________________
61
યાદવાસ્થળી
શ્રીકૃષ્ણ પોતાનો ઉપદેશ પૂરો કર્યો અને ઉદ્ધવજી સંતુષ્ટ ચિત્તે ઊભા થયા, એ શાંતિ ઝાઝો વખત ટકી નહીં.
ચારે તરફ પોકારો ઊઠયા, ‘યાદવો મનનો નિગ્રહ ચૂક્યા છે. ભયંકર લડાઈ જાગી પડી છે, દોડો ! દોડો !'
ભગવાન શ્રીકૃષ્ણનાં નેત્રો એક વાર વિશાળ થયાં, એક વાર બિડાયાં; ત્યાં ઉદ્ધવજીએ બૂમ પાડી. | ભગવાન ! યાદવોની રક્ષા આજે થાય તો આપથી જ થઈ શકે તેમ છે!'
‘ઉદ્ધવજી ! કેટલાક જીવોને તો સ્વયં ભગવાન પણ બચાવી શક્તા નથી; કર્મનો હિસાબ ચૂકતે થઈને જ રહે છે. કરેલાં કર્મ ક્યારેય મિથ્યા થતાં નથી!' શ્રીકૃષ્ણ ખિન્ન સ્વરે કહ્યું. યાદવોની વક્રતા અને ઉદ્ધતાઈ એમના અંતરમાં ભારે વ્યથા જગાવી રહી હતી.
બધા મોરચા પર પહોંચી ગયા. ત્યાંની સ્થિતિ વિચિત્ર હતી.
મૈરેય નામનો અતિ કેફી દારૂ છડેચોક પિવાતો હતો. સુંદરીઓના હાથમાં રહેલ સુવર્ણપાત્રો ખેંચી ખેંચીને યાદવો એ પી રહ્યા હતા ! સાથે સાથે સુંદરીઓનાં સૌંદર્યમધનું પાન કરવાનું પણ એ ચૂકતા ન હતા, વામા અને વારુણીના કેફમાં ચકચૂર બનીને સૌ ભાન ભૂલ્યા હતા. કોઈ કોઈને કહી શકે એવું રહ્યું ન હતું. સૌનાં માથાં સવાશેરનાં બની ગયાં હતાં ! જાણે સર્વનાશની સુરંગો ગોઠવાઈ ચૂકી હતી. એમાં કોઈ ચિનગારી આપે એટલી જ વાર હતી.
આ બધું જોઈને શ્રીકૃષ્ણનો આત્મા કકળી રહ્યો, પણ એની પરવા કોઈને ન હતી !
એક એક યાદવ આત્મપ્રશંસામાં મગ્ન હતો.
કુરુક્ષેત્રમાં ખેલાયેલા યુદ્ધના જાણીતા બે ખેલાડીઓ અહીં સામસામે આવ્યા હતા. એક સાત્યકિ અને બીજો કૃતવર્મા.
સાત્યકિએ પોતાની શક્તિનું વર્ણન કરતાં કહ્યું, ‘રે સુંદરીઓ ! આ કાયર, કૃતવર્માને પૂરો પૂરો પિછાની લેજો. યુદ્ધમાં સામી છાતીએ ઘા કરવાની એનામાં તાકાત ન રહી એટલે કાયરની જેમ રાતે પાંડવોની છાવણીમાં પેસી એણે પાંડુપુત્રોનો વિનાશ કર્યો. યૂ એના પરાક્રમમાં ! સુંદરીઓ ! એનો પડછાયો પણ તમને અપવિત્ર બનાવશે. એનાથી બચતા રહેવામાં જ સાર સમજ જ ! ધિક્કાર હજો એવા કાયરને!'
કૃતવર્મા દારૂના ઘરમાં ચકચૂર હતો. એ જાણે દિન અને દુનિયાનું ભાન ખોઈ બેઠો હતો ! પણ સાત્યકિના તાતાં તીર જેવા આ શબ્દોએ એના મગજમાં ઉત્તેજના આણી દીધી.
એ ત્રાડ પાડી ઊઠ્યો અને બોલ્યો, ‘ઓ કાયર બાપના કપૂત ! પાર કોની વાત કરે છે, પણ તારી વાત તો કર ! તે ભૂરિશ્રવાને કેવી રીતે હણ્યો હતો ? હરામખોર ! ગુનેગાર તો તું પોતે છે ને બીજાને ગુનેગાર બનાવવા નીકળ્યો છે ? કાયરોનો શિરતાજ આજે બીજાને સિરે કાયરતાનું કલંક લગાવવા નીકળી પડ્યો છે ! ઊભો રહે દુષ્ટ, નીચ, પાતકી, પાખંડી, પાપી !'
ને કૃતવર્માએ પોતાના હાથમાં રહેલ શસ્ત્રથી સાત્યકિ પર જોરથી પ્રહાર કર્યો.
એ પ્રહાર શું હતો, જાણે મધપૂડા ઉપર પથ્થર પડ્યો ! યાદવ-સંઘમાં જબરો કોલાહલ મચી ગયો; અને એના બે મોટા ભાગ પડી ગયા-જાણે બે દુશ્મનોના સામસામે ગોઠવાયેલાં સૈન્ય જ જોઈ લ્યો !
પછી તો યાદવના એ બંને પક્ષો સામસામાં આવી ગયા. હાથમાં આવ્યાં તે શસ્ત્રો ને અસ્ત્રોથી એકબીજા ઉપર પ્રહાર કરવા લાગ્યા. આખું યાદવકુળ ખૂનખાર યુદ્ધમાં ઓરાઈ ગયું. સમગ્ર પ્રભાસતીર્થ જોતજોતામાં યાદવના રક્તથી રંગાઈ ગયું!
શ્રીકૃષ્ણ અને બલરામ વગેરે દોડતા આવ્યા. તેઓએ ઊંચા સાદે સહુને સમજાવ્યા, ને આ યાદવાસ્થળીથી પાછા ફરવા કહ્યું.
પણ હવે વાત હાથથી ગઈ હતી ! યાદવો સૂધબૂધ ખોઈ બેઠા હતા. તેઓએ શ્રીકૃષ્ણની વાત કાને ધરવાને બદલે ઊલટી એમની હાંસી ઉડાડી, તેમનાં પુત્રો પર પ્રહાર કર્યા, કેટલાય ત્યાં નિશ્માણ થઈને નીચે ઢળી પડ્યા !
પળવારમાં ભારે ખાનાખરાબી સરજાઈ ગઈ.
શ્રીકૃષ્ણ ને બલરામ વચ્ચે પડ્યા. તો તેમના પર પણ હલ્લો થયો. હવે તો આ મદાંધ યાદવો સામે હથિયાર ઉપાડ્યા વિના બીજો કોઈ માર્ગ નહોતો. હૃદયને વજ
યાદવાસ્થળી D 439