________________
50
રાજ્યશ્રીનું ભારતદર્શન
માયા રાખી, એ રાજ તરફ આ છેતરપિંડી ! રે ! તમને ખબર છે કે આતુર સ્ત્રીનું અપમાન એ તો એને માટે અવસાનથી પણ ભયંકર આઘાત છે.'
રાજ ચતુરા નાર હતી. એ સ્વામીને આગળ શીખ આપી રહી, ‘રે નેમ! મેં તમારા માટે જગ આખું મૂક્યું છે. દ્વારિકાને તજી, યાદવ સંઘ તજ્યો, કુળ, માન ને અભિમાન સઘળું તર્યું ! વેલી જેવી હું તમારા જેવા એકાકી વૃક્ષને અવલંબી રહી. હવે શું તમે વહાલીને વેગળી કરવાની પેરવીમાં છો ? જરા આ મેઘને તો જુઓ ! એ પ્રફુલ્યા તો, સાથે એણે તેમના મિત્ર મયૂરોને પણ કેવા પ્રફુલ્લાવ્યા છે ! નેમ, તેઓની પાસેથી કંઈક તો શીખો.’
રાજની વાણીમાં મીઠો ઉપાલંભ હતો. એની વાગ્ધારા પર્વતના ઝરણાની જેમ વહી રહી હતી.
‘રે નાથ ! શાણાને શીખ આપવી ઉચિત નથી. આશ્રમધર્મ તો જાણો છો ને! બાહ્ય, યુવાન, પ્રૌઢ ને વૃદ્ધ - આ ચારે અવસ્થાના ધર્મો જુદા જુદા છે. બુદ્ધિમાન ક્ષત્રિયો જ્યારે વૃદ્ધ થતા ત્યારે જ ગિરિવરનું સેવન કરતા, અને સાથે પત્નીને રાખતા; ને વૃદ્ધ અવસ્થાએ મુનિધર્મનું આચરણ કરતા, ઝરણનું હલકું જળ પીતા, ને તપ દ્વારા શરીરને કૃશ કરતા, પણ આપે તો યુવાનીમાં આ બધું શરૂ કર્યું છે, અને તે પણ એકલવાયા ! શું આવું કરવું ઉચિત છે ? વિચાર કરો અને જવાબ દો.”
રાજ તેમના મુખ તરફ જવાબની પ્રતીક્ષા કરતી તાકી રહી.
નેમ તો હજી પણ સાવ નિષ્કપ હતા. ધીરે ધીરે ચારે તરફથી હવામાં પશુઓનો પોકાર કર્ણગોચર થવા લાગ્યો હતો. ઓહ ! આખો સંસાર લોહીનાં આંસુએ રડી રહ્યો છે ! કોઈ એને બચાવનાર નથી. કાળ કસાઈની છરી નીચે એ બાપડાં બેં બેં કરી કલ્લ થઈ રહ્યાં છે ! હવામાં કોઈ હૈયાફાટ આકંદના પડઘા પડતા હતા. રાજ થોડી વારમાં બેભાન થઈને તેમના ચરણ પર ઢળી પડી અને કોશમાંથી મેઘ મુશળધાર વરસી રહ્યો.
જાગ, જાગ ! સંસારવાસનાની તંદ્રાનો ત્યાગ કર !” પણ રાજ્યશ્રી એ સ્વરોના ભારને ન ઝીલી શકી.
રાજ્યશ્રી મૂછમાંથી જાગી ત્યારે ચંપાનાં વૃક્ષો વચ્ચે પથ્થરના ઓશીકે પડી હતી. ફૂલશૈયાની સૂનારીને પથ્થરની પથારી કેમ ભાવી હશે ? પણ એ એને જરૂર ભાવી હશે, નહિ તો જાગતાંની સાથે એ આટલી આનંદિત ન હોય !
એની વિકલ મુખમુદ્રા પર પ્રસન્નતા છવાઈ ગઈ હતી, એનું વિશ્વલ ચિત્ત શાંતિના સાગરમાં નાહતું હતું. જે ભરાયેલો એનો દેહ પ્લાન થયો હતો. પણ આત્મિક રૂપકાંતિ દ્વિગુણ વધી હતી !
ભયંકર વર્ષો પછીનું જાણે એ નિરભ્ર આકાશ હતું. ક્યાંય વાદળ નહોતાં, વીજ નહોતી, ગડેડાટ નહોતો; બધે સુખદ સમીર વાતા હતા.
રાજ સ્વસ્થ થતી બોલી, ‘રે સ્વામી ! તમારી વાણી કરતાં તમારું મૌન મને ઘણું કહી ગયું છે. ઓહ ! મુર્દામાં તમે કેવા કેવા મહાપ્રદેશોમાં મને ફેરવી છે ! શું શું મને બતાવ્યું છે ! સંસારના આખા સ્વરૂપનો તમે સાક્ષાત્કાર કરાવ્યો છે. તમે સાંભળેલો પશુઓનો પોકાર સાચો હતો. વાસનાના શુદ્ર ને તોફાની તરંગો પર ઝોલાં ખાતી મારી જીવનનૌકાને આજે તમે તારી દીધી !
હું સ્વપ્નમાં હતી કે મૂર્ધામાં તે કંઈ જાણતી નથી, પણ આખું મહાભારતનું યુદ્ધ જાણે મેં નજરે નિહાળ્યું. સાચું કે ખોટું, હું એ જાણતી નથી; પણ જોયું તેવું કહું છું, ઓહ કેવી કલેઆમ ! પશુઓનો પોકાર સતતે મારા મન-ચિત્તને આવરી ૨હ્યો. કૌરવરાજ દુર્યોધનની છાવણી વીસ માઈલમાં પથરાયેલી મેં જોઈ, ને ૧૧ અક્ષૌણિહી સેના એના માટે લડવા ખડી રહેલી નિહાળી. પાંડવોની સેના સાત અક્ષૌહિણીની હતી. દુર્યોધને અગિયાર સેનાપતિઓ નીમ્યા હતા, ને ભીષ્મને સહુના ઉપરી બનાવ્યા હતા. ભીષ્મને મેં દૂરથી વંદન કર્યાં. નકલંક મોતી !
પાંડવોની સેનાનો ઉપરી ધૃષ્ટદ્યુમ્ન હતો. સતી રાણી દ્રૌપદીનો એ ભાઈ
| 364 | પ્રેમાવતાર