________________
એવી સ્થિતિ આવીને ઊભી રહી. પણ આજે હાથનાં કર્યા હૈયે વાગવાનાં હતાં મહાગુરુને ! ફરી છળબાજી રમવામાં આવી. આ વખતે સત્યવાદી યુધિષ્ઠિરને અંદર સંડોવવામાં આવ્યા. કોઈ શા માટે બાકી રહે ? ગુરુ દ્રોણને પોતાના પુત્ર અશ્વત્થામા પર અત્યંત ચાહ હતો. પાંડવ પક્ષમાંથી કોઈ કે કહ્યું, ‘ અશ્વત્થામા મરાયો !'
‘નર કે કુંજર (હાથી)* દ્રોણ ગુરુએ બૂમ મારી.
સત્યવાદી તરીકે પંકાયેલા યુધિષ્ઠિરે ગોળગોળ જવાબ દીધો: ‘અશ્વત્થામાં હણાયો ? અશ્વત્થામા હાથી પણ હતો.
નકી પોતાનો પુત્ર અશ્વત્થામા હણાયો ! દ્રોણ ગુરુને ચક્કર આવી ગયાં. સંસારમાં ઇતર માબાપોના અનેક પુત્રોની ઘોર હત્યા કરનારને પણ પોતાના પુત્રના મૃત્યુ-વર્તમાન વ્યગ્ર કરી ગયા, એમની સમસ્ત ચેતના જાણે હરાઈ ગઈ.
પાંડવોનો ચતુર સેનાપતિ ધૃષ્ટદ્યુમ્ન તૈયાર જ હતો. એણે આગળ વધીને કર્તવ્યમૂઢ ગુરુ દ્રોણનું મસ્તક કાપી નાખ્યું. ગુરુ કર્યું તેવું પામ્યા ! નીતિન્યાયને અભરાઈએ મૂકનાર બીજા પાસે કેવી રીતે નીતિન્યાય માગી શકે ?
પણ દ્વેષ એક પશુ છે, કલહ બીજું પશુ છે અને વેર ત્રીજું મહાપશું છે! માનવતાના બાગની હરિયાળીને આ પશુઓ ચરી જાય છે; અને એ પશુઓનો વળી અન્ય કોઈ મહાપશુ શિકાર કરી જાય છે.
હવે કૌરવોના સેનાપતિ તરીકે મહારથી કર્ણ મેદાને પડ્યો. એ ગર્વિષ્ઠ હતો. ને કહેવાતાં બધાં ઉચ્ચ કુળો તરફ ભયંકર ધૃણા ધરાવતો હતો. એણે લોઢાથી લોઢું કાપવા દુર્યોધનનો પક્ષ સ્વીકાર્યો હતો.
અર્જુનનો રથ શ્રીકૃષ્ણ જેવા વિચક્ષણ મહારથી હાંકતા હતા ! કર્ણને પણ લાગ્યું કે કૌરવોના સેનાપતિ તરીકે હું જાઉં ત્યારે ઊંચ વર્ણનો કોઈ રાજવી મારા રથનું સંચાલન કરે ! આખું જીવન ઉચ્ચ વર્ણનો દ્વેષ કરવામાં ગયું અને આખરની પળે આ ઉચ્ચ વર્ણનું આકર્ષણ ? એ આકર્ષણ જ એને માટે વિપરીત થઈ પડવું ! રાજા શલ્ય એના રથનું સંચાલન કરવા બેઠો તો ખરો, પણ એણે યુદ્ધમાં પણ જરા કર્ણને મદદ ન કરી, બલ્ક આખો વખત એને કડવાં વેણ કહ્યું રાખ્યા : નીચ, હલકો, અધમ !
એ વખતે કર્ણના રથનું પૈડું કાદવમાં ખૂંતી ગયું. સારથિ શલ્ય જેવો ઉચ્ચ કુળનો આત્મા આવા હલકા કુળવાળા કર્ણના રથનું પૈડું ઊંચકે તેવો ન હતો. કર્ણ પૈડું કાઢવા બહાર નીચે ઊતર્યો. અર્જુને લાગ જોઈને તીરનો મારો શરૂ કર્યો.
