________________
થોડી વારમાં રાજ્યશ્રી બેઠી થઈ. એના વાળ વીખરાઈ ગયા હતા, અને અલકલટો મુખચંદ્રને આવરી રહી હતી. તેમની દીવી જેવા હાથે અલકલટો સમારતી એ બોલી : “અરે ! એ કમળ સુંઘતાં સુંઘતાં હું તો આનન્દમસ્ત બની ગઈ. મારા તેમના સ્નેહનો અમર પ્યાલો મને ત્યાં પીવા મળ્યો. હું અમર થઈ ગઈ.”
અરે રે, દીકરી ગાંડી થઈ ગઈ છે ! એને લવારો સાંભળતાં તમને મજા પડે છે. પણ મને તો થાય છે કે હું દીકરી ખોઈ બેસીશ ! કોઈ વૈદને તેડાવો!' માએ આંસુ સારતાં કહ્યું.
“અને બહેન !' રાજ્યશ્રીનો લવારો વધી ગયો; એ બોલી, “અને ત્યાં મારા નમે મને કહ્યું, ‘રાજ આપણે અહીં જ વિધિથી પરણી લઈશું ? જો આ પવન બંસી વાશે, આ આમ્રવૃક્ષ તોરણ બાંધશે, ને આ કદંબવૃક્ષ મંજરી વેરશે. આ ઝરણાં જાનડીઓ બનીને ગીત ગાશે. પ્રકૃતિ આપણી પુરોહિત બનશે; એનાં પરણાવ્યાં આપણે પરણીશું. આત્મામાં આત્માને ભેળવી દઈશું. વાહ, મારો નેમ નગીનો !'
રાજની વાત સાંભળી માનું હૈયું હાથ ન રહ્યું. એણે વેદનાભર્યા સ્વરે કહ્યું, “અરેરે, કોઈક તો મારી વાત સાંભળો, અને કુશળ વૈદ્યને તેડી લાવો ! તમે બધાં જોઈ શું રહ્યાં છો ?”
એ જ વખતે કોઈનો અવાજ સંભળાયો. જોયું તો રથનેમિ બારણામાં ઊભો હતો; અને એ પોતાની સાથે વૈદ્યરાજને તેડતો આવ્યો હતો.
રાજ્યશ્રીની માતાને જાણે ડૂબતાને નાવ મળી. એણે સ્વસ્થ થતાં કહ્યું, ‘આવો આવો, ખરે વખતે તમે વૈદરાજને તેડી લાવ્યા. આ બધામાં તમે એક જ સમજ દાર છો. રથનેમિ ! વૈદ્ય વૈદ્ય કરીને મારી જીભ સુકાઈને કાંટો થઈ ગઈ, પણ મારી વાત કોઈ કાને જ ધરતું નહોતું.’
“જ્યાં પ્રસંગ પોતે જ કર્તવ્ય સમજાવી દેતો હોય ત્યાં બીજાના કહેવાની રાહ જોવાની શી જરૂર ?' રથનેમિની વાણીમાં જાણે સુધા ભરી હતી. એની વાણી એના વ્યક્તિત્વ જેવી જ મોહક હતી.
વૈદે પોતાની કામગીરી શરૂ કરી.
ઓહ ! પાંખ કપાયેલી પારેવી જેવી રાજની દશા છે.” રથનેમિએ કહ્યું. એનો એક એક શબ્દ લાગણીથી ઊભરાતો હતો.
‘મારી દીકરીને તમારા ભાઈએ રઝળાવી !' રાજની માતા બોલી.
‘ચિંતા ન કરશો. એનું પ્રાયશ્ચિત્ત હું કરીશ. સહુ સારાં વાનાં થઈ રહેશે. ઘીના ઠામમાં ઘી પડી જ શે.’ રથનેમિના શબ્દોમાં ભારે મમતા ભરી હતી. વૈદરાજ રાજની નાડ તપાસતાં બોલ્યા, ‘દી કરી !'
352 1 પ્રેમાવતાર
‘ કોણ વૈદ્યરાજ ? કેમ આવ્યા છો ? શું મારું મધુર સ્વપ્ન ભાંગવા આવ્યા છો ?” રાજ બોલી.
‘તમારું ચિત્ત અસ્વસ્થ છે; ઉપચાર માટે આવ્યો છું.” વૈદ્યરાજે કહ્યું.
‘તમારું ચિત્ત અસ્વસ્થ હશે ! મને તમારે ગાંડી બનાવવી છે ? મારી નાખવી છે ?’ ને રાજ એકદમ ઊભી થઈ ગઈ.
સૌંદર્યતરસ્યો રથનેમિ જાણે એ રૂપના ઘડાના ઘડા પી રહ્યો. આ જગતવિજયી સૌંદર્ય પાસે એ પોતાનું અજેય વ્યક્તિત્વ વીસરી ગયો.
દીકરી, ડાહી થા !'
‘શું ગાંડી છું ?” ને રાજ ચાલવા લાગી. એના શરીરમાં અશક્તિ હતી, પડતાં પડતાં એ માંડ બચી. રથનેમિએ દોડીને એને ટેકો આપ્યો.
કોણ, રથનેમિ ? તમે મને ટેકો આપવા આવ્યા છો ?”
હા.” રથનેમિનું હૃદય આશાનાં સ્પંદનો અનુભવી રહ્યું. ‘તમારા ભાઈને ટેકો આપવા કેમ ન ગયા ?' ‘એ તો સંન્યાસીનો જીવે છે.”
તો એમને ટેકો આપવા તમારે એમની સાથે સંન્યાસ લેવો હતો.”
‘હું તો મારા માર્ગે જ જતો હતો, પણ તમારે ખાતર મને રાણી સત્યાએ રોકી રાખ્યો !' રથનેમિએ કંઈક બેપરવાઈ બતાવવા કહ્યું. એ જાણતો હતો કે બેપરવાઈ એ સ્ત્રીને જીતવાનું એક અમોઘ સાધન છે !
ઓહ માં ! જરા સાંભળ તો ખરી; પશુડાંનો પોકાર કેવો જોર જોરથી સંભળાય છે !' બોલતાં બોલતાં રાજ જમીન પર બેસી ગઈ.
‘વૈદરાજ ! કંઈ ઉપચાર કરો.’ રાજ ની માએ કહ્યું.
‘મારો કોઈ વૈદ્ય નથી. મારી કોઈ દવા નથી. મારો વૈદ્ય મને મળી ગયો. મારી દવા મને મળી ગઈ.” રાજનો લવારો ચાલુ જ હતો !
‘દીકરી, તારું ગાંડપણ નહીં છોડે ?”
- “મા ! તારું ડહાપણ નહિ મૂકે ?” અર્ધ બેભાન અવસ્થામાં જ રાજે જવાબ વાળ્યો, દીકરી જાણે સમરાંગણમાં શત્રુથી ઘેરાઈ ગઈ હતી, ને ચારે દિશાના શત્રુઓ સામે મરણિયો સામનો ચલાવતી હતી.
મા-દીકરી વચ્ચે ચકમક ઝરી રહી. બંને વચ્ચે ઝઘડો થઈ જાત, પણ ચતુર રથનેમિ ત્યાં હાજર હતો. એણે રાજની માને કહ્યું, ‘કઠોર શાસન આપીને વનના વાઘને માનવી વશ કરી શકે, પણ મનના મોર આપમતિયો હોય છે. પોતાની મેળે
આશા નિરાશા | 353