________________
प्रत्यभिज्ञाप्रामाण्यम् ।
[૬. ૬
(प०) तिग्मस्तनूनपादिति, सुरभीदं चन्दनमिति तिग्मत्वं सुरभित्व चाऽननुभूयमानत्वात् स्मृतिविषयम् ।
६६ अथ कथं प्रत्यभिज्ञाप्रामाण्यमशक्यन्तः शाक्याः शक्याः शमयितुम् । ते हि प्राहुः-दलितकररुहशिरोरुहशिखरादिवत् सर्वत्र भ्रान्तैवेयमिति । अहो ! तर्कतर्कणकाकश्यममीषाम् । एवं हि विहायस्तलावलम्बमानमृगाङ्कमण्डलयुगलावलोकिप्रत्यक्षवत् सकलमपि प्रत्यक्षं भ्रान्तिमत् किं न भवेत् ?
६७ अथ लक्षणयुक्ते बाधासम्भवे तल्लक्षणमेव दूपितं भवति । संकलनं हि प्रत्यभिज्ञानचिह्नम् । तद्युक्तमपि च कररुहादौ प्रत्यभिज्ञानमवाध्यतेति तल्लक्षणमेव बाधितम् । प्रत्यक्षे तु यत्र बाधा, न तत्र तल्लक्षणमक्षूणम् , क्षणदाप्रियद्वयावलोकनायामभ्रान्तत्वाभावात् । यत्र तु तदक्ष्णं न तत्र वाधा, स्तम्भादिप्रत्यक्षवदिति चेत् । नैवम् । न खलु संकलनमात्रमेव प्रत्यभिज्ञाप्रमाणलक्षणमाचक्ष्महे, किन्तु स्वपरव्यवसायिज्ञानत्वरूपप्रमाणसामान्यलक्षणसद्भावे सति यत्संकलनम् । न च कररुहादिवेदने तदस्ति, विशिष्टस्य विपर्ययशून्यस्यावसायस्याभावादिति कथं लक्षणयुक्तेऽस्मिन्नपि वाधरोधः स्यात् ? ।
ફુદ. શંકા–પ્રત્યભિજ્ઞાનનાં પ્રામાણ્યને સહન નહિ કરનારા શાક્યો–બૌદ્ધો-ને કઈરીતે શાંત કરશે? કારણ કે તેઓ કહે છે કે–પ્રત્યભિજ્ઞા તે સર્વત્ર બ્રાન્ત જ છે. કારણ કે કાપી નાખ્યા પછી ફરીથી વધેલ નખ અને વાળ વિષે “આ તે જ નખ છે, “આ તેજ વાળ છે, આ પ્રકારની પ્રત્યભિજ્ઞાની જેમ સર્વત્ર પ્રત્યભિજ્ઞા બ્રાતિરૂપ જ છે.
સમાધાન–અહો ! આશ્ચર્યની વાત છે, કે આ બૌદ્ધોની તકતકણા-(પદાર્થ વિચારણા)માં કેવી કર્કશતા છે? કારણ કે–એકાદ પ્રત્યભિજ્ઞા બ્રાન્ત હોય એટલે બધી પ્રત્યભિજ્ઞાને ભ્રાન્ત માનવામાં આવે તે પછી આકાશમાં બે ચન્દ્રને વિષય કરનાર બ્રાન્ત પ્રત્યક્ષની જેમ બધા જ પ્રત્યક્ષે કેમ બ્રાન્ત સિદ્ધ નહિ થાય?
૬૭. બૌદ્ધ-લક્ષણ યુક્ત પદાર્થમાં બાધા હોય તે તે લક્ષણ જ દૂષિત થાય છે, એ નિયમ છે. અને “સંકલન એ પ્રત્યભિજ્ઞાનનું લક્ષણ છે, અને તે લક્ષણથી યુક્ત પ્રત્યભિજ્ઞાન નખ, કેશ વગેરેમાં બાધિત થાય છે, માટે પ્રત્યભિજ્ઞાનનું લક્ષણ જ બાધિત છે. પરંતુ પ્રત્યક્ષમાં તે-જ્યાં બાધા છે ત્યાં પ્રત્યક્ષનું લક્ષણ જ ઘટતું નથી કારણ કે-બે ચન્દ્રના દર્શનરૂપ પ્રત્યક્ષ અભ્રાન્ત નથી પણ ભ્રાંત છે. જ્યાં લક્ષણ ઘટે છે ત્યાં બાધા હતી જ નથી. જેમ કે–સ્તક્ષાદિપ્રત્યક્ષમાં લક્ષણ ઘટી શકે છે, માટે બાધ પણ નથી.
જેન–તમારું એ કથન ઉચિત નથી, કારણ કે–અમે કેવળ “સંકલનને જ પ્રત્યભિજ્ઞા પ્રમાણનું લક્ષણ કહેતા નથી, પરંતુ સ્વાપરવ્યવસાયિજ્ઞાનરૂપ પ્રમાણના સામાન્ય લક્ષણ સહિત જે સંકલન છે, તેને અમે પ્રત્યભિજ્ઞા પ્રમાણનું લક્ષણ કહીએ
१ तर्ककर्कण मु