________________
શ્રીકૃષ્ણ હવે સુત્રાત્મક વાણી બોલ્યા, “માણસ પોતે પોતાનો ગુરુ છે, ને પોતાનો ઉદ્ધાર પોતે કરી શકે છે.” શ્રીકૃષ્ણ ઉદ્ધત યાદવોને રૂચે એવી પરિભાષામાં વાત કરી.
| ‘મને આપનો શિષ્ય ને અનુગામી માનજો. યોગ્ય લાગે તો નિઃસંકોચ કહેજો, દૃષ્ટાંત મને વધુ અનુકૂળ રહેશે.’ ઓધવજીની આંખમાં આંસુ દૂર થઈ ગયાં હતાં, ને મુખ પર જોઈતું મળ્યાનો આનંદ રમવા લાગ્યો હતો.
શ્રીકૃષ્ણ પરમકોટી પર પહોંચ્યા હતા, છતાં ભક્તો તરફનું વાત્સલ્ય હજી અશ્રુણ હતું. એ બોલ્યા, ‘શ્રીદત્તાત્રેયની રીત અંગીકાર કરનાર સુખી થાય છે. માણસ પાસે જિજ્ઞાસાબુદ્ધિ જોઈએ. દત્તાત્રેય આમ તો ગુરુ એ કે ર્યા નહોતા, અને આમ ચોવીસ ગુરુ કર્યા હતા.'
‘ચોવીસ ગુરુ ? એ કેવી રીતે પ્રભુ ?' ઓધવજીએ પ્રશ્ન કર્યો. “માણસને એકબે ગુરુ હોય, કંઈ ચોવીસ ગુરુ હોય ?”
‘ગુરુ હોય એ તત્ત્વ આપે. જેણે કંઈ તત્ત્વ આપ્યું એ ગુરુ. દરેક વસ્તુમાંથી તેમણે સાર ગ્રહણ કર્યો. મધમાખ મધ ભેગું કરે છે તેમ એમણે ચોવીસ ગુરુઓ પાસેથી બુદ્ધિ ગ્રહણ કરી મુક્તિ મેળવી.”
એ ગુરુઓના નામ ?”
‘ચમકી ન જઈશ. આ સમસ્ત દુનિયા અને તેમાં સચરાચર જીવો એ બધાંયને વાંચતાં આવડે તો ઉપદેશના એક ગ્રંથસમાં છે, વિચારતાં આવડે તો ગુરુસમાં છે. દત્તાત્રેયના ચોવીસ ગુરુઓનાં નામ સાંભળ-ધરતી, આભ, પવન, પાણી, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય !' શ્રીકૃષ્ણ આટલું બોલીને થોભ્યા.
“વાહ, પછી...?” ‘હોલ, અજગર, સમુદ્ર, પતંગિયું, મધમાખી, હાથી, હરણ અને માછલું!' | ‘હરણ અને માછલું ગુરુ ? અદ્દભુત ! આગળ ?”
‘મધ હરનારો વાઘરી, પિંગળા વેશ્યા, ટિંટોડો, કુમારી કન્યા, બાણ બનાવનારા લુહાર, સર્પ કરોળિયો ને ભમરી !'
શું આ પાસેથી દત્તાત્રેયે તત્ત્વનિશ્ચય પ્રાપ્ત કર્યો ?' ‘હા, તારે જે ગુરુ વિશે અને તેણે આપેલા આ સાર વિશે પૂછવું હોય તો પૂછ!”
‘પૃથ્વી ગુરુ કેવી રીતે ? એણે ક્યાં તત્ત્વોનો નિશ્ચય કરાવ્યો ?” ઓધવજી રંગમાં આવી ગયા. પૃથ્વી પાસેથી એ સાર તત્ત્વ જાણ્યું કે માણસે જીવન પરોપકારનું જીવવું અને
432 | પ્રેમાવતાર
સુખદુ:ખ સમભાવપૂર્વક સહન કરી લેતાં શીખવું. પૃથ્વીને માણસ કચડે છે, પીલે છે, ખોદે છે, છતાં એ પોતાના ધર્મથી ચલિત થતી નથી. ને પર્વત તથા વૃક્ષાદિને લોકો કાપે-છેદે તોય પોતાના ગુણધર્મથી વિમુખ થતી નથી. એટલે પૃથ્વી પહેલો ગુરુ !'
