________________
સુંદર લાગે એ સુંદરતા શા ખપની ? એ સરોવરમાં ખીલતા કમળને બતાવીને કહેતો, ‘ખરું સૌંદર્ય તો આનું નામ ! ભાલે ટીલડી, ગળે આભૂષણનો ભાર, હસ્ત પર કંકણ, મસ્તક પર કેશરૂપી કૃત્યાનું પર્યંત્ર (કેશવિન્યાસ), ઓષ્ઠ પર અળતો. આ બધાં પ્રસાધનો સાથે પણ તમારું સૌંદર્ય જાણે સત્યહીન લાગ્યા કરે છે. ને રાજ્યશ્રી સર્વથી વિહીન છતાં...’
રથનેમિ મનમાં ને મનમાં આ બધી માનુનીઓ માટે આ પ્રકારની આલોચના કર્યા કરતો. અને એમનાંથી દૂર દૂર રહેતો.
આકર્ષણનો એ નિયમ છે કે વસ્તુથી દૂર રહેનારની પાસે વસ્તુ સ્વયં સમીપ આવે ! રથનેમિની રાહમાં સામે આવીને સુંદરીઓ અથડાતી. યાદવોને મદિરાપાન અત્યંત પ્રિય હતું. રથનેમિને પણ એ અત્યંત પ્રિય હતું.
કેટલીય સૌંદર્યગર્વિતાઓ રથનેમિને મળવા આવતી ને કહેતી, મદિરાપાન સાથે મદિરાક્ષી ન હોય તો કેમ ચાલે ?’
રથનેમિ એ રૂપગર્વિતાઓને જાણે પગની ઠેસ મારતો હોય એમ કહેતોઃ ‘મદિરાક્ષીની હાજરી હોય ત્યારે મદિરાપાનની જરૂર લાગે છે, પણ મદિરાપાન વખતે મદિરાક્ષી નિઃસાર ને તુચ્છ લાગે છે !'
બેમાંથી તમે વધુ શું પસંદ કરો છો ?' રૂપગર્વિતા પ્રશ્ન કરી રહેતી.
રૂપની ગર્વિત મૂર્તિઓ પર જાણે હથોડો મારતો હોય એમ, રથમિ જવાબ વાળતો, ‘સદા એક જ સ્વભાવમાં રહેનારી મદિરાને હું વધુ પસંદ કરું છું. મદિરા જેટલો મદિરાક્ષીનો મને મોહ નથી.'
રથનમ જેમ કુશળ બંસીવાદક હતો, એમ જબ્બર મદિરાનો ભોક્તા હતો, પણ બીજા યાદવો મદિરાપાનથી બેકાબૂ અને બેભાન બની જતા એવું રથનમનું ન હતું. અને મદિરા ક્યારેય ભાન ભુલાવી શકતી નહિ.
બંસી ને મિંદરા આ બે ઉપરાંત રથનેમિને ત્રીજો શોખ યુદ્ધનો હતો. યુદ્ધ યાદવોના લોહીનો ગુણધર્મ હતો, પણ યુદ્ધ કંઈ સદા માગ્યું મળતું નહિ.
યુદ્ધના અભાવે યાદવો શિકારથી ચલાવી લેતા. રથનેમિ કુશળ શિકારી હતો. શિકારની શોધમાં એ દિવસો સુધી દ્વારકાની બહાર રહેતો અને રેવતાચળની પરકમ્મા કર્યા કરતો. આ વખતે એ ક્યારેક થાક્યોપાક્યો કોઈ ગુફામાં યા કોઈ આશ્રમમાં જઈ ચડતો. યોગીઓ, ઉપાધ્યાયો અને છાત્રો સાથે ત્યારે એ તત્ત્વની ચર્ચા કરીને મન બહેલાવતો. ચર્ચા પણ તેની કડાકડીની રહેતી - જાણે એ વખતે એ શબ્દોની શિકાર-રમત ખેલતો.
