Book Title: Premavatar
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 192
________________ એક દહાડો એણે પોતાના અંતરમાં પશુઓનો ભયંકર પોકાર સાંભળ્યો ને એ નેમકુમાર પાસે જવા ચાલી નીકળી. હવે તો અંતરના આ તાપને નમકુમાર સિવાય કોઈ બુઝાવે તેમ ન હતું! રાજને અલંકાર ગમતા નહોતા; વગર અલંકારે જ એવું રૂપ ખીલી ઊઠતું; છતાં તેમની નજરને રુચે એ માટે એણે થોડી રૂપસજાવટ પણ કરી ! એણે આંખમાં કાજળ આંક્યું, ભાલે કુમ કુમ ચોડવું. શરીરે મૃગમદનું વિલેપન કર્યું, મસ્તકે કેશ હોળ્યા, હાથમાં ફૂલછાબ લીધી. ગળે મોતીની માળા પહેરી; ને વહાલાની વિજોગણ બનીને એ વહાલાને ભેટવા ચાલી. - રેવતગિરિ રાજનાં ચરણોને ઓળખી ગયો. નેમ કુમારની ચરણરજથી પવિત્ર થયેલા પહાડે પ્રિયતમની પ્રિયતમાને જાણે તરત ઓળખી લીધી, ન ઓળખે કેમ ? શીતળ જળના આશ્લેષવાળા મંદ પવનથી એણે રાજને વીંઝણો વાયો. રાજના હૈયાની ગરમી કંઈક શાંત થઈ., ઇંદ્રજવનાં ખીલેલાં ફૂલો પર ફરતા ઉન્મત્ત ભ્રમરોના ગુંજારવથી રાજ પ્રેમભર્યું આશ્વાસન પામી. રાજને રેવતગિરિ બંધુ જેવો મીઠો લાગ્યો. ૨ ! પોતાના માર્ગને કેવી રીતે એ શણગારે છે ? ક્યાંક મેથનું મધરું, ગર્જન છે, ક્યાંક મયૂરોનું મનોહારી નૃત્ય છે, ક્યાંક કદંબ ને કુરબકનાં ફૂલોનું ખીલવું છે. રાજ પર્વતના સુંદર કેડા પર શ્વાસ ભરી ચાલી. એની કોમળ પગની પાની પથ્થરની તીક્ષ્ણ કરચો સાથે અથડાવાથી રક્તરંજિત બની ગઈ, પણ એની એને ખેવના ન હતી. ઊલટું એથી એની પાનીની શોભા અભૂતપૂર્વ બની ગઈ, કામદેવને મોહ પમાડે એવી રાજ ખુલ્લી કુદરત વચ્ચે ચાલી જતી હતી. પર્વતમાંથી નીકળેલી ઝરણ-કન્યા સાગરપતિને ભેટવા નિમ્ન માર્ગે વહેતી હતી; ત્યારે આ રૂપકન્યા પોતાના પ્રિય પતિને ભેટવા ઊંચે મારગે ચઢતી હતી! આખરે રાજ ત્યાં પહોંચી, આકાશને અડતું એ ગિરિશિખર હતું, ને એ ઘનશ્યામ શિખર પર પોતાના અંતરનો શ્યામ પદ્માસન વાળીને બેઠો હતો ! આકાશમાં વાદળોએ મેઘધનુષ રચી એની શોભામાં વધારો કર્યો હતો. જળભરેલા મેઘ આકાશમાં ખડકાયા હતા; અને સમાન વર્ણવાળા નેમ ગિરિશંગ પર બિરાજેલા હતા. એમનાં અનિમિષ લોચન નાસિકા અગ્રભાગ પર સ્થિર થયાં હતાં. યોગમાં લયલીન ને ધ્યાનમાં એ તલ્લીન હતા. મોં ચંદ્રની સુધા વરસાવતું ચમતું. પીડિત રાજ દોડીને તેમનાં ચરણોમાં આળોટી પડી. ૨ નેમ ! આવું નહોતું કરવું ! આજ ભર્યા સરોવરે રાજ પ્યાસી છે. દેહના ધર્મ દેહીએ ચૂકવવા ઘટે! 