________________
આત્મા ગોપનો છે, દેહ ભલે રાજાનો હોય, એને ગૌ વધુ પ્રિય છે, ભલે હાથી હજાર ઝૂલતા હોય ! એને યુદ્ધ કરતાં રાસ વધુ પ્રિય છે. ને મુત્સદી પુરુષો અને રૂપમણિ સમી રાણીઓ સાથેના નર્મ વિનોદ કરતાં ગોપાંગનાઓ સાથે નિર્દોષ મશ્કરી વધુ ગમે છે ! આવો, બહાર નીકળી આવો ! આ પુરાણ-પુરુષને પિછાનીએ !”
પણ કોણ નીકળે ?
ઓધવજીનો સાદ સાંભળી રિયો ડોલ્યો, ગાયો ઘેલી બની, વગડો જીવતો થયો, પથ્થરોમાં વાચા આવી, પણ માનવી એનો એ રહ્યો-પથ્થર પર પાણી !
ઓધવજી શ્રીકૃષ્ણની પ્રિય નગરી દ્વારકાના દ્વારે દ્વારે ફર્યા. પણ દ્વારકામાંથી સત્યવતી બ્રાહ્મણો ને પવિત્ર ઋષિઓ તો ક્યારના ચાલ્યા ગયા હતા, ઉન્મત્ત દ્વારકાવાસીઓ એમને આંખના કણા જેવા ગણવા લાગ્યા હતા; અને એમના આશ્રમોના અસ્તિત્વને યાદવોની ગમે તે ટોળકી ક્યારે નષ્ટભ્રષ્ટ કરી નહિ નાખે, એની એમને દહેશત હતી. એ માટે લાજનાં લૂગડાં ખેંચાય તે પહેલાં તે માનભેર ચાલ્યા ગયા હતા.
ઓધવજી પોતે ઘાંઘા થઈ ગયા, ત્યાં એક દહાડો શ્રીકૃષ્ણ યાદવ સભાને સંબોધતાં કહ્યું, ‘આપણા કુળ ઉપર ઋષિઓના શાપ ઊતર્યા છે. ગર્વ આપણને બહેરા અને અંધ બનાવી રહ્યો છે, ચારે તરફ નજર કરો, ભયંકર ઉત્પાતો ને ખોટા બનાવો બની રહ્યાં છે. સંપ અને જંપ જાણે પરવારી ગયાં છે.'
‘નેતૃવર્ય ! યાદવો આવતીકાલની ચિંતા કરીને પોતાની આજ બગાડનારા કાયરો નથી. આપની સ્થિતિ આખા ગામની ચિંતામાં દૂબળા થઈ ફરનારા પેલા કાજી જેવી છે ! ખાઓ, પીઓ, નાચો, ગાઓ ! હાથમાંથી ઊડી ગયેલું કાળરૂપી પંખી પાછું હાથ પર આવીને બેસતું નથી.' યાદવો મીઠા થઈને શ્રીકૃષ્ણને ઉપદેશ આપવા પ્રયત્ન કરતા.
‘તમે મારી દેહ જેટલા મને પ્રિય છો. મારી દેહને જેટલું કષ્ટ પડે એટલું કષ્ટ તમને દુઃખી જોઈને મને પડે. મારે તર્ક નથી કરવા, દલીલો નથી ચલાવવી, ફક્ત વિનંતી કરવી છે કે પ્રભાસ મોટું તીર્થ છે. આપણે બધા ત્યાં જ ઈએ; અને સ્નાનપ્રાયશ્ચિત્ત કરી દાનાદિથી પવિત્ર થઈએ.’
યાદવોને પ્રાયશ્ચિત્ત ? અશક્તિમાન ભવેત્ સાધુ. શક્તિમંતોની પાસે સાધુતા તો ચરણ ચાંપતી આવે.’ યાદવો ગર્વની વાણી વદી રહ્યા.
