________________
60
સમસ્ત શાસ્ત્રોનો સાર
એ વાતને દિવસો વીતી ગયા.
મુનિઓના શાપને અને તેમનાથની વાણીને લોકો અવનવા બનાવો સાથે સાંકળી રહ્યા હતા; પણ એ તો પોચા દિલના ડરપોક લોકો હતા.
દ્વારકામાં દારૂ પુરજોશમાં છણાતો હતો અને દારૂમાં ચકચૂર બનેલા યાદવો ઉદ્ધતાઈને ગૌરવ માનીને ચાલતા હતા અને ઉન્મત્ત જીવન જીવતા હતા. જાણે કોઈની તમા ન હોય એ રીતે તેઓ વર્તતા હતા. અને લડે નહિ તો લડવા દે, એમ કહીને જ્યાં ત્યાં ઝઘડા ખડા કરતા હતા.
ભાવિનો ભયંકર ઘંટારવ ગલીએ ગલીએ નિર્દોષ કરતો હતો, પણ દારૂના દૈત્યના પંજામાં પડેલા એ બધાના કાન બહેરા બન્યા હતા. આ બધામાં જાગ્રત અને જલકમલવતું એક પુરુષ હતા અને તે શ્રીકૃષ્ણ ! એ રાજપ્રાસાદમાં વસતા, પણ અરણ્યોની ભાવનાથી ! હીરચીર પહેરતા પણ ચીંથરાની મનોદશાથી! સોનું અને માટી એમને મન એક સમાન હતાં.
યાદવોની દુર્દશા જોઈને શ્રીકૃષ્ણ સદાકાળ ચિંતિત રહેતા. એમનું ગમે તેવા પરાજયમાં હસતું રહેનાર મુખ હવે ગંભીર બની રહ્યું હતું. પણ યાદવોને એની તમા નહોતી. તેઓ તો ઊલટા શ્રીકૃષ્ણની ઠાવકાઈની મશ્કરી કરતા અને કહેતા કે, ‘ભાઈ ! મોટા એમ ને એમ ન થવાય. આખો દહાડો એરંડિયા પીધેલું મોં રાખવું પડે. વળી એ તો કહેવાતા મહાન ફિલસૂફ છે ને ! ઋષિ-મુનિઓએ ઠીક એમને છાપરે ચઢાવ્યા છે !'
ભરી દ્વારકામાં શ્રીકૃષ્ણના મનોમંથનને સમજનાર એક જ આત્મા હતો, અને એ ઓધવજી !
ઓધવજી શ્રીકૃષ્ણમય હતા, તેઓ તેમના દેહને જોઈને વિચારતા : “ઓહ! આ પૂર્ણપુરુષનો દેહ હવે આ દુનિયા પર લાંબો વખત નહિ ટકે ! હવામાં ઠંડી જોઈને માણસ શિયાળાના આગમનની એંધાણી આપે એમ હવે આ ક્ષણભંગુર દેહ થોડા વખતનો મહેમાન છે. જે કામ માટે અવતાર લીધો હતો, તે હવે પૂરું થયું લાગે છે!'
આખો અવતાર શ્રીકૃષ્ણ અસુરો, અનિષ્ટો અને પાપોના નાશ પાછળ ગાળ્યો હતો. એક ઘડી જેપની કાઢી ન હતી. એશઆરામની સામગ્રી તો ભરે ભરાતી હતી, પણ એ ભોગવવાનો એમને સમય જ નહોતો, પારકી પીડ દૂર કરવામાં જ બધો વખત ચાલ્યો ગયો હતો.
અને લોહીનું પાણી કરીને, ઊંઘ અને આરામ વેચીને કરેલા આવા બધા પ્રયત્નોનું પરિણામ શું ? જુગારી અને છાકટા યાદવો નજર સામે હતા. શું આ માટે પોતે એ અનર્થો સામે ઝૂઝયા હતા ? એક અનર્થને ડામીને બીજા અનર્થને વેગ આપવા ?
ભર્યા વાદળ જેવાં એ વેદનાભર્યા નયનો જે જોતા, એ પાવન થઈ જતા, વરમું વરસું લાગતાં એ નેત્રવાદળો વરસતાં નહિ, ત્યારે બહુ ભારે લાગતાં. લોક-કલ્યાણ માટે અગરબત્તીની વાટ જેવું જીવન ગાળનાર શ્રીકૃષ્ણ ખરેખર ભવ્ય વ્યક્તિ બની ગયા હતા.
ઓધવજી લોકોમાં ફરતા ને કહેતા : ‘આ દિવ્ય તેજ હવે થોડા દહાડાનું મહેમાન લાગે છે; પ્રકાશ ઝીલવો હોય એ ઝીલી લો !'
પણ જાણે ભરપેટ ભોજન માણ્યા પછી લોકોને અપચો થયો હોય એમ કોઈ આવી વાત કાને ન ધરતું. અને કોઈ પણ સારી વાતની મજાક કરવી, યાદવોની ખાસિયત બની રહી હતી. કોઈ પણ આદર્શની હાંસી ઉડાવવી એ ત્યાં ચતુરાઈ લેખાતી.
ઓધવજીએ રાજ મહેલોને સાદ કર્યો, કોઈ ન જાગ્યું, અહીં તો વારુણીનો મહિમા પ્રસ્થાપિત થઈ ગયો હતો.
ઓધવજીએ શ્રેષ્ઠી-સામંતોની સામે અહાલેક જગાડ્યો. કહ્યું, ‘કલ્યાણકામનાની મુશળધાર વર્ષો હવે રોકાઈ જવાની તૈયારીમાં છે. તમારાં નાનાં-મોટાં પાત્રો ભરી લો. વર્ષોના વિરહે તમારા સુકાતા કંઠોને એ કોમળ રાખશે !' પણ શ્રેષ્ઠી-સામંતો વેપાર અને શિકારની પ્રક્રિયામાં સમાન રીતે મગ્ન હતા. એમને આ વાત સમજવાની નવરાશ ન &તી.
ઓધવજીએ ઝૂંપડીઓ અને સામાન્ય માણસોને ઢંઢોળ્યા, ‘રે ! સદા ઝૂંપડીઓએ સાદ ઝીલ્યા છે. શ્રીકૃષ્ણ જેટલા મોટાના છે, એના કરતાં નાનાના વધુ છે. એનો
સમસ્ત શાસ્ત્રોનો સાર 429,