Book Title: Premavatar
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 220
________________ ધરપત રાખે, અમારું સ્વર્ગ ક્યાંય સરી નહિ જાય. યુદ્ધમેદાનમાં મરનારને વગર તપ-ધ્યાને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. અમારાં બલશક્તિને વ્યર્થ કહેનાર મુનિઓનો અમને નેહ નથી ! કાળક્રમે યાદવોમાં મુનિઓ પ્રત્યે તિરસ્કાર જાગ્યો અને આથી યાદવોમાં મુનિઓને માનનારાં ને ન માનનારાં એવાં બે જૂથ પડ્યાં. આ બે પક્ષો એકબીજાની ખણખોદ કરવા લાગ્યા. મુનિઓના વિરોધીઓ મુનિઓના જ્ઞાનની મશ્કરી કરવા લાગ્યા; ગમે ત્યાં, ગમે તેવા પ્રશ્નો પૂછી તેઓને હેરાન કરવા લાગ્યા. આ ચકમક નાનો હતો, લોઢું નાનું હતું, તણખા પણ નાના હતા, ને યાદવવીરોની કીર્તિનાં ગાન અમાપ ગગનપટલમાં પળવાર ઝબકીને અદૃશ્ય થઈ જતાં એની ખાસ અસર ન દેખાતી. ભગવાન નેમનાથ રેવતાચળ સહસામ્રવનમાં આવ્યાના સમાચાર મળ્યા એટલે યાદવો તેઓનો ઉપદેશ સાંભળવા રેવતાચળ પર આવ્યા હતા, યાદવોને ખ્યાલ હતો કે એ ઉપદેશ કેવો હશે ! એમને સ્પષ્ટ ખ્યાલ હતો કે આપણે જે આચરીએ છીએ. એની નિંદા એમાં હશે; અને આપણે જે નથી આચરવાના એનાં વખાણ હશે. સુર્ય મધ્યાકાશમાં આવ્યા પછી શ્રી નેમનાથ પરિષદામાં આવવાના હતા. ત્યાં સુધી યાદવો સુંદર નિર્ઝરગૃહોમાં નાહ્યા, ધૂત રમ્યા. - આ બધાથી અળગો રહેનાર યાદવોનો એક સંઘ આમ્રવનની છાયામાં આવીને સવારનો બેઠો હતો. એને તો હરએક વીતતી પળ યાત્રા જેવી પુણ્યશીલ લાગતી ! આકાશના મધ્યભાગમાં સૂર્ય આવ્યો, ને પરિષદામાં શ્રી નેમનાથ આવ્યા. ઓહ, ગઈ કાલે પોતાની સાથે રમનારામાં આજે કેટલો પરાવર્ત ! તપ અને જ્ઞાનની કેટલી તાકાત છે ! તેજ સૂર્યનું છે ને શીતલતા તો ચંદ્રની છે ! યુદ્ધનો વિજેતા તો સમ્રાટનોય સમ્રાટ બને. શ્રી નેમનાથને જોયા ને જાણે સહુને પોતાની જાત સામાન્ય લાગી; પોતે ખલેલું મહાભારત યુદ્ધ અતિ કનિષ્ઠ લાગ્યું. તેમનાથે ખેલેલું આંતરયુદ્ધ મહાન કોટિનું લાગ્યું. ભગવાન નેમનાથે પરિષદામાં સ્થાન લેતાં ચારે તરફ દૃષ્ટિ ફેરવી. એ દૃષ્ટિમાં સંજીવની હતી, સ્નેહ હતો; ઈર્ષ્યા કે અનાદર ક્યાંય નહોતાં. આ દૃષ્ટિ ગમે તેવા યાદવને અનુનયશીલ બનાવી રહી. સામે જ પરિષદા બેઠી હતી. એક એકને આંટે તેવા યાદવ રાજાઓ અને યોદ્ધાઓ એમાં હતા. સભામાં એક સ્થાને શ્રીકૃષ્ણા