Book Title: Premavatar
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 183
________________ આવી સમજો ! સંસારની કઈ સ્ત્રી મારા સૌંદર્યને ભજતી નથી આવી ? ' પણ એ ગર્વની પાછળ પરવશતા છુપાયેલી હતી, એ વાત એ સમજી શક્યો રાજ્યશ્રી પણ રથનેમિને જવાબ દઈને ઘેર આવી. રથનેમિ તરફ તો એને રજમાત્ર પણ આકર્ષણ નહોતું જાગ્યું, પણ કોઈ અગમનિગમનું પંખી મનની ડાળે આવીને બેસી ગયું હતું. રથનેમિની ધારણા ખોટી પડી. રાજ્યશ્રી તો પોતાની પાસે ન આવી, પણ એ પોતાને સંભારતી હોય એવું પણ ન લાગ્યું ! ધીરે ધીરે રથનેમિની પરવશતા વધતી ગઈ. એ બહાર જતો, શિકારે સંચરતો કે કોઈ યોગી-આશ્રમે તત્ત્વચર્ચામાં ગૂંથાતો ત્યારે પણ એની આંખો જાણે કોઈને ખોજ્યા કરતી ! - હંસ હંસિણીને શોધવા હંસીઓના ટોળામાં સંચરે, એમ એ સ્ત્રીવૃંદમાં વિહરવા લાગ્યો. સુંદરીઓ એની રસચર્ચા સાંભળી તૃપ્ત થઈ જતી ને કહેતી, “ખરેખર! આજ સુધી તો ગમાર પુરુષો સાથે જ ગોઠડી કરી ! રથનેમિ ! ધન્ય એ સુંદરી, જેને તારા જેવો સ્વામી મળે !” રથનેમિ આ સુંદરીવૃંદને હવે રાજી રાખવા મથતો; કારણ કે એ વૃદમાંથી જ પોતાના મન-મેરુને ડગાવનાર રાજ્યશ્રીને ક્યારેક હસ્તગત કરવાની હતી. એક દિવસની વાત છે. પ્રભાતનું ઝાંખું અજવાળું ઊઘડતું આવતું હતું અને યાદવસુંદરીઓ સ્નાન કરતી હતી. એણે માન્યું કે આ વૃદમાં રાજ્યશ્રી હશે, અને એણે બંસી છેડી ! રથનેમિએ ધીરે ધીરે અજબ સ્વરજાળ પ્રસારી દીધી. રથનેમિ ધીરેથી ઊભો થયો અને બધી સુંદરીઓનાં ચીર લઈને વૃક્ષ પર ચડી ગયો ! થોડી વારે એ સ્વરો થંભી ગયા, અને સ્ત્રીઓનું સ્નાન પણ પૂરું થયું. એમણે કિનારા સામે જોયું તો ત્યાં વસ્ત્રો જ ન મળે ! ક્યાં ગયાં ચીર ?’ સુંદરીઓ ચિત્કાર કરી રહી, “કોણ છે એ ધુતારો ?” યુવતીઓ જળમાં ઊભી રહીને ચિત્કાર કરી રહી : ‘ચીર લાવો, રથનેમિ!' ‘જેનું નામ રાજ્ય શ્રી હોય એ આગળ આવે, એને પ્રથમ ચીર મળશે.’ રથનેમિ બોલ્યો. ‘રે ! જુઓ તો ખરાં, આ કાગડો કાનનની કોયલને ઝંખે છે !' સુંદરીઓએ રથનેમિ તરફ અપમાનસૂચક શબ્દો કાઢ્યા. એમને રથનેમિની આ રીત તરફ ભારે અણગમો આવ્યો હતો. | ‘અલ્યા રથ ! આ ભવે તો તેને રાજ્યશ્રી મળી રહી. એને પામવા માટે ભાગ્ય જોઈએ ભાગ્ય !' બીજી સુંદરી બોલી. શું મારું ભાગ્ય હીણું છે ?' ‘હા હા, રાજ્યશ્રી અને તેમના લગ્નરથના સારથિ થવા જેટલું પણ નહિ !' શું રાજ્યશ્રી અને નેમ પરણશે ?” રથનેમિએ પ્રશ્ન કર્યો. ‘હા, વાત નક્કી થઈ ગઈ છે. સાવજનાં બાળ ખેલવનારીને નાથનાર નેમ નગીન મળ્યો !? ‘શાન્તમ્ પાપમુ, શાન્તમ પાપમુ !? રથનેમિએ ઉપરથી ચીર ફેંક્યાં ને ડાળી પરથી સીધો કૂદકો મારીને એ નાઠો. પહેલાં તો પોતાના રાજભવન તરફ દોડ્યો, પણ પાછો વળ્યો. ના, ના, ભવનમાં જઈને શું મોં બતાવવું ? પછી એ યોગીઓના આશ્રમ તરફ દોડ્યો, પણ ત્યાંથીયે પાછો ફર્યો. રે! યોગીઓની સાથે કઈ જીભથી વાત કરીશ ? છેવટે રથનેમિ એક અંધારી ગુફામાં જઈને બેઠો. એનું અંતર ભારે શરમ અનુભવતું હતું; એનું હૈયું જાણે પોકાર પાડતું હતું, રે ! આવું કૃત્ય કરતાં તને શરમ ન આવી ! ધર્માવતાર નેમ તો પોતાના મોટા ભાઈ ! રાજ્યશ્રી એની વાગ્દત્તા, આજે વાગુદત્તા એ કાલે વિવાહિતા ! આજની કુમારિકા એ કાલે પોતાની ભાભી ! અસંસ્કારી લોકો ભાભીને ભલે હીન નજરે પેખે, પણ યાદવો તો ભાભીને માતા લેખે છે. મેં અધર્મ આચર્યો ! રથનેમિ ઘણા દિવસો પછી ગુફામાંથી બહાર નીકળ્યો; પણ એના સ્વભાવમાં ભારે પરિવર્તન આવ્યું. સહુ કોઈને બહાવરો બનાવનાર પોતે બહાવરો દેખાવા લાગ્યો. જુવાન બહાવરો બને, ત્યારે લગ્ન એની દવા બને છે. માબાપે એક એકને રથનેમિનો પ્રભાવ | 345 ‘તું કોણ છે ?’ સુંદરીઓએ સ્વરની દિશામાં જોયું. વૃક્ષ પર યુવાન પુરુષને જોયો, અને એ શરમાઈ ગઈ ! બાલકની વાત જુદી છે, એની શરમ ન હોય ! પણ આ તો યુવાન ! યુવાનીમાં તો શરમ એ ઢાલ છે ને આંખ એ તલવાર છે ! સહુએ રથનેમિને ઓળખી લીધો. 344 | પ્રેમાવતાર

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234