________________
રાજકારણની આગમાંથી શીતળ જળની અપેક્ષા રાખો છો, એ ઠીક નથી. શીતળતાથી તમારી આકાંક્ષા સાચી હોય તો પહેલાં તમારા કષાયોને શીતલ કરો. ને એ યે જણાએ મારી પાસે મુનિધર્મ સ્વીકાર્યો. તેઓ અન્ય કથા કરતા નથી, દેહને ભાડું આપવા ભોજન લે છે. સાચા આત્માર્થી મુનિઓ છે !’
માતા દેવકી પોતાના છયે પુત્રોની સુંદર ભાવનાને સત્કારી રહ્યાં; એમના ત્યાગને નમી રહ્યાં.
410 – પ્રેમાવતાર
57
ગજસુકુમાર
પ્રેમાવતાર નેમનાથનો મહિમા અજબ હતો. એમનાં દર્શન થતાં અને માનવી ત્યાગમાર્ગનો યાત્રી બનવા તલસી રહેતો.
માતા દેવકી કંઈ આત્મચિંતનમાં બેઠાં હતાં એટલામાં લાડકવાયો ગજસુકુમાર ત્યાં આવી પહોંચ્યો.
ભગવાનના ચરણે નમીને એણે માતા દેવકીને કહ્યું, ‘મા ! હું મૂંડ થઈશ.”
બેટા ગજ ! કંઈ પાગલ તો થયો નથી ને ? સોમશર્મા બ્રાહ્મણની અત્યંત લાવણ્યવતી કન્યા સોમાને તારા માટે શ્રીકૃષ્ણ લઈ આવ્યા છે. સોમાનાં રૂપગુણની દેશદેશમાં ખ્યાતિ છે; અને એને માટે તો ભલભલા તલસી રહ્યા છે, છતાં તારા મોટા ભાઈની માગણીને એ ગૃહસ્થે સ્વીકારી છે. એણે કહ્યું, “સોમા મારા જીવનનો એક ભાગ છે ! એ તો રાજરાણીનું રૂપ અને ભાગ્ય લઈને આવી છે. દ્વારકાના સિંહાસન પર સોમા અને ગજકુમારની જોડી અજબ દીપશે.’
શ્રીકૃષ્ણે કહ્યું, ‘અવશ્ય, એમ જ થશે.’
દેવકી માતાએ કહ્યું, ‘વાત આવી છે, માટે બીજો વિચાર ન કર, બેટા !'
પણ ગજસુકુમાર પોતાના છ બંધુઓના મુખ પરની અપૂર્વ શાંતિ અને ચક્રવર્તીને ઝાંખા પાડે તેવા તેજને નીરખી રહ્યો હતો. ઓહ ! રાજભવનો ને
અંતઃપુરો મને તો કેવળ એરુ ઝાંઝરુંના વાસ જેવાં લાગે છે. ભોગ રોગ જેવા ભાસે છે. સમત્વના આ માર્ગે મને જવા દો !'
પણ એ કેમ બને ? તરત શ્રીકૃષ્ણને તેડું ગયું.
શ્રીકૃષ્ણ ગજસુકુમાર પાસે આવ્યા અને સમજાવવા લાગ્યા, ‘ભાઈ, ગજસુકુમાર! વયને યોગ્ય ધર્મ બજાવવા ઘટે. યુદ્ધમાં તારે જવાનું નથી, તારે તો કેવળ શાંતિમાં