શ્રીકૃષ્ણ તર્ક-દલીલ કરવા ચાહતા નહોતા. તેઓ મૌન ઊભા રહ્યા પણ એમનાં નેત્રો યજ્ઞકુંડની લાલાશ પકડી રહ્યાં હતાં. આખરે કેટલાક યાદવોને ચાર આંખની શરમ નડી. તેઓએ જાહેર કર્યું કે
430 p પ્રેમાવતાર
પ્રભાસ ક્ષેત્રની યાત્રાની સહુ યાદવો તૈયારી કરે. આપણા વડીલોને આપણે નારાજ કરવા નથી.
તૈયારીઓ ચાલુ થઈ. પણ એ તૈયારીઓ પ્રભાસની યાત્રાને અનુરૂપ નહોતી, વૈરવિહારને શોભે તેવી હતી. ભાતભાતના જુગારના ખેલાડીઓ ત્યાં પહોંચી ગયા અને ન જાણે કેટલીય જાતની સુરા ત્યાં સંગૃહીત થઈ.
ઓધવજીને એમાં જરાય રસ નહોતો. તેઓ એક વાર એકાંતે શ્રીકૃષ્ણ પાસે પહોંચી ગયા. લોકનાયક લાગતા શ્રીકૃષ્ણ અત્યારે લોકગુરુના ભાવમાં હતા. સૂર્યનાં સહસરશ્મિ જેવું તેજવર્તુળ તેમની મુદ્રાની ચારે બાજુ પથરાયેલું હતું.
ઓધવજી સામે જઈને બેસી ગયા, બોલવું ઘણું હતું પણ બોલાયુ નહિ. એ મુક્ત મને ૨ડી પડયા. મન ભરીને ૨ડ્યા !
લોકગુરુએ પણ અવસર પારખીને એમને મોકળે મને રડવા દીધા. હૈયું ભરાયેલું હતું, ખાલી કરવા દીધું. હૈયું ખાલી થાય તો જ હોઠ કંઈક સ્પષ્ટ વાત કરી શકે.
ઓધવજી હીબકાં ભરી ભરીને ૨ચી, નાનું બાળક માતાના વિયોગે રડે એમ રડ્યા ! પણ ઓ માં ભારે કઠિન ની કળી, ભક્ત અને પ્રેમી માટે પ્રાણ સંકટમાં મૂકતાં આંચકો ન ખાનાર શ્રીકૃષ્ણ અત્યારે સ્થિતપ્રજ્ઞ બની રહ્યા.
આખરે લોકગુરુ બોલ્યા, ‘ઉદ્ધવ ! સમષ્ટિ થા ! મારા દેહ તરફના અનુરાગનો ત્યાગ કર ! આત્મા તરફ જો.’
ઓધવજી વિચારી રહ્યા કે કાંકરા અને મણિમાં કેવી રીતે સમદૃષ્ટિ સાધી શકાય ? અસંભવ ! ઓધવજીએ કંઈ જવાબ ન વાળ્યો.
‘તારા મનને મારા વિશે સ્થાપિત કર.’ શ્રીકૃષ્ણે કહ્યું. મન તો સ્થિર છે; પણ હમણાં હમણાં એમાં શંકાના થોડા વાયુ પેદા થયા
‘ચંચળતા છાંડી દે ઉદ્ધવજી ! ઇંદ્રિયાદિને કાબૂમાં કરો. આત્મામાં જ આખા વિશ્વને નિહાળો અને મને આત્મસ્વરૂપ માનો. આ જગત માયા છે, નાશવંત છે. યાદ રાખો મન, વાણીને ચકુથી સાચું જગત ઓળખી શકાતું નથી.શ્રીકૃષ્ણ બોલ્યા. આ એમની વાણી અભુત હતી ! સમસ્ત જીવન દુષ્કૃત્યોના વિનાશ માટે વાપરવાથી એમનું આ પાસું લોકોથી સાવ અસ્પૃશ્ય રહ્યું હતું.
ઓધવજીને જોઈતી તક લાધી ગઈ. એ બોલ્યા, “માણસો માટે મોજ શોખનો ત્યાગ સહેલો નથી. મને પરિવાર રુચે છે. ઘરવ્યાદિ અને સંતાનમાં મારી અહંબુદ્ધિ છે. આસક્ત જીવ છું. મારા જેવા જીવના કલ્યાણનો માર્ગ બતાવો.”
સમસ્ત શાસ્ત્રોનો સાર 431