‘સરસ, હવે વાયુ વિશે કહો.” | ‘વા-પવન સુગંધી ને દુર્ગધી બંને પ્રકારના હોય છે, પણ એ તો એનો બાહ્યભાવ છે, પવનને પોતાને સુગંધ કે દુર્ગધ કંઈ નથી. એમ માણસે પણ પોતાની ગુણદોષની વૃત્તિઓને આત્માથી ભિન્ન માનવી.”
‘સુંદર મહાપ્રભુ !' ઓધવજીને આ વાતો સાકાર-સુખડી જેવી લાગી ગઈ, અને શ્રીકૃષ્ણના દેહની ચિંતા ક્ષણવાર ભુલાઈ ગઈ; સાદા છતાં મર્મસ્પર્શી ઉપદેશને એ ચિત્તમાં ઉતારી રહ્યા.
લોકગુરુ પોતાના ભક્તના મનોદેશને અવગાહન કરનારા હતા, એની ઉત્કંઠા તૃપ્ત કરવા તેમણે કહ્યું, ‘ઉદ્ધવ ! આકાશ ક્યાં નથી પથરાયેલું છતાં, ક્યાંય એ
ક્યારેક પકડાતું નથી. આકાશના સ્થાને આત્માને લેવો, અને દેહ વગેરે એને પ્રાપ્ત થતાં ધર્મો ખરી રીતે આત્માના ધર્મો નથી, એમ માનવું આ રીતે જળ-ગુરુનો સંદેશ પણ એવો છે કે લાલ પાણી, મેલું પાણી, એ બધી બાહ્ય ઉપાધિઓ છે. જળ તો બધાથી ભિન્ન છે. જળનો સાર તીર્થ થવામાં છે. મનુષ્ય પણ તીર્થરૂપ બનવું જોઈએ.’
‘અગ્નિ ગુરુ કઈ રીતે ? એ તો બાળનારો છે.” ઓધવજી ગોઠણભેર થઈ ગયા હતા. એમનું ચિત્ત એકાગ્ર બનતું જતું હતું.
‘અગ્નિને પોતાના ગુણો ને પોતાનું સામર્થ્ય છે. એ કોઈથી પરાભવ ન પામે તેવો ઉદરરૂપી એક જ પાત્રવાળો સર્વભક્ષી અને કોઈના પણ દોષને ગ્રહણ ન કરનારો છે. માણસે અગ્નિ પાસેથી આ ગુણો સ્વીકારી તેજસ્વી બનવું ઘટે.’ | ‘ચંદ્ર અને સૂર્ય ગુરુ કઈ રીતે ?” ઓધવજીને આ સાદી વાતોમાં ગહન અર્થ ભરેલો લાગ્યો.
‘ચંદ્રની વૃદ્ધિ ને હ્રાસ અથવા ગ્રહણ તેની કળાઓમાં છે. ચંદ્ર પોતે તો એ બધાથી સાવ અલિપ્ત છે. માણસે પોતાના આત્મા વિશે એમ જ સમજવું. વિકારો દેહના છે, આત્માના નહિ, અને સૂર્ય-ગુરુની વાત તો ગજબની છે. આઠ મહિના એ પાણીને ચૂસે છે. અને ચોમાસામાં બધું ઠાલવી દે છે. એમ માણસ ઇંદ્રિયો દ્વારા અનેક વિષયો પ્રાપ્ત કરે પણ યોગ્ય પાત્ર મળતાં એ બધું આપી દે છે. આપવાનો ધર્મ આદમી પાળે.’
‘આ બધું તો ઠીક પણ હોલો ગુરુ કેવી રીતે થાય ?” ‘હોલો સંસારની માયાનું દૃષ્ટાંત છે. એક હતાં હોલો ને હોલી. પૃથ્વી પર એ
સમસ્ત શાસ્ત્રોનો સાર | 433