શાંત ગંભીર ભાવે બેઠા હતા. મહાભારતના યુદ્ધ 418 D પ્રેમાવતાર પછી, એ યોગનું જીવન જીવતા હતા. લોકો કહેતા કે જેમ મહાભારતનો સંહાર એમને પ્રત્યક્ષ હતો, એમ હવે આખો સંસાર એમની નજર સામે છે. યોગમય જીવન એમનો આદર્શ છે ! યુદ્ધના વિજયની કલગી એમના માથે મુકાય તેમ હતી; પણ એ કદી યુદ્ધની વાત કરતા નહિ, પોતાના કારણે વિજય કેવો શક્ય બન્યો. ને પોતાના જ કારણે એશ્વત્થામા જેવા બ્રાહ્મણનો વધ કેમ અશક્ય બન્યો, એવી કોઈ વાત એ ઉચ્ચારતા નહિ. ક્યારેક પણ એ વાત કરતા વા ગીત ગાતા તો આત્મવાદનાં, તત્ત્વવાદનાં, ચિંતનનાં. શરૂઆત કુરુક્ષેત્રતી કરતા, પાંડવ-કૌરવથી કરતા, અને પછી મનુષ્યના દેહમાં વસતા દૈવી અને આસુરી વૃત્તિ રૂપ પાંડવ-કૌરવમાં એ ઘટનાને ફેરવી નાખતા. એ વાત ઋષિ મુનિઓ પણ તેમની પાસેથી સાંભળતા. તેઓ શ્રીકૃષ્ણને મુખેથી યુદ્ધવાર્તા સાંભળી ધર્મગ્રંથોમાં ગૂંથતા. હમણાં યાદવોની પ્રવૃત્તિ તરફ શ્રીકૃષ્ણ મૌન હતા, યાદવોને કઈ રીતે સમજાવવા તેનો જ તેઓ વિચાર કર્યા કરતા. યુદ્ધમાં માણસને શિસ્તમાં રાખવો સહેલો છે; પ્રેમમાં મુશ્કેલ છે. ભય અને પ્રેમની પોતપોતાની આગવી શક્તિ હોય છે. ભરી સભામાં મહાન યાદવ વિશ્વબાહુએ મૂછો પર વળ ચડાવતાં કહ્યું, ‘વિશ્વવિજેતા યાદવ વીરોના પરાક્રમને હવે પૃથ્વી નાની પડવા માંડી છે, નાથ!' શ્રીનેમનાથ આ વચનો સાંભળી સહેજ મલકાયા. આખી સભાને લાગ્યું કે ભલે યોગીરાજે સંસારી સંબંધો તજ્યા હોય, પણ જેમ કપૂર ઊડી જાય, છતાં એની સુવાસ રહી જાય એમ ગૌરવભર્યું યાદવ કુળ નેમને માટે ગર્વ ને હર્ષનો વિષય બને એમાં શી નવાઈ ? આખરે તો એમ પણ યાદવ-કલ-નંદન જ છે ને ! યાદવોની સત્તાને પડકારનારી કોઈ શક્તિ આજે તો વિશ્વમાં વિદ્યમાન નથી.’ પરાક્રમી યાદવે જરાકુમારે કહ્યું. એટલે જ યાદવો આજે મઘરી બન્યા છે, ખરું ને ?” શ્રીનેમનાથે જરા કટાક્ષ ર્યો. ‘મહારાજ , સમરથને કોઈ દોષ લાગતો નથી.' વીર સાત્યકિએ જરા મશ્કરીમાં કહ્યું, ‘અગ્નિને વળી આભડછેટ કેવી ?' માણસની ભુજાના બળ ઉપર જ સામ્રાજ્યો ટકતાં હોય છે, એમ માનો છો કે યાદવરાજ ?' યોગીરાજના શબ્દોમાં ટેકારવ હતો. ‘નહિ તો, પ્રભુ ?” રાજ કુમારે ભુજાનું કંકણ ઊંચું ચઢાવી પ્રચંડ ભુજાને આમળતાં કહ્યું. ભાવીના બોલ D 419

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234