________________
સ્વર્ગનું જીવન જીવતા. એમાં તેઓને બચ્ચાં થયાં. તેઓનાં સુખનો પાર ન રહ્યો. મૃત્યુને ભૂલી ગયાં હતાં. કૂર પારધી ત્યાં આવ્યો. એ એમનાં બચ્ચાંને ઉપાડી ગયો, અને શેકીને ખાઈ ગયો. પરિવારના દુઃખમાં હોલી તથા હોલો ભાન ભૂલી ગયાં, ને એ વ્યગ્રતામાં એ પણ પારધીના હાથે બંધાણાં ને મરાણા! આથી હોલાએ બોધ આપ્યો કે પરિવારમાં મમત્વ દુઃખ કર્તા થાય છે. મુક્તિને ઇરછનારે પરિવારમાં અતિ મોહ ન ધરાવવો.' | ‘વાહે પ્રભુ ! અજગર કયું તત્ત્વ દાખવે છે ?”
માણસ રોજી માટે દિવસભર દોડધામ કરે છે. મળે છે ત્યારે કર્મને શુભ કહે છે, નથી મળતું ત્યારે કર્મને કઠણ કહે છે. વળી એ રોજી માટે હીનકર્મ કરે છે, સ્વમાનહીન ચાકરી કરે છે. તેઓની સામે અજગર કહે છે કે હું ચાકરી કરતો નથી, શુભ-અશુભની ખેવના રાખતો નથી. દેવ છે. ઘણી વાર એ સુલભતાથી દે છે, ઘણી વાર દુર્લભતાથી પણ દેતો નથી. પણ મારા માટે તો દે તોપણ વાહ વાહ, ન દે તોપણ વાહવાહ ! એ છે આળસુ લાગતા અજગરના જીવનનો સાર !'
‘સુંદર ! મહાપ્રભુ ! મારે ચોવીસ ગુરુ દ્વારા મળતું તત્ત્વચિંતન સમજવું છે. સમસ્ત શાસ્ત્રના ગ્રંથોનો સાર આ નારી વાતોમાં ભર્યો છે.” ઓધવજીએ કહ્યું.
શ્રીકૃષ્ણને ભક્તને તત્ત્વજ્ઞાનનું ભાણું પીરસવા તત્પર જ હતા. એ આગળ
વધ્યા,
ઉદ્ધવજી દત્તચિત્ત થઈને સાંભળી રહ્યા હતા. કાળક્ષેપ કરવો એમને ગમતો ન હતો. પળેપળ કીમતી વીતતી હતી. પૃથ્વીનું પડ ભીંસાતું લાગતું હતું, કાળધટાનો અશ્રાવ્ય ઘોષ સંભળાતો હતો.
ભગવાન શ્રીકૃષ્ણ આગળ બોલ્યા, ‘પારધી અને મધમાખીમાંથી ગુરુ દત્તાત્રેયે એ બોધપાઠ તારવ્યો કે દાન અને ઉપભોગ વગરનું ધન આખરે બીજા લઈ જાય છે, ને સંગ્રહ કરનારાના નસીબમાં આખરે સંતાપ રહે છે.’
ઉદ્ધવની જિજ્ઞાસા અપૂર્વ હતી, એમણે પૂછયું, ‘ભગવાન દત્તાત્રે પિંગલા વેશ્યાને ગુરુપદે કેવી રીતે સ્થાપી ? વેશ્યા અને વળી ગુરુ ?'
‘વિદેહ દેશમાં પિંગલા નામની ગણિકા રહેતી હતી. એ એક સાંજે ગ્રાહકોની રાહ જોતી દ્વાર પર ખડી હતી. એમ કરતાં અડધી રાત વીતી ગઈ, પણ કોઈ ગ્રાહક ન આવ્યો. આખરે એ ઊઠીને અંદર જતાં બોલી, “ખોટી મેં રાહ જોઈ. ખોટા માણસોની મેં આકાંક્ષા કરી. આત્મરૂપ પતિને મેં પિછાણ્યો નહિ, હવે તો હું પરમાત્માની રાહ જોઈશ, ને યદ્દચ્છાથી જે આવશે તેનાથી ગુજરાન ચલાવીશ.'
‘ગુરુ દત્તાત્રેયે આ શબ્દો સાંભળ્યા અને ગણિકાને ગુરુ કરી.
