________________
જેવી આ નારી અહીં આશ્રય માટે આવી પહોંચી, એવો એક નર પણ પવનપાણીના તોફાનથી મૂંઝાયેલો ત્યાં આવી પહોંચ્યો ! જીવ બધા આખરે શિવ તરફ ખેંચાય છે, એમ એ નરે ગુફાના બીજા દ્વારથી એમાં પ્રવેશ કર્યો. એ ભીંજાયેલો હતો, દેહ પર અધોવસ્ત્ર અને ઉપવસ્ત્ર બે જ હતાં, એટલે એ સાધુ ભાસતો હતો, નહિ તો કાંતિ તો રાજ કુમારની હતી !
ન જાણે આ આખો સંસાર બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. એક યુદ્ધમાં રાજી હતો, બીજો ત્યાગમાં પ્રસન્ન હતો, ક્ષત્રિયોનું યોગીપદ ભવ્ય લાગતું; કારણ કે એમના દેહમાં વીરત્વ ને અર્પણ સ્વાભાવિક હતાં.
આ પુરુષે સાધુનો વેશ પહેર્યો હતો, પણ તેની આંગળીઓનાં અવગુંઠન કાંડાની રેખાઓ ને દેહ પરના જખમો એના ક્ષત્રિયત્વની ગવાહી પૂરતાં હતાં.
એની બાંકી ગરદન, ટેઢી ભ્રમણ અને ધનુષ્યના જેવો દેહ કોઈ પણ સુંદરીને મોહ પમાડે તેવો હતો, એની આંખનાં તેજ પાસે પાણીદાર હીરાનાં તેજ પણ ફિક્કો લાગતાં. દેહનો બાંધો સુઘટિત હતો. અવયવો માંસલ ને ઘાટીલા હતા. મસ્તક મોટું ડાલામથ્થા સિંહ જેવું હતું.
રે, આવો રાજવંશી અત્યારે તો વર્ષા-મહેલમાં વામાંગનાઓની વચ્ચે રમતો હોત ! એ ભલા આ ખાડાટેકરાવાળા પહાડની વચ્ચે ક્યાંથી, અને તે પણ આવી ઋતુમાં !
શું નરકેસરી વનકેસરીને નાથવા બહાર પડ્યો હશે ? ના, ના, એવું તો કંઈ લાગતું નથી. હાથે પરથી મણિબંધ છાંડીને એણે જાહેર કર્યું હતું કે ક્ષત્રિય છું, પણ અહિંસક છું. પ્રેમની શક્તિમાં શ્રદ્ધા ધરાવનારો માનવી છું. સાધુ બન્યો છું. અમારિ (અહિંસા) મારો ધર્મ બની છે. એ નરે ઉપવસ્ત્ર પહેરી લીધું, અને અધોવસ્ત્ર નિચોવીને સૂકવી દીધું. ગુફાના અંતરભાગની એક શિલા પર એ બેઠો - જાણે વનરાજ કોઈ શિલાપટ પર વિરામ કરવા બેઠો !
માણસના મનમાંથી હિંસાનાં તોફાનો શમે તો આ પવનપાણીનાં તોફાનો શમે એમ લાગતું હતું. આ સંઘર્ષ તો જાણે ચાલ્યા જ કરશે, અનવધિ કાળ સુધી! નર,તારી ધીરજ ન ખૂટે એ જોજે !
સાધુ થોડી વાર સુધી કાજળશ્યામ આકાશ સામે જોઈ રહ્યો ને પછી કંટાળ્યો. એણે બગાસું ખાધું, આળસ મરડીને દૃષ્ટિ ગુફાના અંધારા અંતરભાગ ભણી વાળી!
માણસ જેમ અંતરમાં કોઈ વાર દૃષ્ટિપાત કરે એમ એ ગુફાના અંતરભાગને પોતાની નજરથી વધી રહ્યો. સાવ પાષાણી સૃષ્ટિ ! નર્યા કાળા કાળમીંઢ ! એમાં શું જોવાનું ! ફરી બગાસું
384 3 પ્રેમાવતાર
ખાતું, ફરી આળસ મરડી. નરની નજર કંટાળીને અન્યત્ર ફરી. એમાં નિરુદ્યમ હતો, વખત વ્યતીત કરવાનો આશય હતો, પણ નિરુધમીને જમીન ખોતરતાં જેમ કોઈ વાર ખજાનો હાથ લાગી જાય છે, એમ એની આંખને એક અદ્ભુત દૃશ્ય લાધી ગયું!
