________________
‘મારી વાત કરે છે ? મને નમકુમારે અડધે કૂવે ઉતારી એમ તમે કહો છો?”
રાજ્યશ્રી પ્રશ્નો કરી રહી, અને બીજી તરફ વાતાવરણ ધીરે ધીરે પલટો ખાઈ રહ્યું.
વાજાં-ગાજના શોર એકદમ સમાપ્ત થઈ ગયા. લગ્નગીતો ગાનારી અલબેલડીઓ ચૂપ થઈ ગઈ ને જાણે ચિતતામણની પૂતળી હોય એમ દૂર દૂર તાકી રહી : ઓ જાય રથ અને એનો બેસનાર ! માંડવાના પુરુષો શોરબકોર કરતા જલદી જલદી જાનના અગ્રણીઓ પાસે પહોંચ્યા, પણ કોઈની પાસેથી એમને સંતોષ થાય એવો ખુલાસો મળતો ન હતો.
વરઘોડો વરઘોડાના ઠેકાણે રહ્યો ને ઘોડાઓ અસવારને લઈને દોડી રહ્યા. નગરજનો પોતપોતાની પ્રવૃત્તિ છોડીને ઉત્સુકતાથી માર્ગ પર ટહેલવા લાગ્યા. વાતાવરણમાં ઉશ્કેરાટ એટલો હતો કે એની ગરમીથી આકાશમાં વાદળો બંધાતાં હતાં. ક્યારે ગાજવીજ થાય, ક્યારે વીજળીના કડાકા બોલે એ કંઈ કહેવાય તેવું નહોતું !
કન્યાપક્ષને તો જાણે સાપના ભોણ પર પગ પડી ગયો હોય તેમ લાગતું હતું. આ રીતે માંડવેથી ફરી જનારે લાખની દીકરીને જાણે ટકાની કરી નાખી હતી !
પુરોહિતજી પોતાનું પદ સિદ્ધ કરવા અને તેમને સારામાઠા બે શબ્દો સંભળાવવા આગળ આવ્યા.
“અમે આને લગ્ન કહીએ છીએ. જાન, વરઘોડો, વેદી, વિધિ, પવિત્ર મંત્રોચ્ચાર...' પુરોહિતજીએ રાજ્યશ્રીને મિષ્ટ સ્વરે કહ્યું.
| ‘અંતર મળ્યાં ત્યાં વિધિ બિચારી વેગળી પડી !' રાજ્યશ્રીએ જવાબ આપ્યો. એ તેમની પ્રતિપથી મટી નેમના ત્રાજવામાં ચડી બેઠી.
આખો સંસાર વિધિને માને છે, એમાં તમે ન માનો તેથી શું ? અને તમે પણ વિધિને ન માનતા હો તો આ બધા યાદવોનો શા માટે ખોટી કર્યા ? કુરુક્ષેત્રમાં તો એમની કાગના ડોળે રાહ જોવાઈ રહી છે !' પુરોહિતજીએ કહ્યું.
‘આપણો પશુવાડો એ પણ એક કુરુક્ષેત્ર જ છે ને !' બહેન ! પશુ અને માનવીને સરખાં ગણો છો ?” પુરોહિતે કહ્યું.
ના ના, પુરોહિતજી ! માણસ કરતાં પશુ શ્રેષ્ઠ ! પશુ તો પોતાના પેટની સુધા સંતોષવા પશુને સંહારે છે, માણસ કંઈ પેટની સુધા સંતોષવા નહીં પણ જીભ લોલુપતાને પૂરી કરવા નિર્દોષ પશુનો વધ કરે છે. પશુથી ભૂંડી એમની લાલસા, પશુથી ભંડો એમનો સ્વાર્થ, પશુથી ભૂંડાં એમનાં વેર.' રાજ્યશ્રી બોલી.
‘બહેન ! યુદ્ધ એ તો ક્ષત્રિયોનું સ્વર્ગ છે.’
