________________
એમાં ભરી હતી.
રાજ્યશ્રી જાગતી હોય તેમ સ્વપ્નની વાત પૂરી કરતી બોલી, ‘રે સ્વામીનાથ! સંસારનું રૂપ મેં નિહાળી લીધું. અહીં તો નાના માટે મોટું ખોવાનું છે ! લક્ષ્મી, ધન, સત્તા, પરાક્રમ, યૌવન ને જીવન શું ફક્ત આટલા ખાતર જ હશે ?”
વર્ષો જેમ પૃથ્વીને સ્વચ્છ કરે, એમ તારી સમીપતાએ મને પવિત્ર કરી દીધી છે. હવે મનમાં કોઈ પ્રકારની એષણાઓ નથી. તારું શરણ સ્વીકારું છું. મારા નાથ. મને તારજે !
માનવી પોતાના પગમાંથી કાંટો કાઢીને દૂર ફેંકી દે એમ રાજે તમામ અલંકારો કાઢી નાખ્યા. નેમકુમારના પગલે પગલે એ સાધ્વીના જેવાં વસ્ત્રો સજી રેવતગિરિની કોઈ ગુફામાં તપ-ચિંતનમાં લીન થઈ ગઈ !
વર્ષાનાં વાદળ હજી પણ એવા ને એવાં જ જામેલાં હતાં.
સ્વરક્ષા કરાજે એ અસ્ત્રનો પ્રયોગ કરી દીધો.
હવા ગરમ થઈ ગઈ. પંખીઓ તરફડીને મરવા લાગ્યાં. થોડી વારમાં તો પૃથ્વીનો પ્રલય થઈ જશે, તેવું લાગ્યું !
સમય પારખીને મહામુનિ વ્યાસ અને ઋષિ નારદ એ અસ્ત્રોના માર્ગમાં આવીને ખડા રહી ગયા. તેઓએ બે હાથ ઊંચા કરીને બંનેને પોતપોતાનાં શસ્ત્રો પાછાં વાળી લેવા કહ્યું.
અર્જુને તરત શસ્ત્ર પાછું વાળી લીધું; પણ અશ્વત્થામા ન માન્યો. એ બોલ્યો, પાંડવો પાપી, દુરાચારી અને અન્યાયી છે. એમના સર્વનાશ વગર મારું અસ્ત્ર શાંત નહિ થાય.’
મહામુનિ વ્યાસ બોલ્યા, ‘ભાઈ ! એવું ન કર. દિવ્ય અસ્ત્ર નિષ્ફળ જશે. અને એમ થશે તો બાર વર્ષનો દુકાળ પડશે. જગતનું કલ્યાણ વિચાર અને તારા મસ્તકનો મણિ આપીને પાંડવો સાથે સમાધાન કરી લે.”
અશ્વત્થામા મહામુનિ વ્યાસનાં વચનોને પાછાં ઠેલી ન શક્યો. એ બોલ્યો, આપ કહો છો તો આપને મણિ આપી દઉં છું; આપ જેને આપવો હોય તેને આપો. પણ મારું આ અસ્ત્ર તો નિષ્ફળ નહિ જવા દઉં. પાંડવવંશ હવે પૃથ્વી પર નહિ રહેવા દઉં ! આજે ઉત્તરાના ગર્ભ પર એને ચલાવું છું. એ ગર્ભ ગળી જશે. બસ, પછી ભલે પાંડવો જિંદગીભર હતાશામાં જીવે !”
દ્રૌપદીને ખબર મળતાં એ અહીં આવી પહોંચી. એણે મણિ લઈ લીધો. મણિ લેતાંની સાથે જ અશ્વત્થામાના દેહમાંથી પાસપરુ વહેવા માંડ્યા !
શ્રીકૃષ્ણે કહ્યું, ‘અશ્વત્થામા ! તું સાંભળી લે. પાંડવોનો વંશ ખતમ નહિ થાય. ઉત્તરાનો ગર્ભ જન્મશે. યોગ્ય ઉંમરનો થઈ સાઠ વર્ષ રાજ કરશે. તારા મામા કૃપાચાર્ય એને ધનુર્વિદ્યા શીખવશે. પણ હે દ્રોણપુત્ર ! તારે તારી આ અમાનુષિતાનાં આકરાં મુલ્ય ચૂકવવા પડશે. તારા માટે તો મૃત્યુ પણ સુલભ નહી રહે. તું હડધૂત થઈને પૃથ્વી પર રઝળીશ. કોઈ તારી સાથે વાત નહિ કરે. તારા દેહમાંથી એટલી દુર્ગંધ છૂટશે કે કોઈ તારી નજીક પણ નહિ આવે. વિવિધ પ્રકારના રોગો તને ઘેરી વળશે, ને તું શાંતિ મેળવવા માટે મૃત્યુની ઝંખના કરીશ. તોય તને મૃત્યુ નહિ મળી શકે. શાંતિ તારા ભાગ્યમાંથી ગઈ, મૃત્યુ તારા નસીબમાં હવે નથી રહ્યું. જા, ભટકતો ફર!”
અશ્વત્થામા સડેલા કૂતરાની જેમ ત્યાંથી ભાગ્યો ! દ્રૌપદી એનું બીભત્સ રૂપ જોઈ વેર લેવાની કે લોહી પીવાની વાત ભૂલી ગઈ !
આખરે વિજયી પાંડવોએ હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો; પણ એ પ્રવેશમાં વિજયનો ઉમંગ નહોતો, મૃત્યુ પામેલાઓની સ્મશાનયાત્રા જેવી ગંભીર ઉદાસીનતા
380 | પ્રેમાવતાર
વેરની ચિનગારી [ 381