________________
જેવું બનાવીને એમણે શસ્ત્રો હાથ ધર્યાં. અને જે યાદવો પોતાના પ્રાણરૂપ હતા. એ યાદવોને વધુ અપકૃત્ય કરતાં વારવા એમને એમનો ઘાત કરવો પડ્યો !
રે ક્રૂર વિધાતા !
આમ કોઈ પણ જાતના કારણ વગર પ્રભાસતીર્થે મહાભારતના યુદ્ધનેય ભુલાવી દે એવો વિનાશકારી યુદ્ધ કાંડ સરજાયો !
ધીમે ધીમે ગૃહકલેશનો આ હુતાશન વધુ ભડભડવા લાગ્યો. જેમ જેમ આ સર્વનાશની વાત ફેલાતી ગઈ તેમ તેમ દૂરથી અને નજીકથી યાદવોનાં ટોળેટોળાં એ યાદવાસ્થળીમાં જોડાવા આવતાં ગયાં, અને પોતાનાં સગાંવહાલાંને મદદ કરતાં કરતાં કાળદેવતાના ખપ્પરમાં હોમાઈ ગયાં !
યાદવકુળને માટે તો જાણે સર્વનાશનું ચક્ર કરવા માંડ્યું હતું. એ ચક્રમાં યાદવોનો સર્વનાશ રચાઈ ગયો.
62
પરમ જ્યોતિની વિદાય
રૂડારૂપાળા અને મઘમઘતા ઉદ્યાનમાં જાણે લાવારસ વરસી રહ્યો હતો ! વૃક્ષો નામશેષ થયાં હતાં; એના ટૂંઠાં અંતરને વેદનાથી ભરી દેતાં હતાં. આવો હતો યાદવાસ્થળીઓ વરસાવેલો સર્વનાશ !
દેવોને પણ ઝાંખા પાડે તેવા યાદવોની લાશો પવિત્ર પ્રભાસતીર્થમાં યત્રતત્ર રઝળતી હતી.
શ્રીકૃષ્ણ અને બલરામ આ દારુણ દૃશ્ય જોઈ શક્યા નહિ.
બલરામે પ્રભાસતીર્થના સમુદ્રના કિનારે જ યોગ સમાધિ લઈને પ્રાણત્યાગ કરી પોતાની આત્મવેદનાનો અંત આણ્યો !
શ્રીકૃષ્ણની અસહ્ય વેદનાની ચિંતામાં જાણે ઘી હોમાયું. એમનું આત્મમંથન વધુ ને વધુ ઘેરું અને વધુ આત્મલક્ષી બનતું ગયું જ ન માલુમ એક જિંદગીમાં કુટુંબ કલેશના કેટકેટલાં મહાભારત નીરખવા સરજાયાં હશે ! કેટકેટલી યાદવાસ્થળીઓ જોવાની લખી હશે !
શ્રીકૃષ્ણ અપૂર્વ આત્મચિંતનમાં એક પીપળા નીચે આવીને બેઠા; જાણે કમર તૂટી ગઈ હોય તેમ આડો પડ્યો. હિંસાનું ચક્ર તો આટલા સર્વનાશ પછી પણ હજી જોરજોરથી ઘૂમતું હતું-કોઈ મહાપ્રાણ પુરુષના પ્રાણ હર્યા વગર એ જાણે શાંત થવા માગતું ન હતું !
સિંહાસનના બેસનારને આ પીપળો આજે બહુ ભાવી ગયો હતો. શ્રીકૃષ્ણ એ પીપળા નીચે ચિંતન કરતા સૂતા હતા, એવામાં એમના પદ્મશ્રીથી અંકિત પગના તળિયામાં એક તીર આવીને પેસી ગયું ! લોહીનો ફુવારો છૂટ્યો ! - તીર મારનાર નજીક આવ્યો. શ્રીકૃષ્ણ તેને ઓળખ્યો, અને એને ક્ષમા આપતાં કહ્યું,
440 પ્રેમાવતાર