________________
જીભોના લપકારા મારી રહ્યા હતા. એમને પેટ ભરવાનો સવાલ નહોતો, માણસ એને ખાદ્ય તરીકે પસંદ પણ નહોતો; પણ મનુષ્ય તરફનો ભય એમને વ્યાકુળ બનાવી રહ્યો હતો, કોઈ પાસે આવ્યો કે ઝેરની પિચકારી મારી જ છે ને !
| ‘અમને મારે તો ?* સાપના વ્યાકુળ દિલમાં આ ચિતા હતી. તેમની ફિલસૂફી મધુને યાદ આવી રહી, જો એ પ્રાણીઓને કોઈ ખાતરી કરાવી શકે કે માણસ તમારો મિત્ર છે, તો તો વિષધર સાપ પણ, શિવના ગળાની જેમ, તમામ સંસારીઓના ગળાનું ઘરેણું બની રહે !
સંસારમાં શત્રુતા ભયને કારણે છે. જેમકુમાર કહે છે કે તમારા અંતરને પ્રેમનાં ઘરેણાં પહેરાવો, અને પૃથ્વી પદ્મની જેમ પ્રફુલ્લી રહેશે.
બિચારી મધુની ભારે અવદશા થઈ. જે તેમનું નામ લેતાં કાંટા પોતાનાં મુખ નીચાં કરી લેતાં, એ તેમના નામનો પ્રેમપત્ર લઈને જનારી મધુને માથે કેવી રામકહાણી થઈ !
પણ મધુને એટલી હૈયાધારણ હતી કે સૂઢ પ્રસારીને છીંકોટા નાખતો હાથી, મોં પહોળું કરીને બેઠેલા અજગર ને ઝેર ઓકતી બે જીભવાળા સર્પરાજા - એ બધાં ઝખ મારે છે, જ્યાં સુધી વડવાઈનો મજબૂત આધાર એના હાથમાં છે !
મધુમાલતી આમ વિચાર કરી રહી હતી ત્યાં એની નજર ઊંચે એક ઉંદર પર પડી, એ ઉંદર ધોળો હતો. એની પાસે બીજો એક કાળો ઉદર હતો. મધુ વધુ ધ્યાન આપી રહી. થોડી વારમાં જ એને ખ્યાલ આવ્યો કે જેના પર પૂર્ણ ભરોસો રાખીને પોતે આટઆટલાં સંકટો સામે નિશ્ચિત રહી છે. એ વડવાઈને જ એ બે ઉંદરો કર કોલતો હતો.
થોડી વારમાં હાથીએ ભયંકર કિકિયારી કરી અને વડલાના થડને સુંઢની ચૂડ ભેરવી !
ભૂખી-તરસી, થાકેલી-હારેલી મધુ છળી ગઈ. હાય બાપ ! દીન-હીન બનીને અંતરથી એ નેમકુમારને યાદ કરી રહી !
એટલામાં વડલાની ઊંચી ડાળ પર રહેલા મધપૂડામાંથી ટપ કરતું મધનું એક બિંદુ ટપક્યું. બરોબર મધુમાલતીના પ્રવાલ જેવા હોઠ પર !
યોદ્ધાના મ્યાનમાંથી તલવાર નીકળી આવે, એમ મધુના મુખમાંથી જીભ બહાર નીકળી આવી, ને હોઠ પર પડેલા મધને ચૂસવા લાગી, કેવો મધુરો સ્વાદ ! દ્વારકાના મહેલનાં પકવાનો પણ આની પાસે ફિક્કા લાગે !
મધની મીઠાશ આગળ મધુ બધું ભૂલી ગઈ. હાથી હોય તો ભલે હોય. અજગર હોય તો ભલે સળવળતા રહ્યા, કોઈની ચિંતા એને ન રહી ! આ સ્વાદ, આ
306 3 પ્રેમાવતાર
મધુરતા, આ મિષ્ટતા ફરી ક્યાં સાંપડવાની હતી ?