કર્ણે કહ્યું, “આ રીત અન્યાયી છે. જરા થોભી જા. મને પૈડું કાઢી લેવા દે.’ અર્જુને કહ્યું, “તારાં કરેલાં તું ભોગવ. દ્રૌપદીને નગ્ન કરવાની વાત દુઃશાસનને
370 D પ્રેમાવતાર
તેં કરી હતી, એ શું વાજબી હતું ? તું તો નર્યો અન્યાયનો જ પિંડ છે. તારી સાથે ન્યાય કેવો ?”
અર્જુન ઉપરાઉપરી બાણ છોડ્યાં.
કર્ણ મરાયો. પૃથ્વી પરથી શક્તિનો મહાન તારો એ દિવસે ખરી પડ્યો! અને એ જ દિવસે ભીમે દુઃશાસનને યુદ્ધમાં ઘાયલ કર્યો. દુઃશાસન બેભાન થઈને નીચે ઢળી પડ્યો. ભીમે વાઘની જેમ હુંકાર કર્યો ને લોહીતરસ્યા દીપડાની જેમ ધસી જઈને એની છાતી પર ચઢી બેસી પોતાની કટાર કાઢી, દુઃશાસનની છાતી ચીરી નાખી. લોહીનો ફુવારો છૂટ્યો !
ભીમે લોહીનો ખોબો ભર્યો. ભરીને એ પીધો,. ઓ બાપ રે ! માણસ વેરમાં કેવો પાગલ થાય છે ! માણસ માણસનું લોહી પીવે ! કેવી વાત ! - રાજ ચીસ પાડી રહી, એ અર્ધબેભાન જેવી બની ગઈ. વ્યર્થ છે આ સત્તા! વ્યર્થ છે આ અધિકાર ! ૨, ટુકડો ભૂમિની ભૂખ માણસને ક્યાં લઈ જાય છે !
પણ ના. મારા નેમ 'તે મને સંસારનું સાચું રૂપ બતાવ્યું. હવે હું પોતે નબળી નથી, અને તને નબળો માનતી નથી. સંસારમાં આવાં સો મહાભારત યુદ્ધ લડાશે, તોય શાંતિ પ્રસરવાની નથી, અનિષ્ટોનો ઉચ્છેદ થવાનો નથી, રાવણનો વેલો નાશ પામેવાનો નથી, બલકે લોહીના બુંદે બુંદે નવા રાવણો જન્મશે ! સંસારના ખેતરધરમૂળથી ખેડી નાખવાં પડશે, ને પ્રેમની વેલ બોવી પડશે. જો પ્રેમની વેલનું વાવેતર થશે તો કદી કોઈક દહાડો થાકેલા જગતને શાંતિ લાધશે. મારું હૃદય વિકારોથી રહિત થઈ ગયું છે ! સ્વાર્થ ખાતર, તુચ્છ વાસનાઓ ખાતર તને પાછા વળવાનું નહિ કહું. મેલા જગતના મેલા અંતરપટ પર પ્રેમની મુશળધાર વર્ષા બનીને તું વરસજે ! હુંય તારા પંથે છું. આ જગ મારા માટે હવે ખારું બન્યું છે !
પણ જોયું-જાણ્યું તે બધું કહી દઉં ! ઓહ; અંતરમાં વૈરાગ્યને સજીવન કરે એવું એ ચિત્ર હતું ! ભીમસેન દુઃશાસનનું લોહી ગટગટાવી ગયો ! દ્રૌપદીના અપમાનની આગને એણે એ રીતે શાંત કરી !
પ્રભુ ! તું કહે છે કે ગમે તેવી ઉસર ભૂમિ પણ ધારીએ તો ફળદ્રુપ થઈ શકે છે ! જગતમાં જેમ કડવું છે તેમ મીઠું પણ છે; અધર્મ છે તો ધર્મ પણ છે; હાર છે તો જીત પણ છે; ક્યાંક માનવતાનું છડેચોક લિલામ થઈ રહ્યું છે, તો કોઈ એને સંરહીને બેઠું પણ છે.
કૃપાચાર્ય આગળ આવ્યા, કૃપાચાર્યની બહેન કૃપી ગુરુ દ્રોણને પરણી હતી. દ્રોણ પહેલાં કૃપાચાર્ય કૌરવો-પાંડવોના ધનુર્વિદ્યાના ગુરુ હતા. તેમણે કલેશના મૂળ દુર્યોધનને કહ્યું, ‘હજુ પણ સમય છે. પાંડવો સાથે સલાહ કરો. યુધિષ્ઠિર તમને અડધું રાજ્ય આપશે.’
રાજ્યશ્રીનું ભારતદર્શન B 371