આમ કરતાં એને બંસી, મદિરા અને શિકારની જેમ તત્ત્વચર્ચાનો પણ શોખ લાગ્યો, વખત પસાર કરવાનું એ સુંદર સાધન લાગ્યું. 342 – પ્રેમાવતાર
રથનેમિ પોતાની બુદ્ધિના બળે ધારેલી વાતને સાચી પુરવાર કરી બતાવતો. એ જો અહિંસાનું સમર્થન કરે તો અહિંસા જીવનનું સારતત્ત્વ ભાસતી, અને ક્યારેક હિંસાનો પક્ષ લે તો બધે હિંસાનું જ પ્રાબલ્ય લાગતું. કેટલાય લોકો રથનેમિની દલીલો સાંભળી હિંસકમાંથી અહિંસક બની ગયા હતા, તો કેટલાય અહિંસાને કાયરનો ધર્મ લેખી પાકા હિંસાવાદી બન્યા હતા. જ્યારે રથનેમિ તો જલકમલવત્ નિર્લેપ હતો. અને પોતાને કોઈ પક્ષ નહોતો.
એ ઘણી વાર કહેતો કે જગત મને સમજે; મને સમજવામાં જગતની કસોટી છે ! અને ખરેખર હજુ કોઈ એને સમજી શક્યું નહોતું !
આવા ખેતમા રથનેમિએ એક દહાડો જરાક ખેંચાણ અનુભવ્યું, જરાક ધક્કો અનુભવ્યો ! એક ઢીંગલી જેવી છોકરી જાણે પહાડને આંચકો આપી ગઈ.
વાત થોડીક જૂની છે. રેવતાચળ પર સત્યારાણીએ શ્રીકૃષ્ણ અને અન્ય યાદવોની ઇચ્છાથી વસંતોત્સવ ઊજવ્યો અને વનની હરિણી જેવી પોતાની નાની બહેન રાજ્યશ્રીને એમાં ભાગ લેવા નોતરી. રાજ્યશ્રી રમવા માટે તાજું જ સાવજનું બાળ લઈને આવેલી.
રાજ્યશ્રી અને રથનેમિના મોટા ભાઈ નેમની એ દહાડે ચાર આંખો મળી, નેત્રપલ્લવી રચાણી.
રથનેમિને એ દિવસે આમંત્રણ નહોતું. નેમના જીવનછોડ પર આકર્ષણનું ગુલ ખીલવવાનો એ એક ખાનગી પ્રયોગ હતો. રથનેમિ તે વખતે રેવતાચળ પર ભટકતો હતો, અચાનક ત્યાં જઈ પહોંચ્યો, અને એણે સ્નાનક્રીડા માટે સજ્જ રાજ્યશ્રીને જોઈ.
મેરુ કંપ અનુભવે એમ એ દહાડે એણે સ્ત્રીસૌંદર્યથી કંપ અનુભવ્યો, એના અભિમાન પર જરા ફટકો પડ્યો.
પણ શિકારી ગમે તેવી હરિણીના સૌંદર્યથી હાથમાં સાહેલું બાણ મૂકી ન દે એમ સ્ત્રીઓ તરફ ઉપેક્ષાભાવ રાખનાર રથનેમિએ પોતાના ગર્વનું બાણ નીચે ન મૂક્યું. એણે કહ્યું, ‘અંહ ! રાજ્યશ્રી એટલે શું ? આટલી યાદવસુંદરીઓ કરતાં એનામાં શી વિશેષતા છે ?’
રથનેમિ સ્નાનક્રીડા પછી વિદાય લેતી રાજ્યશ્રીને બેપરવાઈથી મળ્યો, બેદરકારીભરી રીતે વાત કરી. આવી બેપરવાઈ, એ પણ પુરુષોનું સ્ત્રીના અંતઃકરણને વશ કરવાનું એક વશીકરણ હતું. રાજ્યશ્રી કંઈક એવા જ સ્વભાવની હતી, એણે પણ એ જ રીતે વાત કરી.
પણ રથનેમિને તો હતું કે પોતે આબાદ મૂઠ મારી છે. રાજ્યશ્રી હમણાં દોડી રથનૈમિનો પ્રભાવ D 343