા ! અને બંધના કારણરૂપે થવું એવો કોઈ જીવમાં અનંત, અનંત, અનંત, અનંત, અનંત ગુણો છે. અનંત, અનંત, અનંત, અનંત, જેની સંખ્યાની હદ નથી. આકાશના ક્ષેત્રની જેમ ક્યાંય દ નથી, કે ક્યાં થઈ રહ્યું આકાશ ? એમ અનંતગુણની હદ નથી. કે આ ગુણ, હવે આ આ-આ છેલ્લો અનંત, અનંત, અનંત, અનંત, અનંત, અનંતમાં છેલ્લો ( ગુણ ક્યો ? ) એવી કોઈ હદ નથી. આહાહાહાહા ! આકાશનો ક્યાં અંત ? શું છે આ ? અનંતગુણા અનંત જોજન, અનંત જોજન અનંતને અનંત ગુણે કે હવે આકાશ થઈ રહ્યું એમ છે ? આહાહા ! જેના ક્ષેત્રનો પણ અંત નથી. એવો જે ક્ષેત્રનો “A” ક્ષેત્ર જાણનાર ભગવાન ક્ષેત્ર “A” છે આ તો. એના ગુણની સંખ્યાની કોઈ હદ નથી, કે અનંત, અનંત, અનંત, અનંતમાં આ આ આ અનંતમાં, અનંતમાં, અનંતમાં, અનંતમાં, છેલ્લો આ આવ્યો ! આહાહાહાહા ! એવો જે અનંતગુણનો રાશિ પ્રભુ, જે સમ્યગ્દર્શનનો વિષય. આહાહાહા ! કેમ કે એ સત્ય એટલું ને એવડું છે. તેને તે રીતે પ્રતીતમાં જ્ઞાન કરીને લેવું એને સત્યદર્શન જેવું સત્ય છે, તેવું દર્શન થયું. સમજાણું કાંઈ ? આહાહા ! એ અહીં કહે છે, વ્યવહાર પડેલો કહેવામાં આવ્યો. જો કે પહેલી પદવીમાં સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી એણે ગુણનો ભેદનો વિકલ્પ એને સમજાવવો પડે ( છે ). આહાહા ! કે જો આ આત્મા, એ જ્ઞાનસ્વરૂપ છે, દર્શનસ્વરૂપ છે, એવો જે ભેદનો વિકલ્પ પહેલો એ જ્ઞાનનો અંગ ગણીને, સમ્યગ્નાનનો અંગ નહીં. પણ વ્યવહારુ જ્ઞાનનો અંગ ગણીને, તેમાં લખ્યું છે કળશ ટીકામાં. સમજાણું કાંઈ ? એવું આવે પહેલું. આહાહા !
હસ્તાવલંબ જાણી, છે? “જેમણે પોતાનો પગ માંડેલો છે. એવા પુરુષોને, અરેરે! હસ્તાવલંબ કહ્યો છે.” આચાર્યો ખેદથી કહે છે, અરેરે ! એને નવતત્ત્વની શ્રદ્ધા ને ગુણ ગુણીના ભેદની વાત, એવી વાત આવે, અરેરે ! પણ એ તો ખેઠનું કા૨ણ છે. એ આત્માને લાભનું કા૨ણ નથી. આહાહાહા ! જેને વીતરાગે કહેલો વ્યવહારનો વિષય. આહાહા ! એ હસ્તાવલંબ જાણીને કર્યો છે ઘણો, આહાહા ! ચ૨ણાનુયોગમાં આવ્યું હતું પ્રવચનસાર. હે પંચાચાર ! જ્ઞાનાચાર ! વિનયથી ભણવું, અક્ષરોને આમ કરવા યોગદાન કરવું, એ બધું જ્ઞાન વ્યવહારાચાર તું મારું સ્વરૂપ નથી. દર્શાનાચાર, નિઃશંક, નિઃકાંક્ષ એવો વ્યવહાર સમકિતના આચાર આઠ એ તું મારું સ્વરૂપ નથી. પંચમહાવ્રત ને પાંચ સમિતિ ગુપ્તિ એવા અઠ્ઠયાવીસ મૂળ ગુણ એ વિકલ્પ તું મારું સ્વરૂપ નથી હોં, પણ મારી પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી તું છે, પાંચેય આચાર છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને તપાચાર વ્યવહારના. આહાહા ! એ જે વ્યવહાર કહ્યા છે ભગવાને ત્યાં, અર્થમાં તો એવું આવ્યું છે કે, તેં તારા પ્રસાદથી પૂર્ણ જ્યાં સુધી ન પામું (ત્યાં સુધી ) એ વ્યવહા૨ના કથન છે. (શ્રોતાઃ- ખરેખર મારૂં સ્વરૂપ નથી.) આવું સ્વરૂપ છે. આહાહા !...
હું પૂર્ણાનંદને પ્રાપ્ત ન થાઉં ત્યાં સુધી તારો આવો ભાવ હોય છે એટલું બસ ! પણ છે એ બંધનું કા૨ણ છે. અને બંધના કારણનો જે ભાવ, આહા ! એ અનંતા, અનંતા, અનંતા, ગુણોનો ડુંગ૨ ગુણનો ગોદામ, અનંત ગુણનો ગોદામ પ્રભુ (છે ). જેનાં અનંતની અનંતનો અંત નહીં