362 D પ્રેમાવતાર નેમ તો પૂર્ણ સ્વસ્થ હતા, રોમમાં પણ રોમાંચ નહોતો. રાજ વ્યથિત હૃદયે બોલી, ‘પ્રાણાધાર ! શરણમાં આવેલાની રક્ષા કરવી એ ક્ષત્રિયનો ધર્મ છે. હું આપનાં ચરણોની દાસી છું. મારી રક્ષા કરો ! કૃપા કરીને આપ આ પર્વતવાસ તજી દો !' પણ નેમ તો નિષ્ઠપ હતાં. તેજાબથી પણ ન જલે એવા પોચા મીણનું બનેલું નેમનું અંતર હતું, રાજ ઘૂંટણિયે પડીને દીન વદને બોલી, ‘કૃપા કરીને આ ગિરિશંગનો વાસ છોડી દો. આ હૃદય પથ્થર જેવું કઠિન ન બનાવો. જુઓ ! આંખ ખોલીને કુદરતને નીરખો ! કાળા કાળા મેઘ; એમાં ચમકતી વીજળી, જૂઈ-જાઈનાં ફૂલોનો ઉન્મેષ. આવા વર્ષાકાળમાં કોણ વિયોગ-દધા પોતાનું જીવન જાળવી શકે ? જો તમે આશ્વાસન નહિ આપો તો મારું હૈયું ફાટી જશે. ચાલો નેમ નગર ભણી !' નેમ તો હજીય પાષાણની પ્રતિમા જેમ સ્થિર હતા. રાજ આગળ બોલી, ‘શું આપને આપની જન્મભૂમિ યાદ આવતી નથી? એ સુંદર દ્વારકા, એ મનહર રાજ પ્રાસાદો, જેની ચારે તરફ સુવર્ણનો કોટ છે, ને નીલમણિના આકાશદીપો છે ! પૃથ્વીમાતાના સ્તન જેવી એ નગરી શોભે છે. એ નગરી તમને લેશ પણ યાદ આવતી નથી ?' પણ નેમને તો જાણે કોને જ ન હતા ! થોડી વાર વિસામો લઈને રાજ્યશ્રીએ આગળ કહ્યું. ‘દ્વારિકાની રાજપરિષદમાં આપની ઉપસ્થિતિ દેવરાજ ઇન્દ્ર પર પણ આકર્ષણ કરતી હતી, ને માણસમાત્રને પ્રતિકૂળ આ જડ ગિરિશિખર આપને કેમ ભાવે છે ?” | ‘જરા મનનાં કમાડ ઉઘાડીને આ હેત-પ્રીતની દુનિયા તો નીરખો ! આ મૃગ ચાર દિવસના સહવાસમાં આપના મિત્ર બની ગયાં છે. આપને ધ્યાનમાં નિશ્ચલ દેખી એ આપની ગોદમાં રમે છે, આપને જીભથી ચાટે છે. આપ જરા આઘાપાછા થશો, ત્યારે એ વ્યાકુલ થઈ જશે, ને મોંમાંથી ચારો નાખી દઈ ઊભાં ઊભાં આંસુ ઢાળશે. પશુ માટે પણ પ્રીતની રીત આવી છે. તો કશા મનની નારી રાજના કાળજાનો કંઈક તો વિચાર કરો.” રાજ જાણે તેમને મનાવી રહી. એ આગળ બોલી, મૃગ કસ્તુરી મૂકે એવી એ શબ્દાવલી હતી : ‘યુવાની સહુના જીવનબાગમાં અચૂક આવે છે. આવીને દેહના ગજરાને દીપાવે છે. યુવાનીએ આવીને આપની દેહને શણગારી છે. હવે એ યુવાનીને તરછોડો ના. ઉપકારીનો ઉપકાર જાણવો જોઈએ. જે રાજ તરફ અત્યાર સુધી આપે રાજનો હૃદયબાગ 2 363

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234