‘બળ્યું એ સ્વર્ગ, જે અનેક માનવીના જીવનને જીવતું નરક બનાવે, પત્નીને વિધવા બનાવે, માને નિરાધાર સરજે , પુત્રને અનાથ બનાવે, પાણીને રક્ત બનાવે ! પણ ભાઈ વનપાલક ! તું તારી વાત પૂરી કર. સાબર, રોઝ, શિકારાં...' પુરોહિતને પીઠ આપી રાજ્યશ્રી વનપાલક તરફ વળી. | ‘સાબર, રોઝ, શિકારા, મરઘાં ને સસલાં, જેમકુમારે વાડાનો ઝાંપો ખોલ્યો કે કૂદ્યો ! એક બેફામ હરણાએ તો આનંદમાં તેમને શિંગડું ભરાવી દીધું.’ વનપાલક પોતાની વાતનો દોર સાધ્યો.
‘ખમ્મા મારા નેમને ! વનપાલક ! શું લોહી નીકળ્યું હતું ? કોઈએ એમને પાટો બાંધ્યો હતો કે નહીં ? નેમ ગુસ્સે થયા હતા ?' રાજ્યશ્રી પ્રશ્નો પૂછી રહી.
‘નેમ પાસે ગુસ્સાનું તો નામ જ લેવાનું કેવું ? એમણે પોતાના ચીરથી હરણાના શિંગડાને લૂછી નાખ્યું. અને પછી એને પંપાળ્યું. એ બિચારું તો જાણે શરણું શોધતું હોય એમ એમના બે પગ વચ્ચે ભરાઈ ગયું, ને મોં ઊંચું કરીને કોણીને ચાટવા લાગ્યું ! બે પગ વચ્ચે હરણું અને હરણાને પ્રેમથી પંપાળતા નેમ! કરુણાભારથી ઝૂકેલી આંખોથી નીરખતા અને વાત્સલ્યથી પંપાળતા નેમ ! રાજકુમારી ! એ દેખાવ તો ભૂલ્યો ભુલાતો નથી. એમ લાગે કે સંસારમાં ધન માટે, સંતતિ માટે, કુટુંબ માટે, વિલાસ માટે માણસ કેટલા પ્રયત્ન અને કેટલાં કૌભાંડ કરે છે ! એ બધી ક્ષતિઓ પૂરવા આ એક હરણું બસ છે. પણ સંસાર જાણે એ અબુધ બાળકની દશામાં છે. નેમકુમાર જાણે એ અબુધ દશાનું મારણ કરવા જ અવતર્યા છે !'
‘કેવી સુંદર વાતો ! કોઈ આ વાતો લઈને હસ્તિનાપુર જાય અને કુરુક્ષેત્રમાં એ વાતોનો નાદ ગજવે તો કેવું સારું !' રાજ્યશ્રી અવેશ બોલી રહી.
‘બહેન ! વેરથી ને ઝેરથી પૃથ્વીનું પડ આંધળું થઈ ગયું છે. આ પૃથ્વી કહેવાતા મહારથીઓ અને મહાપુરુષોથી તોબા પોકારી ગઈ છે. ભરી સભામાં નારીનાં વસ્ત્ર ખેંચવા એ જાણે બહાદુરી; અને મોટામાં મોટા વીરપુરુષે એ દૃશ્ય ખમી ખાવું એ જાણે નિમકહલાલી ! કુંવરીબા ! લાગે છે કે દુનિયાનાં તોલ-માપ સાવ બદલાઈ ગયાં છે ! આજના મોટા લેખાતા માનવીઓ અને હલકા માણસો પેલા વાડાનાં પશુ જેવાં બન્યાં છે. અમે ગરીબો ધર્મ, નીતિ, સત્ય પાળીએ, પણ એ મોટેરાંઓની આગળ એની કંઈ કિંમત નહિ. યાદ રાખજો, આ બધા મહાન નીતિજ્ઞો. કહેવાય છે, પણ એક દહાડો કસાઈ એમના કરતાં વધુ નીતિજ્ઞ લેખાશે!' અભણ લાગતો વનપાલક જીવનનો દ્રષ્ટા લાગ્યો. ‘વનપાલક !' રાજ્યશ્રી બોલી, ‘શાબર, રોઝ, શિકારાં અને તું... બધાં કુમારનાં
બીજા બધા પર 1 337
336 | પ્રેમાવતાર