પોતાની જેમ જ જાણે આકાશની ચંદા હોય એવી કોઈ નારી પવન-પાણીથી કંટાળીને આ ગુફામાં આશ્રય લેવા આવી હતી ! ઓહ, આવાં સ્પષ્ટ રૂપદર્શન તો, સંસારમાં કોઈક પ્રભુભક્તને ભગવાનના સાક્ષાત્કારની જેમ કદીક જ લાધે છે !
બડભાગી તું નર ! સર્વશ્રેષ્ઠ રૂપમાધુરી આજ તારી આંખને પાવન કરવા આ ગુફામાં આવી પહોંચી છે ! ભક્તો જે ભાવથી આખા દેહને ખવાઈ જવા દે છે, પણ પ્રભુને નિહાળવા બે આંખોનું જતન કરે છે, એ રીતે રક્ષેલી તારી બે આંખો આજ સાર્થક બની. નર કલ્પનામાંથી વાસ્તવમાં આવ્યો. એકાએક વનરાજને પડખામાં ઊભેલો જોઈ માણસ અંગોપાંગ હલાવ્યા વગર સ્થિર થઈ જાય છે, તેમ આ રૂપમાધુરી નીરખીને નર સ્તબ્ધ થઈ ગયો. આવી મૌનસમાધિની વેળાએ બોલાય કેમ-રખે ને રૂપવાદળી વીખરાઈ જાય! ચલાય કેમ-રખે ને રૂપ પ્રતિમા સરકી જાય !
આંખનું મટકું મારવામાંય જોખમ હતું. આ સુવર્ણ રજની પ્રતિમાં કદાચ રેણુમાં ભળી જાય તો ! નરને થોડી વાર જાણે રૂપસમાધિ લાગી ગઈ. સામે ખડો હતો નારીનો મઘમઘતો દેહબાગ, અને નારીનાં અંગોનાં તો અનેક કાવ્યો એણે રચ્યાં હતાં. પણ આજે જ બાન બેજ બાન અને શબ્દ ખુદ મૂંગા બની ગયા !
નરની નજ૨ વધુ ઠરી, અને એને લાગ્યું કે કોશની ચંદા નથી; આ તો કોઈ અજબ શિલ્પી હાથીદાંતમાંથી ગજબ મૂર્તિ સજીને અહીં છુપાવીને ગયો છે! શિલ્પી પણ આખર તો માનવી જ ને ! મૂઠીભર દિલવાળો એ માનવી આ મૂર્તિને સાકાર કરતાં કરતાં એના સૌંદર્યમોહમાં ખુદ ડૂબી ગયો હશે, ને એ મોહથી અલગ થઈ અહીંથી ભાગી છૂટવ્યો હશે, એણે વિચાર્યું હશે કે આવી મોહિનીમૂર્તિઓથી દૂર રહ્યા સારા ! નર હવે વધુ વાસ્તવમાં આવતો હતો. એની નજરો હવે એ મનોહર મૂર્તિની દેહ પર ફરતી રહી હતી, ત્યાં એને એનો સાધુધર્મ યાદ આવ્યો.
એનો ધર્મ આજ્ઞા કરતો હતો કે અપ્સરા, દેવાંગના કે સંસારની કોઈ નારીનું સાદું ચિત્ર પણ એનાથી આ રીતે નીરખી ન શકાય ! દેહના શબની કલ્પના, સારમાં અસારની સમજણ અને રૂપમાં કુરૂપતાનાં દર્શન એ જ એની સાધુતાનાં કવચ હતાં.
એ કવચ આજે કયા કારણે ફગાવ્યાં તેં સાધુ ? શા માટે તું એ રૂપરેખાને વધુ સ્પષ્ટ કરવા આગળ વધ્યો ? શું તને એકાંત અવલંબન આપતું હતું? વીજ શું તને ચમક ચઢાવતી હતી ? શું મેઘની ગર્જના તને આગળ વધવાનું વીરત્વ પ્રેરતી હતી? નર આગળ વધ્યો. એણે આ કોઈ માયાવી તત્વ હોય ને ભડકો થઈ હવામાં
સંમિલન 385