મધુ મધના સ્વાદમાં મગ્ન હતી ત્યાં તો વડલો ડોલ્યો : હાથીએ એને અડધો ચીરી નાખ્યો હતો. અડધી ડાળોની સાથે મધુ ખેંચાણી; પણ મધુ તો હજીય મધના આસ્વાદમાં બીજી બાબતોની ચિંતા ભૂલી ગઈ હતી ! - વડવાઈ ખેંચાણી, મધુમાલતી એની સાથે ખેંચાણી અને પહાડની કંદરાને ભેદતી એક કારમી ગર્જના સંભળાઈ ! એક સાથે સાત સિંહોની એ ગર્જના !
આકાશી ગર્જનાને ઝાંખી પાડે એવી ગર્જના ! જંગલમાં ભયનો સન્નાટો છવાઈ ગયો. રોઝ, હરણ, સાબર ડરીને બેહોશ બની ગયાં !
હાથી પણ ડર્યો. એ પહાડ જેવા પ્રાણીને પણ મોતની ચિંતા સતાવતી હતી. ભૂસેટીને એ ભાગ્યો !
સપ્તસિંહ એ માર્ગ પરથી વહી ગયા, બીજાં જાનવરો દૂર દૂર ચાલ્યાં ગયાં.
વડવાઈઓની વચ્ચે વીંટાળેલી મધુમાલતી થોડી વારે સ્વસ્થ થઈ. એક વાર એને થયું કે પાછી ફરી જાઉં, પણ ના, ના, મધુ નિશ્ચય કરી રહી : પત્ર પહોંચાડતાં કદાચ મારે મૃત્યુલોકમાં પહોંચી જવું પડે, તો ભલે પડે, પણ પીછે કદમ તો નહિ જ!
મધુ ખડી થઈ, એણે વસ્ત્ર ખંખેર્યા, વાળ સમાર્યા પત્ર કાઢયો ને વાંચ્યું. એને થયું કે પ્રાણનો ત્યાગ કરવો પડે તો ભલે પણ આ પ્રેમપત્ર પહોંચાડવાની કામગીરી તો અવશ્ય બજાવવી !
મધુએ આગળ કદમ બઢાવ્યા. હવે તો રાહ સ્પષ્ટ હતો. જરા થોડું ચાલી કે નેમની ભાળ મળી ગઈ. ભાળ આપનારે કહ્યું કે સહસઆમ્રવનની પાછળ આવેલી ઉપત્યકામાં નેમ વિહરી રહ્યા છે. એ પણ દિવસોથી કંઈક ચિંતિત છે.
યુવાનીના અંતરમાં ચિંતા કોની હોય ? એક ને એક બે જેવી વાત છે. ચિંતા હોય છે ચતુરા નારની ! જુવાન તન, મન, ધન-સર્વસ્વને જુગારીના એક દાવની જેમ ફેંકી દઈ શકે; ન ફેંકી દઈ શકે એકમાત્ર પ્રેમભરી કોઈ જીવની યાદને ! એને છોડવા માગે એમ એ વધુ વળગે, ને ભૂલવા માગે એમ એ વધુ યાદ આવે !
મધુ થાકેલી-હારેલી હતી, પણ તેમની ભાળથી રાજી રાજી થઈ ગઈ. રેવતાચળની એ ભોમિયણ હતી. જેમકુમારને શોધી કાઢતાં એને વાર ન લાગી.
આકાશના રતુમડા પ્રકાશમાં એક આમ્રવૃક્ષ નીચે નેમ પલાંઠી વાળીને બેઠા હતા. હમણાં જ ધ્યાનમાંથી જાગ્યા હોય એવો એમનો ચહેરો હતો.
‘પ્રણામ નેમકુમાર !' આવ મધુ ! આવ ! હું રાહમાં જ હતો કે તું આવીશ.’
નેમ D 307