________________
થઈને નીચે પડ્યાં ! આ શો વ્યતિપાત !
‘ને આ કાબરચીતરી નારી મારી પ્યારી !' બીજા શસ્ત્રધારીએ એક બીજી સુંદરીને પકડતાં કહ્યું. એ બિહામણા અવાજ થી ગર્ભધારિણી ગોપાંગનાનો ગર્ભ ગળી ગયો.
‘ને આ કાળી મારી કામણગારી ' ત્રીજા એક શસ્ત્રધારીએ કહ્યું. એની આંખોના ડોળા નાગ કરતાંય ભયંકર તગતગતા હતા. | ‘લે મારા રોયા કામણગારીવાળા !"ને એક ગોપસુંદરીએ હાથની મૂઠીનો ઘા
ક્ય.
પાછળ બીજું ટોળું આવ્યું. એ સૈનિકોનું હતું. તેઓ બોલ્યા, ‘આ ગોપલોકોને અહીં ઝાડે બાંધો. મારા દીકરા બહુ ફાટયો છે.'
ગોપલોકોને પકડી પકડીને ઝાડ સાથે બાંધવા માંડ્યા, ને બંદીવાન બનેલી સુંદરીઓનાં રૂપાળાં અંગો સાથે અડપલાં કરતા શસ્ત્રધારીઓ કહેવા લાગ્યા, ‘આજ એક એકની ખબર લઈશું. જાઓ, પહેલાં થોડી જુવાન ગાયો પકડી લાવો. એમનાં મીઠાં, મધુરો માંસ પકવીએ, મદિરા છાણીએ ને પછી આ માનુનીઓને પિવડાવીએ!”
‘પણ અલ્યા, તમે છો કોણ ?' એક ગોપસુંદરીએ હિંમતથી પ્રશ્ન કર્યો. ‘આ પ્રેમની દુનિયામાં શ્રેષના દાવાનળ જેવા તમે ક્યાંથી ધસી આવ્યા ?'
‘રે સુંદરી ! તારા હૃદયસરોવર પર ખીલેલાં મોહકતાનાં કમળ લેવા, અમે ઠેઠ મગધથી અહીં આવ્યા છીએ. જાણી લો સહુ !' એક બાડી આંખવાળો ને શરીર પર બત્રીસ ઘાવાળો યોદ્ધો બોલ્યો. વધુમાં એણે કહ્યું,
‘અમે મહાન ચક્રવર્તી રાજા જરાસંધના સૈનિકો છીએ.’
‘તો તમારો રાજા બાયલો લાગે છે !' એક વૃદ્ધ ગોપાંગનાએ કહ્યું. એને કોઈનો ડર નહોતો. ખુદ મોતનો પણ નહિ !
કાં રે બૂઢી ! એમ કેમ કહે છે ?' પેલા વિરૂપાક્ષે ક્રોધમાં કહ્યું. ‘બાયલો નહિ તો બીજું શું ! એ વગર કોઈ રાજાના સૈનિક કોઈ સ્ત્રી પર હાથ ઉઠાવે ખરો ? અમારા કૃષ્ણ કનૈયાએ મથુરાના રાજાને માર્યો પણ મથુરાની સ્ત્રીઓ, એને મા-બેન સમાન !' ગોપાંગનાએ કહ્યું.
વિરૂપાક્ષને પણ એ બૂઢી સાથે રકઝક કરવી પસંદ નહોતી. એ તો જુવાન ગાયોને અને જુવાન ગોપીઓને નજરથી વીંધી રહ્યો. ઘણા દિવસના પ્રવાસનો એને થાક હતો, ભૂખ હતી, કંઈક આમોદ-પ્રમોદની આવશ્યકતા હતી. આ રૂપપ્રેમભરી ગોપાંગનાઓ એ માટે અનુકૂળ હતી !
સૈનિક એક ગોપીની છેડતી કરવા ગયો ને એણે ચીસ પાડી. સૈનિકને એ ચીસે ઉત્સાહી ર્યો. તરુણીની ચીસ તો કામીના મનને બહલાવે. એણે ગોપીને ફરીથી પોતાની વધુ નજીક ખેંચી.
ગોપીએ બૂમ પાડી, ‘કૃષ્ણ ! બલ ! દોડો, દોડો !'
કૃષ્ણ ? બલ ?” પેલો સૈનિક સામે હસ્યો. બોલ્યો, ‘રે, કૃષ્ણ ગયો ને બલ પણ ગયો સમજ ! બાંધીને બંનેને મગધમાં લઈ જઈશું ને શૂળીએ ચડાવીશું.”
ગોપીએ ફરી કહ્યું, ‘મેર મૂઆ ! એને શૂળી ચઢાવનાર તમે કોણ છો ? અરે, એ તમને જીવતા નહિ મૂકે. રે કૃષ્ણ ! રે બલ ! ધાજો !'
ને કદંબની ઘેરી ઘટાઓમાંથી પ્રતિઘોષ આવ્યો, વેણુનો સૂર આવ્યો ને એ સૂરની રાહે -
ગાયોનું એક ઉન્મત્ત ધણ દોડતું આવતું દેખાયું. ગાયોની ચઢેલી ગોરજની પાછળ આંગળી પર ચક્ર ફેરવતો કૃષ્ણ દેખાયો !
સૈનિકો સાવધ થઈ ગયો, તેઓએ શસ્ત્ર સંભાળ્યાં ; પણ શસ્ત્રો સંભાળી લે એ પહેલાં ગાયો એમને આંબી ગઈ. ભૂરાંટી થયેલી ગાયોએ એમને શિંગડે ચડાવ્યા, ને પાછળ કૃષ્ણનું આંગલી પરથી ચક્કર ચક્કર થઈને ફેંકાતું ને પાછું આંગળીએ જઈને ચકર ચકર ફરતું ચક્ર આવ્યું.
ચક્ર અડ્યું ને ડફ ડોકું ને ધડ જુદાં !
ધનુષ-બાણ સાબદાં કર્યાં. કૃપાણ તૈયાર કર્યો, પણ ચક્કરની ગતિ ગજ બની હતી ! વચમાં જે કોઈ આવ્યું તે સાફ !
સૈનિકો ગોવાળના આ છોકરાની તાકાત જોઈ રહ્યા ! મલ્લ કુસ્તીમાં તો એની ખ્યાતિ સાંભળી હતી પણ આ ચક્ર-ખેલમાં તો એ ગજબ લાગ્યો ! કેટલા બધા વજનનું ધાતુનું ચક્ર એ આંગળીના ટેરવા પર કેવી સહેલાઈથી ને સિફતથી રમાડે છે - જાણે કોઈ સ્ત્રીનું સુવર્ણકંકણ ન હોય !
ને એ ચક્રના આરા પણ કેવા ધારદાર છે ! ગળા ઉપર જરાક એવું કે આરપાર !
સૈનિકો તો બિચારા મિજબાની માણવાનો વિચાર માંડી વાળી પાછા ફરવાનો વિચાર કરવા લાગ્યા, ત્યાં તો પાછળથી કોઈનો અવાજ આવ્યો.
બંદીવાન ગોપીઓનો એ અવાજ હતો. એમણે બૂમ પાડી : ‘રે બલ આવ્યો!”
ને એક ખેડૂત જેવો જુવાનડો હાથમાં હળ લઈને દોડતો ધસી આવ્યો. એની પાછળ પાર વગરના બળદ ને ગોપ હતા.
કૃપા-કનૈયો B 61
60 g પ્રેમાવતાર