________________
૧૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પર્યાયને પણ પરની અપેક્ષા હોય તો તે પર્યાય ઉત્પન્ન થાય અને પર્યાય રહે અને પર્યાય વધે એમ નથી. આહાહાહાહા ! માનો ન માનો જગત ગમે તે કહો. સમજાણું કાંઇ?
આવું વસ્તુનું સ્વરૂપ ! ભારે વાત, ઓલા એ બચારાએ લખ્યું છે જાપાનવાળાએ કે એક તો આવો જૈન ધર્મ અનુભૂતિરૂપ જૈનધર્મ અને નિર્વાણરૂપ આત્મા, એટલે આપણે મુક્તસ્વરૂપ આત્મા કહીએ એણે નિર્વાણ કહ્યું. આત્મા પોતે મુક્તસ્વરૂપ જ છે. સ્વભાવ, શક્તિસ્વરૂપ મુક્તસ્વરૂપ જ છે. એણે નિર્વાણ લીધું બચારાએ એણે એક કહ્યું અત્યારનો આ ધર્મ વાણીયાઓને હાથ આવ્યો અને વાણીયા વેપારના વ્યવસાયમાં ગુંચી ગયા છે. એ હિંમતભાઈ ! લોઢામાં ને આહાહાહા ! અહીંયા એણે લખ્યું છે ( જાપાનવાળાએ ) વાણીયા વેપારી આમાં ગુંચવાઈ ગયા વ્યવસાયમાં એમાં આ શું ચીજ છે એનો નિર્ણય કરવાને, નિવૃત્તિ પણ લે નહીં. આહાહા ! એક તો વેપારના ધંધામાં ગુંચાઈ ગયા બીજા પાછા બાયડી, છોકરાને કુટુંબને સાચવવા, જાળવવા ને એની હારે આ આ આ રાજી રાખવા ને સારા કરવાને રમતું કરવી ને અરરર! વેપારના વ્યવસાય ઉપરાંત આ, આ તો બધાને હોય, એ જૈન ધર્મનો મર્મ છે તેનો નિર્ણય કરવા માટે વાણિયા વેપારના વ્યવસાયવાળા નવરા નથી અને ભાઈએ તો લખ્યું છે જગમોહનલાલજીએ અરે આ લોકો આવા જાપાનના અન્ય મિથ્યાષ્ટિઓ તે અનાર્ય દેશમાં રહેલા, એવા વિજ્ઞાનની શોધ કરતાં કરતાં આવું જેણે જૈન ધર્મનું રૂપ કાઢયું, આપણે જૈન લોકો પ્રમાદી છીએ એમ લખ્યું બચારાએ જગમોહનલાલજી, હૈ? છે ને એવું વાચ્યું, બતાવ્યું તું. આપણે રાતે વાગ્યું હતું ને મોહનલાલજી! રાતે નહીં બે ત્રણ દિવસ પહેલાં. (શ્રોતા- પ્રમાદી) પ્રમાદી છે. અરે વાણિયા આપણે એમ કે જૈન, એ લોકો આવું શોધી ને કાઢે કે જૈનનું સ્વરૂપ આવું છે અને તમે વાણિયા વેપારી જૈનમાં જનમ્યાને કાંઇ નિર્ણયનાં ઠેકાણાં ન મળે. આહાહાહા!(શ્રોતા - વાણિયા એવા જ હોય) હવે એને માટે નિર્ધાર કરવો જોઇએ. નક્કી કરો એમ લખ્યું પાછું હવે, તૈયાર થાવ પ્રમાદને છોડો, બહારના વ્યવસાયમાં રોકાણ છોડી દો. આહાહા ! ભાઈ નથી આવ્યાને હસમુખ નથી આવ્યાને બપોરે આવે છે બપોરે આવે હસમુખ. અમારે ગાંધી છે ને હસમુખ બોટાદનો, માળે ૪૨ વર્ષની ઉંમર બે ત્રણ લાખની પેદાશ દુકાને લોઢાની મુંબઈ પોતે જાતે દુકાન કરેલી, એ ગાંધી તમારામાંથી આ હસમુખ, હસમુખ, હસમુખ કાંતિલાલ આહાહા ! ત્રણ ત્રણ લાખની પેદાશ પોતે કરેલી ૪૨ વર્ષની ઉંમર એક છોકરો છે ૧૦ કે ૧૧ વર્ષનો, એક છોડી છે, ભાઈઓને કહે ભાઈ હવે મારે કાંઈ ધંધો કરવો નથી. ભાઈ ! આપણે ત્રણ ભાઈઓ છીએ. મારો ત્રીજો ભાગ આવે ને, મને ચોથો ભાગ આપો. પણ હવે હું દુકાને નહીં આવું દુકાને, આવે છે. ઘણી વાર બપોરે આવે આજ આવે તો આવે કાલ નથી આવ્યા નહીં. શનિવાર-રવિવારે કાયમ. (શ્રોતા:એ સબ આપકા પ્રતાપ હે) એને એકદમ એમ થઈ ગયું કે આહા! આપણે કરવાનું તો રહી જાય છે ને આ શું? છોકરાઓએ પાંચ લાખ આપ્યા, ચીમનભાઈ, બે ભાઈઓએ બે ત્રણ લાખની પેદાશ વર્ષની. પૈસા ઘણાંય હશે ભાઈ પાંચ લાખ આપ્યા ભાઈ અમે પાંચ લાખ આપીએ. બસ કાંઇ બોલ્યા નહીં. બસ, મારે બસ છે. પાંચ લાખનું પાંચ હજારનું મહીને વ્યાજ આવે, બસ મારે વાપરીશ હું આ શાસ્ત્રોમાં છોકરાની દવામાં ગરીબ માણસો આવે એ જોયું છે ને ગરીબપણું પોતે એટલે ગરીબપણાને દેખીને દયા આવી જાયને કહે બે પાંચ રૂપિયા લઈ જા ભાઈ, લઈ જા,