ભગવાન શ્રીકૃષ્ણ થોડી વાર થોભ્યા ને આગળ બોલ્યા, ‘એક ટિંટોડો મોંમાં માંસનો ટુકડો લઈને આવ્યો, આ જોઈ બીજાં ગીધ આદિ પંખીઓ તેને ઘેરી વળ્યા અને ચાંચો મારવા લાગ્યાં. ટિંટોડાએ માંસના સંગ્રહમાં પોતાનું મૃત્યુ જોયું. એણે માંસપિંડ છોડી દીધો ને એ સુખી થયો. એમાંથી શીખવાનું એ છે કે જરૂર કરતાં વધુ સંગ્રહ સંતાપકારી છે. ઓગણીસમો ગુરુ કર્યો એ ક બાળકને ! માણસે પોતાનું મન બાળક જેવું નિદૉષ રાખવું ઘટે, બાળ કને જેમ માનપાન પીડતું નથી, આવતી કાલની ચિંતા સતાવતી નથી, ને નિર્દોષ ક્રીડામાં સતત મસ્ત રહે છે. આ બાબતમાં બાળક યોગીઓનો પણ ગુરુ છે.’
‘સુંદર, લોકગુરુ ! આપણે ફરી બાળક બનીએ તો આપણું તો ખરેખરું કલ્યાણ થઈ જાય !' ઓધવજીથી બોલાઈ ગયું.
‘ઉદ્ધવજી ! એક ગૃહસ્થ હતો. એને એક કન્યા હતી. એક વાર કેટલાક લોકો કન્યાને જોવા આવ્યા. માબાપ ઘેર નહોતાં. કન્યા મહેમાન માટે ડાંગર ખાંડવા બેઠી, પણ ખાંડતાં ખાંડતાં હાથમાં પહેરેલાં કંકણનો અવાજ થવા લાગ્યો. કન્યાએ વિચાર્યું કે હું અત્યારે અનાજ ખાંડવા બેઠી છું, એ જાણશે તો મહેમાનો મારા ઘરને દરિદ્રનું ઘર ધારશે. માટે એણે ઘણાં કંકણો કાઢીને ફક્ત બે જ રાખ્યાં. બે પણ અવાજ કરવા લાગ્યાં. આખરે એક એક રાખ્યું ત્યારે અવાજ બંધ થયો.આ પરથી ડાહ્યા માણસે સમજવું જોઈએ કે ઘણા સાથે રહેવાથી ખડખડ થાય છે, બે જણાથી વાતો થાય છે. ખરી શાંતિ તો એક જણમાં જ છે. માટે યોગીઓએ એકલા જ રહેવું. વળી, એ માટે
સમસ્ત શાસ્ત્રોનો સાર 435
‘ઉદ્ધવ ! માણસે સાગરના જેવા બનવું જોઈએ. ન જાણે કેટલી નદીઓનાં પાણી એનામાં ઠલવાય છે, ન જાણે કેટલું પાણી વરાળ વાટે ઊડી જાય છે. અને છતાં એ મર્યાદાવાન ને સમષ્ટિ છે. આ બાબતમાં સાગર માણસનો ગુરુ છે. સુખ મળે તો છકી ન જવું, દુ:ખ પડે તો દીન બની ન જવું.’
ભરી સભામાં એક ઓધવજી ઊભા હતા એ ભાવિની નજરે નિહાળતા હતા ને યાદવ કુળની સંસાર વિખ્યાત જ્યોતિઓના વિલીનીકરણને પ્રત્યક્ષ કરી કહી રહ્યા હતા. ચાતક જેમ સ્વાતિના જળને મુખ ફાડી પીએ, તેમ તેઓ શ્રીકૃષ્ણની વાણી પી રહ્યા હતાં.
| ‘ઉદ્ધવજી !' વાત આગળ ચાલી. ‘દત્તાત્રેયે પતંગિયું જોયું, ભમરાને જોયો, હાથીને જોયો, હરણને જોયું અને મલ્યને પારખ્યું. આ પાંચે પાસેથી પાંચ ઇંદ્રિયોનો બોધ મેળવ્યો. દીવાના રૂપમાં આસક્ત બની પતંગને બળતું જોયું, સુગંધના અતિ શોખથી કમળમાં બિડાઈ નાશ પામતો ભ્રમર જોયો, હાથણી પાછળ ઘેલો બની ખાડામાં પડી કેદ થતો હાથી જોયો, ગીતમાં લુબ્ધ બની પારધીની જાળમાં સપડાતું મૃગ જોયું અને જીભના સ્વાદમાં ઝડપાતું મસ્ય જોયું. ને આ બધા પાસેથી એમણે ઇંદ્રિયોના સંયમનું તત્ત્વ પ્રાપ્ત કર્યું.'
434 3 પ્રેમાવતાર